Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 23:28 - પવિત્ર બાઇબલ C.L.

28 અને તેમને નીચેની ફરજો સોંપાઈ હતી: આરોનના વંશના યજ્ઞકારોને મંદિરની સેવાના કામમાં મદદ કરવી, તેના આંગણાં અને ખંડોની દેખભાળ કરવી અને પવિત્ર વસ્તુઓ અશુદ્ધ ન થાય તે જોવું;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

28 તેઓનું કામ યહોવાના મંદિરની સેવાને માટે હારુનના પુત્રોની ખિજમતમાં હાજર રહેવાનું હતું. એટલે આંગણાઓમાં, ઓરડાઓમાં તથા સર્વ પવિત્ર વસ્તુઓના શુદ્ધીકરણમાં, એટલે ઈશ્વરના મંદિરની સેવાના કામમાં [હાજર રહેવું].

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

28 તેઓનું કામ, યહોવાહના ભક્તિસ્થાનમાં સેવાને સારુ હારુનના પુત્રોને મદદ કરવાનું હતું. તેઓએ આંગણાઓમાં, ઓરડાઓમાં, સર્વ પવિત્ર વસ્તુઓના શુદ્ધિકરણમાં અને ઈશ્વરના ભક્તિસ્થાનમાં સેવાના કામમાં, હારુનપુત્રોને સહાયરૂપ થવાનું કામ કરવાનું હતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

28 લેવીઓને સોંપાયેલા કામ; યાજકોને એટલે હારુનના વંશજોને મંદિરમાં બલિદાનની વિધિમાં મદદ કરવી. આંગણાઓની તેમજ ઓરડાઓની જવાબદારી યહોવાના પવિત્ર મંદિરમાંની પવિત્ર વસ્તુઓના શુદ્ધિકરણમાં મદદ કરવી.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 23:28
28 Iomraidhean Croise  

મંદિરની ભીંતને અડીને, મંદિરની બે બાજુએ અને તેની પાછળની બાજુએ 2.2 મીટર ઊંચી એવી ત્રણ માળવાળી ઓરડીઓ હતી.


યહોયાદાનો પુત્ર બનાયા દાવિદના અંગરક્ષકોનો ઉપરી હતો; અને દાવિદ રાજાના પુત્રો તેની સેવામાં રહેનાર મુખ્ય પદાધિકારીઓ હતા.


દાવિદની આખરી સૂચનાઓ મુજબ વીસ વર્ષ કે તેથી વધારે વયના બધા લેવીઓની નોંધ કરવામાં આવતી,


ઈશ્વરને સમર્પિત રોટલી, ધાન્ય- અર્પણમાં વપરાતો લોટ, ખમીરરહિત પોળીઓ, શેકેલાં અર્પણો અને ઓલિવ તેલથી મોહેલા લોટ અંગેની તથા મંદિરમાં અર્પવામાં આવતી બધી ચીજવસ્તુઓના તોલમાપની જવાબદારી તેમણે ઉપાડવાની હતી,


રાજાએ તેમને આ પ્રમાણે કામ સોંપ્યું. તેણે ચોવીસ હજારને પ્રભુના મંદિરનો કારભાર સંભાળવા, છ હજારને નોંધણીકારો અને વિવાદોનો ન્યાય આપવા,


તેણે યજ્ઞકારો અને લેવીઓની ટુકડીઓની વ્યવસ્થા, પ્રભુના મંદિરમાંનું સર્વ સેવાકાર્ય તેમજ સેવામાં વપરાતાં સર્વ પાત્રો વિષે સૂચનાઓ આપી.


હવે આપણે આ પ્રમાણે કરવાનું છે. યજ્ઞકારો અને લેવીઓ સાબ્બાથદિને સેવાકાર્ય માટે આવે ત્યારે તમારે ત્રણ સરખી ટુકડીઓ પાડવાની છે: એક ટુકડી મંદિરના દરવાજે ચોકી પહેરો ભરશે,


ફરજ પરના લેવીઓ અને યજ્ઞકારો વિધિગત રીતે પવિત્ર થયેલા છે; તેથી તેમના સિવાય બીજા કોઈને મંદિરમાં પ્રવેશ કરવા દેવાનો નથી. બાકીના લોકો તો પ્રભુની સૂચના પ્રમાણે બહાર રહે.


એ માણસોએ સાથી લેવીઓને એકઠા કર્યા અને પોતાને વિધિગત રીતે શુદ્ધ કર્યા. પછી રાજાના આદેશ પ્રમાણે પ્રભુના નિયમશાસ્ત્ર મુજબ તેમણે મંદિરનું શુદ્ધિકરણનું કામ ઉપાડયું.


ત્યાં તેણે તેમને સંબોધન કર્યું. તેણે કહ્યું, “હે લેવીઓ, મારું સાંભળો; તમારી જાતને શુદ્ધ કરો અને તમારા પૂર્વજોના ઈશ્વર પ્રભુના મંદિરને શુદ્ધ કરો. મંદિરને અશુદ્ધ કરનારી સઘળી વસ્તુઓ તેમાંથી દૂર કરો.


રાજાના આદેશથી તેમણે પ્રભુના મંદિરમાં કોઠારો તૈયાર કરાવ્યા.


હિઝકિયા રાજાએ યજ્ઞકારો અને લેવીઓનાં વિવિધ સેવા પ્રમાણે જૂથ પાડયાં અને સૌને ફરજ વહેંચી આપી. આ ફરજોમાં દહનબલિ અને સંગતબલિ ચડાવવાં, પ્રભુના મંદિરની આરાધનામાં ભાગ લેવો અને મંદિરના જુદા જુદા ભાગમાં આભારસ્તુતિ કરવી વગેરેનો સમાવેશ થતો હતો.


તેથી યરુશાલેમમાં જઈને ત્યાં પ્રભુના મંદિરના ઓરડાઓમાં આગેવાન યજ્ઞકારો, લેવીઓ અને ઇઝરાયલના કુટુંબના વડાઓ સમક્ષ તમે તેમને તોળી આપો ત્યાં સુધી તમે તેમનું ખંતથી રક્ષણ કરો.”


યહૂદાના કુળમાં ઝેરાના ગોત્રમાંના મશેઝાબએલનો પુત્ર પેથાહયા ઈરાનના રાજાના દરબારમાં ઈઝરાયલી લોકનો પ્રતિનિધિ હતો.


મેં ઓરડાનું વિધિપૂર્વકનું શુદ્ધિકરણ કરવા અને તેમાં ઈશ્વરના મંદિરનાં પાત્રો, ધાન્ય-અર્પણો અને લોબાન મૂકવાનો હુકમ કર્યો.


ઈશ્વરભક્ત ગદાલ્યાના પુત્ર હનાનના પુત્રોના ઓરડામાં તેમને એકત્ર કર્યા. આ ઓરડો અધિકારીઓના ઓરડા પાસે અને દ્વારપાલ શાલ્લૂમના પુત્ર માઅસેયાના ઓરડા ઉપર આવેલો હતો.


તે માણસ મને દરવાજામાં થઈને મંદિરની ચારે તરફ આવેલા બહારના ચોકમાં લઈ ગયો. તેની બહારની દીવાલને અડોઅડ ત્રીસ ઓરડીઓ બાંધેલી હતી.


બંધ બારીઓ પર અને પ્રવેશમાર્ગની પાસેના ખંડની બંને બાજુની બહારની દીવાલો પર, મંદિરની ઓરડીઓ અને છત્રો પર ખજૂરીનાં વૃક્ષો કોતરેલાં હતાં.


પછી તે માણસે મને કહ્યું: “આ બંને ઈમારતો પવિત્ર છે. તેમાં પ્રભુની સેવામાં જોડાયેલા યજ્ઞકારો સૌથી પવિત્ર અર્પણો ખાય છે. યજ્ઞકારો અને પવિત્ર ખંડોમાં સૌથી પવિત્ર વસ્તુઓ એટલે ધાન્યઅર્પણ, પ્રાયશ્ર્વિતબલિ અને દોષનિવારણ બલિ મૂકશે.


અંદરના ચોકમાં મંદિરને ફરતે આવેલી ખુલ્લી જગ્યાની દસ મીટરવાળી બાજુને અડીને બહારના ચોકની ફરસબંદીની સામે આવેલા ત્રણ માળમાં ઓરડીઓને એક ઉપર બીજો એમ ઝરુખા હતા.


હું તેમને મંદિરના સામાન્ય સેવક કરે તેવાં સેવાકાર્યોની સોંપણી કરું છું.”


Lean sinn:

Sanasan


Sanasan