૧ કાળવૃત્તાંત 24:6 - પવિત્ર બાઇબલ C.L.6 પછી લેવીઓના નોંધણીકાર નથનાએલના પુત્ર શમાયાએ તેમનાં નામની નોંધણી કરી. રાજા, તેના અમલદારો, સાદોક યજ્ઞકાર, અબ્યાથારનો પુત્ર અહિમેલેખ અને યજ્ઞકારના તેમજ લેવીના કુટુંબના વડાપુરુષો એ સૌ તેના સાક્ષી હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 નથાનિયેલનો પુત્ર શમાયા ચિટનીસ, જે લેવીઓમાંનો એક હતો, તેણે રાજાની, સરદારોની, સાદોક યાજકની, અબ્યાથારના પુત્ર અહીમેલેખની તથા યાજકોનાં ને લેવીઓનાં કુટુંબોના મુખ્ય પુરુષોની સમક્ષ તેઓની નોંધ કરી; એલાઝાર તથા ઇથામારનું વારાફરતી એક કુટુંબ ગણાતું. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 નથાનએલનો પુત્ર શમાયા ચીટનીસ, લેવીઓમાંનો એક હતો. તેણે રાજાની, સરદારોની, સાદોક યાજકની, અબ્યાથારના પુત્ર અહીમેલેખની તથા યાજકો અને લેવીઓના કુટુંબોના મુખ્ય પુરુષોની સમક્ષ તેઓની નોંધ કરી. એલાઝાર તથા ઈથામારના કુટુંબ, વારાફરતી એક પછી એક ગણવામાં આવતું હતું. Faic an caibideilપવિત્ર બાઈબલ6 નથાનએલનો પુત્ર, લેવી કુલસમૂહનો શમાયા, નોંધણીકાર હતો. આ બધું કામ તે રાજા તથા સાદોક યાજક, અબ્યાથારના પુત્ર અહીમેલેખ તથા યાજકો અને લેવીઓના મુખ્ય આગેવાનોની હાજરીમાં તે કરતો હતો. એલઆઝારના કુંળકુટુંબોએ અને ઇથામારના કુલ કુટુંબોએ ફરજોને વહેંચી લીધી હતી. Faic an caibideil |
ઉપાડેલી ચિઠ્ઠીઓ પ્રમાણે ક્રમાનુસાર ચોવીસ કુટુંબ જૂથોને સેવાકાર્ય સોંપવામાં આવ્યું, જેમાં એલાઝાર અને ઇથામારનાં કુટુંબો વારાફરતી આવતાં. પ્રથમ ચિઠ્ઠી યહોયારિબ નીકળી, બીજી યદાયાની, ત્રીજી હારીમની, ચોથી સોરીમની, પાંચમી મલકિયાની, છઠ્ઠી મિયામીનની, સાતમી હાક્કોસની, આઠમી અબિયાની, નવમી યેશૂઆની, દસમી શખાન્યાહની, અગિયારમી એલ્યાશીબની, બારમી યાકીમની, તેરમી હુપ્પાહની, ચોદમી યેશેબ્યાબની, પંદરમી બિલ્ગાની, સોળમી ઈમ્મેરની, સત્તરમી હેઝીરની, અઢારમી હાપિસેસની, ઓગણીસમી પથાહિયાની, વીસમી યહઝિકેલની, એકવીસમી યાખીનની, બાવીસમી ગમૂલની, ત્રેવીસમી દલાયાહની અને ચોવીસમી માઝિયાની.
સાતમો માસ આવ્યો ત્યાં સુધીમાં તો ઇઝરાયલના બધા લોકો પોતપોતાનાં નગરોમાં ઠરીઠામ થઈ ગયા. એ માસને પ્રથમ દિવસે તેઓ સૌ યરુશાલેમમાં પાણીના દરવાજાની અંદર તેની અડોઅડ આવેલા ચોકમાં એકઠા થયા. પ્રભુએ મોશે દ્વારા ઇઝરાયલી લોકોને ફરમાવેલા નિયમશાસ્ત્રનું પુસ્તક લાવવા લોકોએ એઝરાને કહ્યું. એઝરા તો યજ્ઞકાર અને એ નિયમમાં વિદ્વાન હતો.