૧ કાળવૃત્તાંત 23:29 - પવિત્ર બાઇબલ C.L.29 ઈશ્વરને સમર્પિત રોટલી, ધાન્ય- અર્પણમાં વપરાતો લોટ, ખમીરરહિત પોળીઓ, શેકેલાં અર્પણો અને ઓલિવ તેલથી મોહેલા લોટ અંગેની તથા મંદિરમાં અર્પવામાં આવતી બધી ચીજવસ્તુઓના તોલમાપની જવાબદારી તેમણે ઉપાડવાની હતી, Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 અર્પણ કરેલી રોટલીને માટે તથા બેખમીર રોટલીના કે તવામાં શેકાયેલા કે તળેલાં ખાદ્યાર્પણના મેંદાને માટે, તથા સર્વ જાતનાં તોલ તથા માપને માટે પણ [હાજર રહેવું]. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 ઈશ્વરને અર્પેલી રોટલી માટે, ખાદ્યાર્પણો માટેના લોટ માટે, ખમીર વગરની રોટલીના કે તવામાં શેકેલા કે તળેલા ખાદ્યાર્પણ માટે અને તમામ વસ્તુઓના તોલ અને માપ માટે પણ તેઓએ ધ્યાન રાખવાનું હતું. Faic an caibideilપવિત્ર બાઈબલ29 દેવને ધરાવેલી રોટલી માટે, ખાદ્યાર્પણ માટેના લોટ માટે, ખમીર વગરની રોટલી માટે, શેકેલા ખાદ્યાર્પણ માટે તેલથી મોયેલા લોટ માટે તેમજ મંદિરમાં ધરાવેલી વસ્તુઓના વજન અને માપ માટે તેઓ જ જવાબદાર હતા. Faic an caibideil |
અને રોજ સવારે અને સાંજે તેમ જ સાબ્બાથ, ચાંદ્રમાસના પ્રથમ દિવસોએ અને બીજા ઉત્સવો વખતે પ્રભુને અર્પણો ચઢાવવામાં આવે ત્યારે પ્રભુની સ્તુતિ કરવી અને તેમનો મહિમા કરવો. પ્રત્યેક વખતે આ કામ કરવા લેવીઓની સંખ્યા નક્કી કરવાના નિયમો ઘડવામાં આવ્યા હતા. લેવીઓને પ્રભુની સેવાભક્તિ નિરંતર કરવાનું કામ સોંપેલું હતું.
મંદિરની સેવાભક્તિ માટે અમે નીચેની વસ્તુઓ પૂરી પાડીશું: પવિત્ર રોટલી, નિત્યનું ધાન્ય-અર્પણ, પ્રતિદિન દહન કરવા માટેનાં બલિદાન, સાબ્બાથોનાં, ચાંદ્રમાસના પ્રથમ દિવસનાં તથા અન્ય પર્વોનાં પવિત્ર અર્પણો, અન્ય પવિત્ર અર્પણો, ઇઝરાયલનાં પાપના નિવારણ માટેનાં અર્પણો અને મંદિર માટે જરૂરી એવી અન્ય બધી સાધન સામગ્રી.