Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 26:20 - પવિત્ર બાઇબલ C.L.

20 લેવીઓમાંથી અહિયા ઈશ્વરના મંદિરના ભંડાર અને ઈશ્વરને અર્પિત ભેટોના ભંડારો પર હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 લેવીઓ પૈકી અહિયા ઈશ્વરના મંદિરના ભંડારો તથા અર્પિત વસ્તુઓના ભંડાર પર હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 લેવીઓ પૈકી અહિયા ઈશ્વરના ભક્તિસ્થાનના ભંડારો તથા અર્પિત વસ્તુઓના ભંડાર પર હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 અહિયાની આગેવાની નીચે બીજા લેવીઓને દેવનાં મંદિરના ખજાનાની અને પવિત્રસ્થાનની રખેવાળી કરવાની જવાબદારી સોંપાઇ હતી.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 26:20
21 Iomraidhean Croise  

પ્રભુના મંદિરમાંથી અને રાજમહેલમાંથી શલોમોને બનાવેલી સોનાની ઢાલો સહિત તે સર્વ ભંડારો લૂંટી ગયો.


તેથી આસા રાજાએ પ્રભુના મંદિરમાં અને રાજમહેલમાં બાકી રહેલું સઘળું સોનુંચાંદી લઈ પોતાના કેટલાક અમલદારો મારફતે હેઝિયોનના પૌત્ર અને તાબ્રીમ્મોનના પુત્ર દમાસ્ક્સમાં રહેતા અરામના રાજા બેનહદાદ પર આવા સંદેશા સાથે મોકલ્યું:


શલોમોન રાજાએ પ્રભુના મંદિરનું સઘળું કામ સમાપ્ત કર્યું. એટલે તેના પિતા દાવિદે પ્રભુને અર્પેલાં ચાંદી, સોનું અને અન્ય ચીજવસ્તુઓ લાવીને મંદિરના ભંડારોમાં મૂકી.


દાવિદે એ સર્વ ભેટોનું તથા પોતે અદોમ, મોઆબ, આમ્મોન, પલિસ્તી અને અમાલેક એ સર્વ પ્રજાઓ જીતીને તેમની પાસેથી લાવેલ સોનારૂપાનું પ્રભુની આરાધના માટે સમર્પણ કર્યું.


કોરા અને મરારીના ગોત્રોના ફરજ પરના દ્વારપાળોને એ રીતે વારા પ્રમાણે કામ સોંપાયેલું હતું.


લાદાન ગેર્શોની ઘણાં કુટુંબોનો પૂર્વજ હતો; તેનો પુત્ર યહિયેલ તેમાં મુખ્ય હતો.


લાદાનના બીજા બે પુત્રો ઝેથામ અને યોએલ પ્રભુના મંદિરના ભંડારો પર હતા.


મોશેના પુત્ર ગેર્શોનના ગોત્રનો શબૂએલ મંદિરના ભંડારનો મુખ્ય જવાબદાર અધિકારી હતો.


દાવિદે મંદિરના ભંડારો અને અન્ય બાબતો અંગે યજ્ઞકારો અને લેવીઓને આપેલી સૂચનાઓ ચુસ્તપણે પાળવામાં આવી હતી.


આ કાર્ય માટે તેમણે તેમનાથી શકાય હોય તેટલું આપ્યું: આશરે 500 કિલોગ્રામ સોનું, 290 કિલો રૂપું અને યજ્ઞકારો માટે 100 ઝભ્ભા એટલું આપ્યું.


મેં તેમને કહ્યું, “તમે પ્રભુને માટે પવિત્ર છો. એ જ પ્રમાણે આ પાત્રો પણ પવિત્ર છે. વળી, આ સોનુંરૂપું તમારા પૂર્વજોના ઈશ્વર પ્રભુને ચડાવેલું સ્વૈચ્છિક અર્પણ છે.


તે સમયે જ્યાં દશાંશો, પ્રથમ લણેલું અનાજ, પ્રતિ વર્ષના પ્રથમ પાકનાં ફળ સહિત મંદિરનો ફાળો રાખવામાં આવતો હતો તે ભંડારો પર માણસો નીમવામાં આવ્યા. આ માણસો પાસે નિયમશાસ્ત્રમાં ઠરાવ્યા પ્રમાણે યજ્ઞકારો અને લેવીઓ માટે જુદાં જુદાં નગરો પાસેનાં ખેતરોમાંથી ફાળો ઉઘરાવવાની જવાબદારી હતી. યહૂદિયાના સઘળા લોકો યજ્ઞકારો અને લેવીઓ પર ખુશ હતા;


તમારાં પૂરેપૂરાં દશાંશ મંદિરમાં લાવો, એ માટે કે ત્યાં અન્‍નની અછત રહે નહિ. મારી પારખ કરી જુઓ કે હું આકાશની બારીઓ ખોલીને તમારે માટે સર્વ સારી વસ્તુઓ ભરપૂરીમાં વરસાવું છું કે નહિ.


ત્યાર પછી તેઓ મુલાકાતમંડપમાં સેવા કરતા પોતાના સાથીભાઈને મદદ કરી શકે, પણ જાતે કોઈ સેવા કરે નહિ. આ રીતે લેવીઓની સેવા સંબંધી તારે વ્યવસ્થા કરવી.”


Lean sinn:

Sanasan


Sanasan