Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 25:2 - પવિત્ર બાઇબલ C.L.

2 આસાફના ચાર પુત્રો: ઝાક્કૂર, યોસેફ, નથાન્યા અને યશારએલા. તેઓ આસાફની દોરવણી હેઠળ હતા. રાજા આદેશ આપે ત્યારે આસાફ ઈશ્વરનો સંદેશ જાહેર કરતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 ઝાક્કૂર, યૂસફ, નથાન્યા તથા અશારેલા, એ આસાફના પુત્રો:આસાફ રાજાના હુકમ પ્રમાણે બોધકનું કામ કરતો હતો, તેના હાથ નીચે એ હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 આસાફના પુત્રો: ઝાક્કૂર, યૂસફ, નાથાન્યા અને અશારેલા; આસાફના હાથ નીચે હતા. રાજાની દેખરેખમાં, આસફ પ્રબોધવાણીનું કામ કરતો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 આસાફના પુત્રો હતા; ઝાક્કૂર, યૂસફ, નથાન્યા અને અશ્શારએલાહ. આ બધા આસાફના પુત્રો હતા અને તે તેઓનો આગેવાન હતો. તે રાજાની સૂચના મુજબ દેવની ભવિષ્યવાણી કરતો હતો.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 25:2
20 Iomraidhean Croise  

ગાયકોના ગોત્રમાંથી તેમણે નીચેના માણસોને તાંબાનાં ઝાંઝ વગાડવા રાખ્યા: યોએલનો પુત્ર હેમાન, તેના સંબંધી બેરખ્યાનો પુત્ર આસાફ અને કુશાયાનો પુત્ર એથાન. એ મરારીના ગોત્રના હતા. તેમની મદદમાં તેમણે નીચેના લેવીઓને તીવ્ર સ્વરે સિતાર વગાડવા પસંદ કર્યા: ઝખાર્યા, બની, યાહસિયેલ, શમિરામોથ, યેહિયેલ, ઉન્‍ની, એલ્યાબ, માશેયા અને બનાયા. મૃદુ સ્વરે વીણા વગાડવા તેઓએ નીચેના લેવીઓને પસંદ કર્યા: મત્તિથ્યા, એલિફેલેહુ, મિકનેયા, અઝીઝયા અને મંદિરના રક્ષકો ઓબેદ, અદોમ તથા યેઈએલ.


આસાફ આગેવાન હતો અને ઝખાર્યા તેનો મદદનીશ હતો. યહઝિએલ, શમિરામોથ, યેહિયેલ, માત્તિથ્યા, એલ્યાબ, બનાયા, ઓબેદ-અદોમ અને યેઈએલે વીણા તથા સિતાર બજાવવાની હતી; અને આસાફે ઝાંઝ વગાડવાનાં હતાં.


દાવિદ તથા તેના સેનાધિકારીઓએ સેવાના કામને માટે આસાફ, હેમાન અને યદૂથુનનાં ગોત્રોને નીમ્યાં. તેમણે વીણા, સિતાર તથા ઝાંઝ વગાડતાં વગાડતાં સ્તોત્ર ગાવાનાં હતાં. સોંપેલી સેવાના પ્રકાર પ્રમાણે તેમની યાદી આ પ્રમાણે છે.


યદૂથુનના છ પુત્રો: ગદાલ્યા, સરી, યશાયા, હશાબ્યા, શિમઈ અને માત્તિથ્યા. તેઓ પોતાના પિતાની દોરવણી હેઠળ વીણા વગાડતાં વગાડતાં ઈશ્વરનો સંદેશ પ્રગટ કરતા અને પ્રભુની આભારસ્તુતિનાં ગીત ગાતા.


તેઓ સૌ પોતાના પિતાની દોરવણી હેઠળ ઈશ્વરના મંદિરમાં ઝાંઝ, સિતાર તથા વીણા વગાડી પ્રભુનું સ્તવન કરતા. આસાફ, યદૂથુન અને હેમાન રાજાની દોરવણી હેઠળ હતા.


તેઓ સૌએ ચિઠ્ઠીઓ નાખીને પોતાનું કામ વહેંચી લીધું - પછી તે યુવાન હોય કે વૃદ્ધ, નિષ્ણાત હોય કે શિખાઉ.


ગેર્શોનનું ગોત્ર: બીજું ગાયકવૃંદ જમણી તરફ ઊભું રહેતું અને તેનો આગેવાન આસાફ હતો. વંશાનુક્રમે લેવી સુધીના તેના પૂર્વજો આ પ્રમાણે છે: આસાફ, બેરેખ્યા, શિમ્યા.


તેમણે મંદિરનો પાયો નાખ્યો તે વખતે યજ્ઞકારો પોતાના ઝભ્ભા પહેરીને અને હાથમાં રણશિંગડાં લઈને પોતપોતાના સ્થાનમાં ગોઠવાઈ ગયા. આસાફના ગોત્રના લેવીપુત્રો ઝાંઝ લઈને ઊભા હતા. દાવિદ રાજાએ આપેલી સૂચના પ્રમાણે તેમણે પ્રભુની સ્તુતિ કરી.


ઇઝરાયલી લોકોમાં શુદ્ધ દયવાળા માટે ઈશ્વર સાચે જ ભલા છે.


હે ઈશ્વર, તમે અમને સદાને માટે કેમ તજી દીધા છે? તમારા ચરાણનાં ઘેટાં વિરુદ્ધ તમારો ક્રોધાગ્નિ કેમ ભભૂકી ઊઠયો છે?


હે ઈશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ. હે હાજરાહજૂર ઈશ્વર, અમે તમારા નામની પ્રશંસા કરીએ છીએ; લોકો તમારાં અદ્‍ભુત કાર્યો પ્રગટ કરે છે.


ઈશ્વર યહૂદિયાના પ્રદેશમાં વિખ્યાત છે, ઇઝરાયલમાં તેમનું નામ મહાન છે


હું મદદ માટે ઈશ્વરને પોકારું છું; હું ઉદ્વેગમાં તેમને મોટેથી પોકારું છું કે તે મારું સાંભળે.


મારા લોકો, મારા શિક્ષણ પ્રત્યે કાન ધરો અને મારા મુખના શબ્દો પર ધ્યાન દો.


હે ઈશ્વર, વિધર્મીઓએ તમારા વારસાસમ દેશ પર ચડાઈ કરી છે; તેમણે તમારા પવિત્ર મંદિરને અશુદ્ધ કર્યું છે; તેમણે યરુશાલેમ નગરને ખંડેર બનાવી દીધું છે.


હે ઇઝરાયલના પાલક, અમારું સાંભળો; યોસેફના કુળને ઘેટાંના ટોળાની પેઠે દોરનાર, કાન ધરો. હે પાંખાવાળાં પ્રાણી કરૂબ પર બિરાજનાર, તમારો પ્રકાશ પાડો.


આપણા સંરક્ષક ઈશ્વરનો જય જયકાર ગાઓ; યાકોબના ઈશ્વર આગળ હર્ષનાદ કરો.


ઈશ્વર દૈવી સભામાં અયક્ષનું સ્થાન લે છે, તે દેવોની ઉપસ્થિતિમાં ન્યાયચુકાદા આપે છે


હે ઈશ્વર, તમે મૌન ન રહો. હે ઈશ્વર, તમે શાંત ન રહો; તમે ચૂપ ન રહો.


એ સમયે માણસ પોતાના જ કોઈ ગોત્રબધુંને પકડીને કહેશે, “તારી પાસે વસ્ત્ર છે તેથી તું અમારો આગેવાન થા અને પાયમાલ થઈ ગયેલા કુટુંબનો કારભાર ચલાવ.”


Lean sinn:

Sanasan


Sanasan