Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 23:6 - પવિત્ર બાઇબલ C.L.

6 દાવિદે લેવીઓના તેમના કુટુંબ પ્રમાણે ત્રણ વર્ગ પાડયા: ગેર્શોન, કહાથ અને મરારી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 દાઉદે લેવીના પુત્રો પ્રમાણે, એટલે ગેર્શોન, કહાથ, તથા મરારી પ્રમાણે તેમના વર્ગ પડ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 દાઉદે તેઓને; ગેર્શોન, કહાથ અને મરારી, એમ ત્રણ વિભાગમાં, લેવીઓના પુત્રોના નામ પ્રમાણે વહેંચ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 પછી દાઉદે તેમને ગેશોર્ન, કહાથ અને મરારી કુલસમૂહની વંશાવળી પ્રમાણે તેઓને ત્રણ જૂથમાં વહેંચી દીધા.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 23:6
18 Iomraidhean Croise  

ગેર્શોનને બે પુત્રો હતા: લાદાન અને શિમઈ.


આરોનના વંશજોનાં પણ આ પ્રમાણે જૂથ પાડવામાં આવ્યાં. આરોનને ચાર પુત્રો હતા: નાદાબ, અબીહૂ, એલાઝાર અને ઇથામાર.


મંદિરના દ્વારપાળો તરીકે લેવીઓની આ પ્રમાણે ટુકડીઓ પાડવામાં આવી હતી: કોરાહના ગોત્રમાં આસાફના કુટુંબના કોરેનો પુત્ર મેશેલેમ્યા હતો.


તેણે યજ્ઞકારો અને લેવીઓની ટુકડીઓની વ્યવસ્થા, પ્રભુના મંદિરમાંનું સર્વ સેવાકાર્ય તેમજ સેવામાં વપરાતાં સર્વ પાત્રો વિષે સૂચનાઓ આપી.


લેવીને ત્રણ પુત્રો હતા: ગેર્શોન, કહાથ અને મરારી.


લેવીને ત્રણ પુત્રો હતા: ગેર્શોન, કહાથ અને મરારી.


યહોયાદાએ પ્રભુના મંદિરનું કામ લેવીઓ અને યજ્ઞકારોને સોંપ્યું. તેમણે દાવિદ રાજાએ તેમને સોંપેલી ફરજો બજાવવાની હતી અને મોશેના નિયમશાસ્ત્ર પ્રમાણે પ્રભુને દહનબલિ ચડાવવાના હતા. વળી, દાવિદે ઠરાવ્યા પ્રમાણે ગાયનવાદન અને પર્વોત્સવને લગતી કામગીરી પણ બજાવવાની હતી.


પ્રભુએ દાવિદ રાજાને રાજાના સંદેશવાહક ગાદ અને સંદેશવાહક નાથાન મારફતે આપેલી સૂચનાઓ હિઝકિયા રાજાએ અમલમાં મૂકી; તેણે લેવીઓને પ્રભુના મંદિરમાં વીણા અને ઝાંઝ સાથે ઊભા રાખ્યા.


હિઝકિયા રાજાએ યજ્ઞકારો અને લેવીઓનાં વિવિધ સેવા પ્રમાણે જૂથ પાડયાં અને સૌને ફરજ વહેંચી આપી. આ ફરજોમાં દહનબલિ અને સંગતબલિ ચડાવવાં, પ્રભુના મંદિરની આરાધનામાં ભાગ લેવો અને મંદિરના જુદા જુદા ભાગમાં આભારસ્તુતિ કરવી વગેરેનો સમાવેશ થતો હતો.


પાસ્ખાપર્વ માટે સઘળી વ્યવસ્થા થઈ ગઈ એટલે રાજાની આજ્ઞા પ્રમાણે યજ્ઞકારો પોતપોતાને સ્થાને અને લેવીઓ જૂથ પ્રમાણે ઊભા રહ્યા.


દાવિદ રાજા અને તેના પુત્ર શલોમોન રાજાએ તમને જૂથવાર સોંપેલી જવાબદારી પ્રમાણે મંદિરમાં તમારું સ્થાન સંભાળો.


પોતાના પિતા દાવિદે નક્કી કરેલા નિયમો પ્રમાણે તેણે યજ્ઞકારોની તથા સ્તોત્ર ગાવાનાં અને ન્યાય કામોમાં મદદ કરવા લેવીઓની દૈનિક કામગીરીની વ્યવસ્થા ગોઠવી. ઈશ્વરભક્ત દાવિદની આજ્ઞા પ્રમાણે પ્રત્યેક દરવાજા પર રોજની ફરજ બજાવવા માટે તેણે મંદિરના રક્ષકોની ટુકડીઓની વ્યવસ્થા કરી.


મોશેના પુસ્તકમાં લખેલી સૂચનાઓ પ્રમાણે તેમણે યરુશાલેમના મંદિરમાં વારા પ્રમાણે સેવા કરવા માટે યજ્ઞકારો અને લેવીઓની નિમણૂક કરી.


લેવીને ત્રણ પુત્રો હતા: ગેર્શોન, કહાથ અને મરારી. તેઓ તેમને નામે ઓળખાતા કુટુંબોના પૂર્વજો હતા. ગેર્શોનને બે પુત્રો હતા. લિબ્ની અને શિમઈ. કહાથને ચાર પુત્રો હતા: આમ્રામ, યિસ્હાર, હેબ્રોન અને ઉઝ્ઝિએલ. મરારીને બે પુત્રો હતા: માહલી અને મૂશી. આ બધા તેમને નામે ઓળખાતા ગોત્રોના પૂર્વજો હતા.


તેમનો યજ્ઞકાર તરીકે અભિષેક કરવામાં આવ્યો હતો અને સેવા કરવાને અલગ કરવામાં આવ્યા હતા,


મુલાકાતમંડપમાં તેમની સેવા આ પ્રમાણે છે. પરમ પવિત્ર વસ્તુઓને લગતી સેવા આ પ્રમાણે છે.


Lean sinn:

Sanasan


Sanasan