Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 22:9 - પવિત્ર બાઇબલ C.L.

9 પણ તને એક પુત્ર થશે; તે શાંતિપ્રિય થશે; હું તેને આસપાસના સર્વ શત્રુઓથી શાંતિ આપીશ. તેનું નામ શલોમોન (શાંતિ) થશે, કારણ, તેના અમલ દરમ્યાન હું ઇઝરાયલને શાંતિ અને સલામતી આપીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 તને પુત્ર થશે, તે શાંતિશીલ પુરુષ થશે; અને તેના ચારે તરફના તમામ શત્રુઓથી હું તેને વિશ્રાંતિ આપીશ. તેનું નામ સુલેમાન થશે, ને હું તેની કારકિર્દીમાં ઇઝરાયલને સુલેહ તથા શાંતિ આપીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 જો કે, તને એક પુત્ર થશે જે શાંતિશીલ માણસ હશે. હું તેને ચારેતરફના શત્રુઓથી રાહત આપીશ. તેનું નામ સુલેમાન અપાશે અને તેના રાજ્યકાળ દરમિયાન ઇઝરાયલમાં સુલેહ તથા શાંતિ જળવાશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 પણ તને એક પુત્ર થશે; તે શાંતિપૂર્વક રાજ્ય કરશે, કારણકે આસપાસના શત્રુ દેશો તરફથી હું તેને સુરક્ષિત બનાવીશ. તેને સુલેમાન નામ અપાશે અને તેના રાજ્યકાળ દરમ્યાન ઇસ્રાએલ શાંતિ અનુભવશે.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 22:9
24 Iomraidhean Croise  

તાત્કાલિક દાવિદ રાજા પાસે જઈને તેમને કહો કે, ‘હે રાજા, મારા માલિક, તમારા પછી મારો પુત્ર શલોમોન રાજા બનશે એવું શપથપૂર્વક વચન તમે નહોતું આપ્યું? તો પછી અદોનિયા રાજા કેમ થઈ બેઠો છે?”


તેણે જવાબ આપ્યો, “તમે જાણો છો કે મારે રાજા બનવાનું હતું; ઇઝરાયલમાં સૌ કોઈની એ અપેક્ષા હતી. પણ એથી ઊલટું જ થયું. મારો ભાઈ રાજા બની ગયો, કારણ, એ પ્રભુની ઇચ્છા હતી.


હે મારા ઈશ્વર પ્રભુ, હું ઘણો જુવાન છું અને સૈન્યને આગેવાની આપવાનો મને અનુભવ નથી. છતાં તમે મને મારા પિતા પછી રાજા બનાવ્યો છે.


યહૂદિયા અને ઇઝરાયલના લોકો સમુદ્રકિનારાની રેતી જેટલા અગણિત હતા; તેઓ ખાઈપીને આનંદ કરતા.


શલોમોને યુફ્રેટિસ પર આવેલા તિફસાથી છેક ગાઝા નગર સુધી એટલે યુફ્રેટિસ નદીની પશ્ર્વિમના સમગ્ર પ્રદેશ પર રાજ્ય કર્યું. યુફ્રેટિસની પશ્ર્વિમે આવેલા સર્વ રાજાઓ તેને તાબે હતા અને સર્વ પડોશી દેશો સાથે તેને શાંતિ હતી.


તે જીવ્યો ત્યાં સુધી દાનથી બેરશેબા સુધી સમગ્ર યહૂદિયા અને ઇઝરાયલમાં લોકો સલામતીમાં જીવતા. પ્રત્યેક કુટુંબને પોતાની દ્રાક્ષવાડી અને અંજીરીઓ હતી.


પણ મારા ઈશ્વર પ્રભુએ મારી સર્વ સરહદો પર શાંતિ આપી છે, હવે કોઈ શત્રુ નથી કે હુમલાનો કોઈ ભય નથી.


“પોતાના વચન પ્રમાણે પોતાના લોકને શાંતિ બક્ષનાર પ્રભુની સ્તુતિ થાઓ. પોતાના સેવક મોશે દ્વારા આપેલાં સર્વ ઉદાર વચનો તેમણે અક્ષરસ:પૂરાં કર્યાં છે.


તારું આયુષ્ય પૂરું થતાં તું તારા પૂર્વજો સાથે મળી જઈશ ત્યારે તારા પુત્રોમાંના એકને હું રાજા બનાવીશ અને તેના રાજ્યને દૃઢ કરીશ.


તેણે કહ્યું, “તમારા ઈશ્વર પ્રભુ તમારી સાથે છે અને તમને ચારે તરફથી શાંતિ બક્ષી છે. આ દેશના મૂળ વતનીઓ પર તેમણે મને વિજય પમાડયો છે અને હવે તે તમારા અને પ્રભુના તાબેદાર છે.


તમે તમારે મુખે મારા પિતા દાવિદને આપેલું વચન પાળ્યું છે; તમારે હાથે એ આજે અક્ષરસ: પૂર્ણ થયું છે.


ઈશ્વર એ વિષે કંઈ ન કરે તો ય એમની ટીકા કોણ કરી શકે? અથવા તે પોતાનું મુખ સંતાડે તો તેમને કોણ જોઈ શકે? કોઈ પ્રજા કે કોઈ વ્યક્તિની એવી મગદૂર નથી.


હે ઈશ્વર, અમારા રાજાને તમારા જેવો અદલ ઇન્સાફ કરનાર બનાવો, તેના રાજવી વ્યક્તિત્વને ન્યાયપ્રિયતા પ્રદાન કરો.


તેના સમયમાં નેકી પાંગરો, અને ચંદ્ર ન રહે ત્યાં સુધી સમૃદ્ધિ ટકી રહો.


હે પ્રભુ, તમે જ અમારું કલ્યાણ કરો છો; અમારી સર્વ સફળતા તમારા કાર્યનું પરિણામ છે.


હું પ્રકાશનો ર્ક્તા છું અને અંધકારનો સર્જક છું. આશિષ અને આફત એ બન્‍ને ઉતારનાર હું જ છું. હું પ્રભુ એ બધું કરું છું.


હું નજીક કે દૂરના સૌ કોઈને શાંતિ આપીશ. હું લોકને સાજા કરીશ.


પ્રભુ કહે છે, “હું તેનામાં સમૃદ્ધિની નદી વહાવીશ અને છલક્તા ઝરણાની જેમ પ્રજાઓની સંપત્તિ તમારી પાસે આવશે. માતા પોતાના બાળકને સ્તનપાન કરાવે, તેને કેડે ઊંચકી લે અને તેને ખોળામાં લાડ લડાવે એમ હું તમારું પાલનપોષણ કરીને તમારો ઉછેર કરીશ.


ત્યારે નવું મંદિર જૂના કરતાં વિશેષ વૈભવી થશે, અને હું મારા લોકને સમૃદ્ધિ અને શાંતિ બક્ષીસ.” સર્વસમર્થ પ્રભુ એ બોલ્યા છે.


ગિદિયોને ત્યાં પ્રભુને માટે એક વેદી બાંધી અને તેનું નામ ‘યાહવે-શાલોમ’ (પ્રભુ જ શાંતિ) પાડયું. આજે પણ તે અબીએઝેર ગોત્રના ઓફ્રા ગામે ઊભી છે.


Lean sinn:

Sanasan


Sanasan