Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 25:1 - પવિત્ર બાઇબલ C.L.

1 દાવિદ તથા તેના સેનાધિકારીઓએ સેવાના કામને માટે આસાફ, હેમાન અને યદૂથુનનાં ગોત્રોને નીમ્યાં. તેમણે વીણા, સિતાર તથા ઝાંઝ વગાડતાં વગાડતાં સ્તોત્ર ગાવાનાં હતાં. સોંપેલી સેવાના પ્રકાર પ્રમાણે તેમની યાદી આ પ્રમાણે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 વળી દાઉદે તથા સૈન્યના સરદારોએ સેવાને માટે આસાફના, હેમાનના તથા યદૂથૂનના પુત્રોમાંથી કેટલાક ને વીણા, સિતાર તથા ઝાંઝો વડે સ્તોત્ર ગાવા માટે જુદા કર્યા. તેઓને સોંપેલી સેવા પ્રમાણે કામ કરનારાઓની ગણતરી આ પ્રમાણે હતી;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 દાઉદે અને સૈન્યના અમલદારોએ સેવાને માટે આસાફના, હેમાનના અને યદૂથૂનના પુત્રોમાંથી કેટલાકને વીણા, સિતાર અને ઝાંઝ વડે સ્તોત્ર ગાવા સારુ જુદા કર્યા. તેઓને સોંપેલી સેવા પ્રમાણે ફરજ બજાવનારાઓની યાદી આ મુજબ છે:

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 દાઉદે અને તેના મુખ્ય અમલદારોએ આસાફના, હેમાનના અને યદૂથૂનના કુટુંબને સેવા માટે નિમ્યા. તેમને સિતાર વીણા અને ઝાંઝ વગાડતાં વગાડતાં ભવિષ્યવાણી કરવાની હતી. તેમના નામો તથા એમની સેવાના પ્રકાર નીચે પ્રમાણે છે:

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 25:1
46 Iomraidhean Croise  

શલોમોને તે લાકડાનો ઉપયોગ પ્રભુના મંદિરમાં અને રાજમહેલમાં કઠેરા બાંધવામાં તેમ જ સંગીતકારો માટે વીણા અને સિતાર બનાવવામાં કર્યો. ઇઝરાયલમાં આયાત થયેલું એ સર્વશ્રેષ્ઠ સુખડ હતું; એના જેવું ફરી ક્યારે જોવા મળ્યું નથી.)


તો હવે મારી પાસે એક સંગીતકાર લઈ આવો.” સંગીતકારે પોતાનું વાજિંત્રવાદન શરૂ કર્યું કે એલિશા પર પ્રભુનું પરાક્રમ ઊતર્યું.


જ્યારે દાવિદ અને સર્વ ઈઝરાયલીઓ ઈશ્વરની સમક્ષ વીણા, સિતાર, ડફ, ઝાંઝ તથા રણશિંગડાં વગાડતા વગાડતા પૂરા જોરશોરથી નાચતા અને ગાતા હતા.


એમ સર્વ ઇઝરાયલીઓ હર્ષનાદસહિત, શરણાઈ, રણશિંગડાં તથા ઝાંઝ વગાડતાં અને મોટેથી સિતાર અને વીણાના વાદન સાથે પ્રભુની કરારપેટી યરુશાલેમ લઈ આવ્યા.


દાવિદ રાજાએ સર્વ ઇઝરાયલી આગેવાનો, યજ્ઞકારો અને લેવીઓને એકઠા કર્યા.


આસાફના ચાર પુત્રો: ઝાક્કૂર, યોસેફ, નથાન્યા અને યશારએલા. તેઓ આસાફની દોરવણી હેઠળ હતા. રાજા આદેશ આપે ત્યારે આસાફ ઈશ્વરનો સંદેશ જાહેર કરતો.


યદૂથુનના છ પુત્રો: ગદાલ્યા, સરી, યશાયા, હશાબ્યા, શિમઈ અને માત્તિથ્યા. તેઓ પોતાના પિતાની દોરવણી હેઠળ વીણા વગાડતાં વગાડતાં ઈશ્વરનો સંદેશ પ્રગટ કરતા અને પ્રભુની આભારસ્તુતિનાં ગીત ગાતા.


પહેલી ચિઠ્ઠી આસાફવંશી યોસેફની નીકળી. તેના જૂથમાં તેના પુત્રો અને ભાઈઓ સહિત કુલ બાર હતા. બીજી ગદાલ્યાની: તેના પુત્રો અને ભાઈઓ સહિત કુલ બાર હતા.


લેવીને ત્રણ પુત્રો હતા: ગેર્શોન, કહાથ અને મરારી.


આ કામગીરી સંભાળનાર માણસોની વંશાવળીની વિગતો આ પ્રમાણે છે. કહાથનું ગોત્ર: પ્રથમ ગાયકવૃંદનો આગેવાન હેમાન યોએલનો પુત્ર હતો. વંશાનુક્રમે યાકોબ સુધીના તેના પૂર્વજો આ પ્રમાણે છે: હેમાન, યોએલ, શમુએલ, એલ્કાના, યહોરામ, એલિયેલ, તોઆ,


ગેર્શોનનું ગોત્ર: બીજું ગાયકવૃંદ જમણી તરફ ઊભું રહેતું અને તેનો આગેવાન આસાફ હતો. વંશાનુક્રમે લેવી સુધીના તેના પૂર્વજો આ પ્રમાણે છે: આસાફ, બેરેખ્યા, શિમ્યા.


મરારીનું ગોત્ર: ત્રીજું ગાયકવૃંદ ડાબી તરફ ઊભું રહેતું અને તેનો આગેવાન એથાન હતો. વંશાનુક્રમે લેવી સુધીના તેના પૂર્વજો આ પ્રમાણે છે: એથાન, કીશી, આબ્દી, માલ્લૂખ, હશાબ્યા, અમાસ્યા, હિલકિયા,


મંદિરમાં સંગીત માટે લેવીઓનાં કેટલાંક કુટુંબો જવાબદાર હતાં. આ કુટુંબોના વડાઓ મંદિરનાં જ મકાનોમાં રહેતા. કારણ, તેમણે રાત્રે કે દિવસે પોતાની ફરજ બજાવવા ઉપલબ્ધ રહેવાનું હતું.


સાતમે વર્ષે યહોયાદા યજ્ઞકારે હિંમતભેર જરૂરી પગલાં ભર્યાં. તેણે યહોરામનો પુત્ર અઝાર્યા, યહોહાનાનનો પુત્ર ઇશ્માએલ, ઓબેદનો પુત્ર અઝાર્યા, અદાયાનો પુત્ર માસેયા અને ઝીખ્રીનો પુત્ર એલિશાફાટ, એ પાંચ અધિકારીઓ સાથે કોલકરાર કર્યા. એ બધા સૈન્યમાં શતાધિપતિઓ હતા.


ત્યાં તેણે રાજાઓ માટેના નિયત કરેલ સ્તંભ પાસે નવા રાજાને જોયો. સેનાધિકારીઓ અને રણશિંગડાં વગાડનારા રાજાની ચારે બાજુ ઊભા હતા. સર્વ લોકો જયનાદ પોકારતા હતા અને રણશિંગડાં ફૂંક્તા હતા. મંદિરના ગાયકો પણ ગાયનવાદનથી સ્તુતિ કરી રહ્યા હતા. તેણે “દગો! દગો!” એવી બૂમો પાડતાં આક્રોશમાં પોતાનાં વસ્ત્ર ફાડયાં.


યહોયાદાએ પ્રભુના મંદિરનું કામ લેવીઓ અને યજ્ઞકારોને સોંપ્યું. તેમણે દાવિદ રાજાએ તેમને સોંપેલી ફરજો બજાવવાની હતી અને મોશેના નિયમશાસ્ત્ર પ્રમાણે પ્રભુને દહનબલિ ચડાવવાના હતા. વળી, દાવિદે ઠરાવ્યા પ્રમાણે ગાયનવાદન અને પર્વોત્સવને લગતી કામગીરી પણ બજાવવાની હતી.


દાવિદ રાજાના ભાલા અને ઢાલો જે મંદિરમાં મૂક્યાં હતાં તે યહોયાદાએ અધિકારીઓને આપ્યાં.


હિઝકિયા રાજાએ યજ્ઞકારો અને લેવીઓનાં વિવિધ સેવા પ્રમાણે જૂથ પાડયાં અને સૌને ફરજ વહેંચી આપી. આ ફરજોમાં દહનબલિ અને સંગતબલિ ચડાવવાં, પ્રભુના મંદિરની આરાધનામાં ભાગ લેવો અને મંદિરના જુદા જુદા ભાગમાં આભારસ્તુતિ કરવી વગેરેનો સમાવેશ થતો હતો.


કામ કરનાર માણસો પૂરેપૂરા પ્રામાણિક હતા. મરારીના ગોત્રના યાહાથ અને ઓબાદ્યા અને કહાથના ગોત્રના ઝખાર્યા અને મશુલ્લામ એ લેવીઓ તેમના કામ પર દેખરેખ રાખતા હતા. (બધા લેવીઓ નિપુણ સંગીતકારો હતા).


આસાફના ગોત્રના નીચે જણાવેલ લેવી સંગીતકારો દાવિદ રાજાની સૂચના પ્રમાણે તેમના નિયત સ્થાને ઊભા હતા: આસાફ, હેમાન, અને રાજાનો સંદેશવાહક યદૂથૂન. મંદિરના દરવાજાના રક્ષકોએ તેમનું સ્થાન છોડવાનું નહોતું, કારણ, બીજા લેવીઓ તેમને માટે પાસ્ખા બલિદાન તૈયાર કરતા હતા.


પોતાના પિતા દાવિદે નક્કી કરેલા નિયમો પ્રમાણે તેણે યજ્ઞકારોની તથા સ્તોત્ર ગાવાનાં અને ન્યાય કામોમાં મદદ કરવા લેવીઓની દૈનિક કામગીરીની વ્યવસ્થા ગોઠવી. ઈશ્વરભક્ત દાવિદની આજ્ઞા પ્રમાણે પ્રત્યેક દરવાજા પર રોજની ફરજ બજાવવા માટે તેણે મંદિરના રક્ષકોની ટુકડીઓની વ્યવસ્થા કરી.


મોશેના પુસ્તકમાં લખેલી સૂચનાઓ પ્રમાણે તેમણે યરુશાલેમના મંદિરમાં વારા પ્રમાણે સેવા કરવા માટે યજ્ઞકારો અને લેવીઓની નિમણૂક કરી.


માત્તાન્યા, જે મિખાનો પુત્ર અને ઝાબ્દીનો પૌત્ર હતો; તે આસાફનો વંશજ હતો. આભારસ્તુતિની પ્રાર્થનાનાં ગીતો ગાનાર મંદિરના ગાયકવૃંદનો તે આગેવાન હતો. બાકલુકયા, જે માત્તાન્યાનો મદદનીશ હતો. આબ્દા, જે શામ્મૂઆનો પુત્ર અને ગાલાલનો પૌત્ર હતો; તે યદૂથૂનનો વંશજ હતો.


હશાબ્યા, શેરેબ્યા, યેશૂઆ, બિન્‍નૂઈ અને ક્દમીએલની દોરવણી હેઠળ લેવીઓનાં જૂથ પાડવામાં આવ્યાં. ઈશ્વરભક્ત રાજા દાવિદે આપેલી સૂચનાઓ પ્રમાણે બે જૂથો એક સમયે વારાફરતી ઈશ્વરની સ્તુતિ કરતાં અને તેમનો આભાર માનતાં.


યરુશાલેમના કોટને સમર્પણ કરવાના વખતે લેવીઓને સર્વ સ્થાનોમાંથી બોલાવવામાં આવ્યા, જેથી તેઓ આભારસ્તુતિનાં ગીતો અને મંજીરા તથા વીણાના સંગીત સહિત યરુશાલેમમાં સમર્પણના ઉત્સવમાં જોડાઈ શકે.


ગીત ગાઓ, ઢોલક બજાવો; મધુર તાનપૂરા સાથે વીણા વગાડો.


ચાંદ્રમાસના પ્રથમદિને અને પૂર્ણિમાના દિવસે એટલે, સાતમા માસના પવિત્ર પર્વના દિવસોએ ઉજવણીરૂપે રણશિગડું વગાડો.


પછી તે મને અંદરના ચોકમાં લઈ ગયો. ત્યાં અંદરના ચોકમાં ગાયકો માટે બે ખંડો હતા. એક ઉત્તરના દરવાજા પાસે હતો, અને તેનું મોં દક્ષિણ તરફ હતું. બીજો ખંડ દક્ષિણના દરવાજા પાસે હતો, અને તેનું મોં ઉત્તર તરફ હતું.


પછી તું ગિબ્યામાં ઈશ્વરના પર્વતે જઈશ. જ્યાં પલિસ્તીઓની છાવણી હશે. નગરના પ્રવેશદ્વારે તને સિતાર, ડફ, વાંસળી અને વીણા વગાડતા અને પર્વત પરની વેદી પરથી ઊતરી આવતા સંદેશવાહકોની એક ટોળી મળશે. તેઓ ગાનતાનમાં તલ્લીન હશે.


Lean sinn:

Sanasan


Sanasan