Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 23:13 - પવિત્ર બાઇબલ C.L.

13 આમ્રામના પુત્રો: આરોન અને મોશે. આરોન તથા તેના વંશજોને પવિત્ર સાધનસામગ્રી હંમેશા પોતાને હસ્તક રાખી પ્રભુને ધૂપ ચઢાવવા, તેમની સેવા કરવા તથા તેમને નામે લોકોને આશીર્વાદ આપવા અલગ કરવામાં આવ્યા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 આમ્રામના પુત્રો:હારુન તથા મૂસા. હારુન તથા તેના પુત્રો સદા પરમપવિત્ર અસ્તુઓ અર્પે, સદા યહોવાની આગળ ધૂપ બાળે, તેમની સેવા કરે, તથા તેમના નામે આશીર્વાદ આપે, માટે હારુનને જુદો ગણવામાં આવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 આમ્રામના દીકરા : હારુન અને મૂસા. હારુન અને તેના વંશજોને; પરમપવિત્ર વસ્તુઓ અર્પવા, યહોવાહ આગળ ધૂપ બાળવા, તેમની સેવા કરવા અને તેમના નામે આશીર્વાદ આપવા માટે કાયમી ધોરણે, પસંદ કરવામાં આવ્યા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 આમ્રામનાપુત્રો: હારુન અને મૂસા. હારુનને અને તેના વંશજોને કાયમને માટે જુદા પાડવામાં આવ્યા હતા. તેમણે ઉપાસનાની સાધનસામગ્રી સંભાળવાની હતી, યહોવા આગળ ધૂપ કરવાનો હતો, તેની યાજક તરીકે સેવા કરવાની હતી, અને તેને નામે આશીર્વાદ આપવાના હતા.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 23:13
38 Iomraidhean Croise  

કહાથને ચાર પુત્રો હતા: આમ્રામ, યિસ્હાર, હેબ્રોન તથા ઉઝિયેલ.


આમ્રામને બે પુત્રો હતા: આરોન, મોશે; વળી, મિર્યામ નામે એક પુત્રી હતી. આરોનને ચાર પુત્રો હતા: નાદાબ, અબીહૂ, એલાઝાર અને ઇથામાર.


સૂફ, એલ્કાના, માહાથ, આમાસાય.


લોકોએ પડાવમાં મોશેની તથા પ્રભુના સમર્પિત સેવક આરોનની અદેખાઈ કરી;


ઈશ્વરના યજ્ઞકારોમાં મોશે અને આરોન હતા, અને ઈશ્વરને નામે પ્રાર્થના કરનારાઓમાં શમુએલ પણ હતો; તેમણે પ્રભુને અરજ કરી અને તેમણે તેમને ઉત્તર આપ્યો.


“તું શુદ્ધ સોનાનું એક પાત્ર લે અને તારે તેના પર મુદ્રાની કોતરણી પ્રમાણે આ શબ્દો કોતરવા: ‘યાહવેને સમર્પિત.’


હું મંડપ તથા વેદીને પવિત્ર કરીશ અને આરોન તથા તેના પુત્રોને યજ્ઞકારો તરીકે મારી સેવા બજાવવા માટે હું અલગ કરીશ.


આમ્રામે પોતાની ફોઈ યોખેબેદ સાથે લગ્ન કર્યાં અને યોખેબેદને આરોન અને મોશે જન્મ્યા. આમ્રામ 137 વર્ષ જીવ્યો.


“તમારે ઈશ્વરને માટે અલગ કરાયેલ અને સામાન્ય વપરાશને માટે રાખેલ વસ્તુઓ વચ્ચેનો તથા વિધિગત રીતે શુદ્ધ અને અશુદ્ધ વચ્ચેનો ભેદ પારખવાનો છે.


પ્રભુએ આરોનને કહ્યું, “પવિત્રસ્થાનની સેવા કરતાં થયેલા ગુન્હાની જવાબદારી તારે, તારા પુત્રાને અને લેવીઓને શિરે રહેશે પરંતુ યજ્ઞકાર પદને લગતી સેવા બજાવતાં થયેલા ગુનાહાની જવાબદારી કેવળ તારી અને તારા પુત્રોની રહેશે.


આમ્રામની પત્નીનું નામ યોખેબેદ હતું. તે લેવીકુળની હતી અને ઇજિપ્તમાં જન્મી હતી. આમ્રામને તેનાથી આરોન, મોશે અને મિર્યામ જન્મ્યાં હતાં.


કહાથના ગોત્રમાં આમ્રામ, યિસ્હાર, હેબ્રોન અને ઉઝ્ઝિયેલ એટલાં કુટુંબો હતાં.


યજ્ઞકારોના રિવાજ પ્રમાણે વેદી પર ધૂપ બાળવા માટે ચિઠ્ઠી નાખતાં તેની પસંદગી કરવામાં આવી હતી.


તેઓ પ્રભુનું ભજન કરતા હતા અને ઉપવાસ પર હતા, ત્યારે પવિત્ર આત્માએ તેમને કહ્યું, “બાર્નાબાસ અને શાઉલને મેં જે કાર્ય સોંપ્યું છે તે માટે તેમને મારે માટે અલગ કરો.”


ઈસુ ખ્રિસ્તનો સેવક હું પાઉલ તમને લખું છું. ઈશ્વરે મને પ્રેષિત તરીકે પસંદ કર્યો છે, અને તેમના શુભસંદેશના પ્રચાર માટે અલગ કર્યો છે.


પણ મારો જન્મ થયા પહેલાં ઈશ્વરે તેમની કૃપામાં મને પસંદ કર્યો હતો અને તેમની સેવા કરવા માટે મને અલગ કર્યો છે.


તે સમયે પ્રભુએ લેવીના વંશજોને પ્રભુના કરારની પેટી ઊંચકવા, પ્રભુની સમક્ષ યજ્ઞકારો તરીકે સેવા બજાવવા અને પ્રભુને નામે આશીર્વચન ઉચ્ચારવા નીમ્યા; અને આજે પણ તેઓ તેમની એ ફરજો બજાવે છે.


લેવીકુળના યજ્ઞકારોએ પણ ત્યાં જવું; કારણ, તમારા ઈશ્વર પ્રભુએ તેમને તેમની સેવા કરવા માટે અને પ્રભુને નામે આશીર્વાદ ઉચ્ચારવા પસંદ કર્યા છે, અને હરેક વિવાદ અને હરેક હિંસાનો નીવેડો તેમના કહેવા પ્રમાણે કરવાનો છે.


કોઈ વ્યક્તિ પ્રમુખ યજ્ઞકાર થવાનું માન પોતે જ પસંદ કરતી નથી, પરંતુ આરોનની જેમ ફક્ત ઈશ્વરના આમંત્રણ અનુસાર જ માણસ પ્રમુખ યજ્ઞકાર બને છે.


સોનાનું ધૂપપાત્ર લઈને એક બીજો દૂત આવ્યો અને વેદી આગળ ઊભો રહ્યો. ઈશ્વરના લોકોની પ્રાર્થનાઓમાં ઉમેરો કરવા માટે તેને ખૂબ ધૂપદ્રવ્ય આપવામાં આવ્યું હતું. તે ધૂપદ્રવ્ય રાજ્યાસનની સામેની સુવર્ણ વેદી પર ચઢાવવાનું હતું.


ઇઝરાયલનાં બધાં કુળોમાંથી મારા યજ્ઞકાર બનવા માટે, વેદી પર સેવા કરવા માટે, ધૂપ બાળવા માટે અને એફોદ પહેરીને મારી સેવામાં ઊભા રહેવા માટે મેં આરોનના કુટુંબની પસંદગી કરી. મેં તેમને વેદી પરના દહનબલિમાંથી હિસ્સો લેવાનો હક્ક આપ્યો.


Lean sinn:

Sanasan


Sanasan