Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 25:8 - પવિત્ર બાઇબલ C.L.

8 તેઓ સૌએ ચિઠ્ઠીઓ નાખીને પોતાનું કામ વહેંચી લીધું - પછી તે યુવાન હોય કે વૃદ્ધ, નિષ્ણાત હોય કે શિખાઉ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 તેઓએ સરખી રીતે, નાનાએ તેમ મોટાએ, ગુરુએ તેમ શિષ્યે, ચિઠ્ઠીઓ નાખીને પોતપોતાનું કામ વહેંચી લીધું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 તેઓએ સરખે ભાગે, નાના તેમ જ મોટાએ, ગુરુએ તેમ જ શિષ્યએ, ચિઠ્ઠીઓ નાખીને પોતાનું કામ વહેંચી લીધું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 કામની વહેંચણી માટે જુવાન ઘરડા, ઉસ્તાદ અને શાગીર્દ સૌએ ચિઠ્ઠી નાખી હતી.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 25:8
13 Iomraidhean Croise  

કનાન્યા સંગીતમાં પ્રવીણ હોવાથી તેને લેવી સંગીતકારોના આગેવાન તરીકે પસંદ કર્યો હતો.


તેમના ભાઈઓ આરોનના વંશજોની જેમ તેમણે પણ ચિઠ્ઠીઓ નાખી. દાવિદ રાજા, સાદોક, અહિમેલેખ તથા યજ્ઞકાર અને લેવીના કુટુંબોના વડાઓ તેના સાક્ષી હતા. એમાં નાનાં કે મોટાં કુટુંબોનો ભેદ રાખવામાં આવ્યો ન હતો.


એલાઝાર અને ઇથામાર બન્‍નેના વંશજોમાં મંદિરના અધિકારીઓ અને આત્મિક આગેવાનો હોવાથી ચિઠ્ઠી નાખીને તેમની વહેંચણી કરવામાં આવી.


આસાફના ચાર પુત્રો: ઝાક્કૂર, યોસેફ, નથાન્યા અને યશારએલા. તેઓ આસાફની દોરવણી હેઠળ હતા. રાજા આદેશ આપે ત્યારે આસાફ ઈશ્વરનો સંદેશ જાહેર કરતો.


પહેલી ચિઠ્ઠી આસાફવંશી યોસેફની નીકળી. તેના જૂથમાં તેના પુત્રો અને ભાઈઓ સહિત કુલ બાર હતા. બીજી ગદાલ્યાની: તેના પુત્રો અને ભાઈઓ સહિત કુલ બાર હતા.


કુટુંબ નાનું કે મોટું છે તે લક્ષમાં લીધા સિવાય કોણ કયા દરવાજાની ચોકી કરશે તે નક્કી કરવા ચિઠ્ઠીઓ નાખી.


શૂપ્પીમ અને હોસાહને પશ્ર્વિમનો દરવાજો અને ઉપરની સડક પરનો શાલ્લેખેથનો દરવાજો સોંપાયો. ફરજ પરના દ્વારપાળોના નિયત સમય માટે એક પછી એક વારા રાખ્યા હતા.


ત્યાં તેણે રાજાઓ માટેના નિયત કરેલ સ્તંભ પાસે નવા રાજાને જોયો. સેનાધિકારીઓ અને રણશિંગડાં વગાડનારા રાજાની ચારે બાજુ ઊભા હતા. સર્વ લોકો જયનાદ પોકારતા હતા અને રણશિંગડાં ફૂંક્તા હતા. મંદિરના ગાયકો પણ ગાયનવાદનથી સ્તુતિ કરી રહ્યા હતા. તેણે “દગો! દગો!” એવી બૂમો પાડતાં આક્રોશમાં પોતાનાં વસ્ત્ર ફાડયાં.


હશાબ્યા, શેરેબ્યા, યેશૂઆ, બિન્‍નૂઈ અને ક્દમીએલની દોરવણી હેઠળ લેવીઓનાં જૂથ પાડવામાં આવ્યાં. ઈશ્વરભક્ત રાજા દાવિદે આપેલી સૂચનાઓ પ્રમાણે બે જૂથો એક સમયે વારાફરતી ઈશ્વરની સ્તુતિ કરતાં અને તેમનો આભાર માનતાં.


ઈશ્વરની ઇચ્છા જાણવા માણસો પાસાં નાખે છે; પણ નિર્ણય પ્રભુના હાથમાં છે.


ત્યાં તેણે ચિઠ્ઠી ઉપાડીને એક બકરો પ્રભુને માટે અને બીજો અઝાઝેલને માટે નક્કી કરવો.


પછી એ બે નામ માટે તેમણે ચિઠ્ઠીઓ નાખી. માથ્થીયસનું નામ પસંદ થયું અને અગિયાર પ્રેષિતો સાથે તેની ગણના થઈ.


Lean sinn:

Sanasan


Sanasan