૧ કાળવૃત્તાંત 27:1 - પવિત્ર બાઇબલ C.L.1 ઇઝરાયલીઓનાં કુટુંબોના વડા, ગોત્રના આગેવાનો અને સહાધિપતિઓ અને શતાધિપતિઓ તથા અન્ય અધિકારીઓની આ યાદી છે; તેઓ રાજયવહીવટની કામગીરી સંભાળતા. વર્ષના પ્રત્યેક મહિને તે માસના મુખ્ય અધિકારી હેઠળની ટુકડી વારા પ્રમાણે ફરજ પર રહેતી. પ્રત્યેક ટુકડી ચોવીસ હજારની હતી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 ઇઝરાયલની સંખ્યા, એટલે તેઓના પિતૃઓનાં કુટુંબોના સરદારો, સહસ્રાધિપતિઓ, શતાધિપતિઓ તથા અધિકારીઓ, જેઓની ટોળીઓમાંથી અકેક ટોળી વારાફરતી વર્ષમાં મહિને મહિને આવતી, તથા જેઓ હરકોઈ બાબતમાં રાજાની સેવા કરતા હતા, તેઓની સંખ્યા દરેક ટોળીમાં ચોવીસ હજારની હતી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 ઇઝરાયલપુત્રોની સંખ્યા, એટલે તેઓનાં કુટુંબોના સરદારો, સહસ્રાધિપતિઓ, શતાધિપતિઓ તથા સૈન્યના અધિકારીઓ, જેઓની ટુકડીઓમાંથી એકેક ટુકડીના સૈનિકો પોતાના નિયતક્રમ પ્રમાણે વર્ષમાં માસવાર ફરજ બજાવતા હતા. તથા જેઓ દરેક બાબતમાં રાજાની સેવા કરતા હતા. દરેક ટુકડીઓમાં તેઓની સંખ્યા ચોવીસ હજારની હતી. Faic an caibideilપવિત્ર બાઈબલ1 રાજ્યની સેવામાં રોકાયેલા સર્વ ઇસ્રાએલીઓ એટલે કે કુટુંબના વડાઓ, હજાર સૈનિકોના અને સો સૈનિકોના નાયકો અને અધિકારીઓની સંખ્યા દરેક જૂથમાં 24,000ની હતી. વરસ દરમ્યાન દર મહિને જુદા જુદા જૂથો ફરજ બજાવતા હતા. Faic an caibideil |
પ્રત્યેક માસના મુખ્ય અધિકારી આ પ્રમાણે હતા: પ્રથમ માસ: ઝાબ્દીએલનો પુત્ર યાશોબ્યામ (તે યહૂદાના કુળના પેરેસના ગોત્રનો હતો). બીજો માસ: અહોહીનો વંશજ દોદાઈ (મિકલોથ તેના પછીનો અધિકારી હતો). ત્રીજો માસ: યહોયાદા યજ્ઞકારનો પુત્ર બનાયા; તે “ત્રીસ શૂરવીરો” આગેવાન હતો. (તેના પછી તેનો પુત્ર આમ્મીનાદાબ આ ટુકડીનો મુખ્ય અધિકારી થયો.) ચોથો માસ: યોઆબનો ભાઈ અસાહેલ (તેના પછી તેનો પુત્ર ઝબાદ્યા આવ્યો) પાંચમો માસ: યિસ્હારનો વંશજ શામ્હૂથ. છઠ્ઠો માસ: તકોઆ ગામના ઈક્કેશનો પુત્ર ઈરા. સાતમો માસ: પલોન ગામનો એફ્રાઈમના કુળનો હેલેશ. આઠમો માસ: હુશામાંનો સિબ્બખાય (તે યહૂદાના કુળના ઝેરાના ગોત્રનો હતો). નવમો માસ: બિન્યામીનના કુળ પ્રદેશમાં આવેલ અનાથોથ નગરનો અબિએઝેર. દસમો માસ: નટોફાનો મહારાય (તે ઝેરાના ગોત્રનો હતો). અગિયારમો માસ: એફ્રાઈમના મુલકમાંના પીરાથોનનો બનાયા. બારમો માસ: નટોફાનો હેલ્દાય (તે ઓથ્નીએલનો વંશજ હતો).