Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 22:6 - પવિત્ર બાઇબલ C.L.

6 તેણે પોતાના પુત્ર શલોમોનને બોલાવ્યો અને તેને ઇઝરાયલના ઈશ્વર પ્રભુ માટે મંદિર બાંધવાનું કામ સોંપ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 પછી તેણે પોતાના પુત્ર સુલેમાનને તેડાવ્યો, ને ઇઝરાયલના ઈશ્વર યહોવાને માટે મંદિર બાંધવાની તેને સોંપણી કરી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 પછી તેણે પોતાના પુત્ર સુલેમાનને બોલાવ્યો અને ઇઝરાયલના ઈશ્વર યહોવાહના ભક્તિસ્થાન બાંધવા માટે તેને આજ્ઞા આપી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 પછી તેણે પોતાના પુત્ર સુલેમાનને બોલાવી, ઇસ્રાયેલના દેવ યહોવા માટે એક મંદિર બાંધવાની આજ્ઞા કરી.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 22:6
15 Iomraidhean Croise  

ફેરોએ પોતાના માણસોને અબ્રામ વિષે આજ્ઞા આપી એટલે તેઓ અબ્રામને તેની પત્ની અને તેની સઘળી સંપત્તિ સાથે દેશ બહાર મૂકી આવ્યા.


રાજા દાવિદ પોતાના મહેલમાં ઠરીઠામ થયો અને પ્રભુએ તેને તેની આસપાસના સર્વ શત્રુઓથી સલામત રાખ્યો.


દાવિદનો અંત નજીક આવ્યો હતો અને તેથી તેણે શલોમોનને બોલાવીને આ પ્રમાણે છેલ્લી સૂચનાઓ આપી:


હવે દાવિદ રાજા પોતાના મહેલમાં રહેતો હતો. એક દિવસે તેણે નાથાન સંદેશવાહકને બોલાવી તેને કહ્યું, “હું અહીં ગંધતરુના મહેલમાં રહું છું, પણ પ્રભુની કરારપેટી તો તંબૂમાં રાખવામાં આવે છે!”


દાવિદે તેમની સમક્ષ ઊભા રહીને કહ્યું, “મારા ભાઈઓ અને પ્રજાજનો, મારું સાંભળો. પ્રભુની કરારપેટી માટે કાયમી વિરામસ્થાન એટલે, ઈશ્વરના પાયાસન માટે નિવાસસ્થાન બાંધવાનું મારા મનમાં હતું. એ બાંધવાની તૈયારી પણ મેં કરી હતી.


અને જેમ પ્રભુએ મોશેને આજ્ઞા આપી હતી તે પ્રમાણે તેણે તેને માથે હાથ મૂકીને તેને પોતાના અનુગામી તરીકે નીમ્યો.


ત્યાં સુધી તેમણે કરેલાં કાર્યો તથા તેમના શિક્ષણ વિષે મેં મારા પ્રથમ પુસ્તકમાં તમને લખ્યું હતું. તેમને લઈ લેવામાં આવ્યા તે પહેલાં પવિત્ર આત્માના સામર્થ્ય દ્વારા તેમણે પોતાના પસંદ કરેલા પ્રેષિતોને આદેશ આપ્યો.


ત્યાર પછી પ્રભુએ મોશેને કહ્યું, “જો, તારા મૃત્યુનો દિવસ પાસે આવી રહ્યો છે; માટે યહોશુઆને બોલાવ અને તમે બંને મુલાકાતમંડપમાં હાજર થાઓ જેથી હું તેની નિમણૂક કરું.” મોશે અને યહોશુઆ મંડપમાં ગયા;


પછી પ્રભુએ નૂનના પુત્ર યહોશુઆની નિમણૂંક કરતાં તેને કહ્યું, “બળવાન તથા હિંમતવાન થા. ઇઝરાયલીઓને જે દેશ આપવાના મેં શપથ લીધા છે તેમાં તું તેમને દોરી જશે અને હું તારી સાથે રહીશ.”


ઈશ્વરની, ઈસુ ખ્રિસ્તની અને પવિત્ર દૂતોની સમક્ષ હું ગંભીર આજ્ઞા કરું છું કે, તું કોઈપણ જાતના પૂર્વગ્રહ કે પક્ષપાત વગર આ સૂચનાઓને આધીન થા.


ઈશ્વરપિતા અને જીવતાં તથા મૃત્યુ પામેલાં સૌનો ન્યાય કરનાર ઈસુ ખ્રિસ્તની સમક્ષતામાં તેમના પુનરાગમન અને રાજની આણ દઈને હું તને આજ્ઞા આપું છું કે,


Lean sinn:

Sanasan


Sanasan