Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 22:5 - પવિત્ર બાઇબલ C.L.

5 દાવિદે કહ્યું, “મારો પુત્ર શલોમોન જે મંદિર બાંધશે તે ભવ્ય, સુંદર અને વિશ્વવિખ્યાત થવું જોઈએ. પણ તે જુવાન અને બિનઅનુભવી છે; તેથી મારે અગાઉથી તેની પૂરી તૈયારી કરવી જોઈએ.” એમ દાવિદે પોતાના મરણ અગાઉ પુષ્કળ સાધનસામગ્રી એકત્ર કરી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 દાઉદે કહ્યું, “મારો પુત્ર સુલેમાન જુવાન ને બિનનુભવી છે, ને યહોવાને માટે જે મંદિર બાંધવાનું છે તે અતિ ભવ્ય, સર્વ દેશોમાં અતિ પ્રખ્યાત તથા શોભાયમાંન થવું જોઈએ; તેથી હું તેને માટે આગળથી તૈયારી કરીશ.” આ પ્રમાણે દાઉદે પોતાના મરણ અગાઉ પુષ્કળ તૈયારી કરી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 દાઉદે કહ્યું, “મારો પુત્ર સુલેમાન યુવાન તથા બિનઅનુભવી છે અને યહોવાહ માટે જે ભક્તિસ્થાન બાંધવાનું છે તે ખૂબ ભવ્ય હોવું જોઈએ, જેથી બીજા સર્વ પ્રદેશોમાં તે વિખ્યાત અને શોભાયમાન થાય. તેથી હું તેની તૈયારી કરીશ.” તેથી દાઉદે, પોતાના મૃત્યુ અગાઉ પુષ્કળ તૈયારી કરી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 દાઉદે જણાવ્યું, “મારો પુત્ર સુલેમાન યુવાન અને બિનઅનુભવી છે. યહોવા માટે જે મંદિર બાંધવાનું છે તે ખૂબ ભવ્ય અને દેશવિદેશમાં વિખ્યાત થવું જોઇએ. એટલે તેના માટે બધો જ સામાન મારે જ ભેગો કરવો જોઇએ.” આથી તેણે પોતાના મૃત્યુ પહેલા બાંધકામની સર્વ સામગ્રી એકઠી કરી તૈયાર કરી નાખી.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 22:5
22 Iomraidhean Croise  

હે મારા ઈશ્વર પ્રભુ, હું ઘણો જુવાન છું અને સૈન્યને આગેવાની આપવાનો મને અનુભવ નથી. છતાં તમે મને મારા પિતા પછી રાજા બનાવ્યો છે.


આ બુલંદ મંદિર ખંડિયેર બની જશે અને તેની પાસે થઈને જનારા આશ્ર્વર્ય અને આઘાત અનુભવશે. તેઓ પૂછશે, ‘પ્રભુએ આ દેશની અને આ મંદિરની આવી દશા કેમ કરી?’


દાવિદ રાજાએ આખી સભાને કહ્યું, “ઈશ્વરે મારા પુત્ર શલોમોનને જ પસંદ કર્યો છે, પણ તે હજુ જુવાન અને બિનઅનુભવી છે અને કામ મોટું છે. કારણ, આ તો માણસ માટેનો મહેલ નહિ, પણ પ્રભુનું મંદિર બાંધવાનું છે.


તે પછી કેટલાક અધમ બંડખોરોનું જૂથ ઊભું કરીને તે શલોમોનના પુત્ર રહાબામની સામે પડીને પ્રબળ થયો; કારણ, રહાબામ જુવાન અને બિનઅનુભવી હોવાથી તેનો સામનો કરી શકે તેમ નહોતો.


મારા ઈશ્વર પ્રભુના સન્માનાર્થે હું મંદિર બંધાવું છું. એ પવિત્રસ્થાનમાં હું અને મારા લોક સુગંધીદ્રવ્યોનો ધૂપ બાળીને તેમની ભક્તિ કરીશું, અને ત્યાં જ પ્રભુ અમારા ઈશ્વરના સન્માનાર્થે રોજ સવાર-સાંજ, પ્રત્યેક સાબ્બાથે, ચાંદ્રમાસના પ્રથમ દિવસે અને બીજા પવિત્ર દિવસોએ દહનબલિ ચઢાવીશું. તેમણે હમેશાં એમ કરવાની ઇઝરાયલને આજ્ઞા આપી છે.


જે મંદિર હું બાંધવાનો છું તે ઘણું મોટું થશે; કારણ, બીજા સર્વ દેવો કરતાં અમારા ઈશ્વર મોટા છે.


તમારા કઠિયારા પણ નિપુણ છે તે હું જાણું છું. તેથી મને લબાનોનમાંથી ગંધતરું, દેવદાર અને સુખડનાં લાકડાં મોકલી આપો. મોટા પ્રમાણમાં ઈમારતી લાકડાં મોકલી આપો. મોટા પ્રમાણમાં ઈમારતી લાકડાં તૈયાર કરવામાં તમારા માણસોને મદદ કરવા હું મારા માણસોને મોકલીશ; કારણ, મારે મોટું અને ભવ્ય મંદિર બંધાવવાનું છે.


“અત્યારે તો આ ભવ્ય મંદિરની પ્રશંસા થાય છે, પણ ત્યારે તેની પાસે થઈને પસાર થનાર પ્રત્યેક વ્યક્તિ આશ્ર્વર્યચકિત થઈ પૂછશે, ‘પ્રભુએ આ દેશ અને આ મંદિરની આવી દુર્દશા કેમ કરી છે?’


ઘણા વયોવૃદ્ધ યજ્ઞકારો, લેવીઓ અને ગોત્રોના આગેવાનોએ પ્રથમનું મંદિર જોયું હતું. તેમણે જ્યારે મંદિરનો પાયો નંખાતો જોયો ત્યારે તેમણે પોક મૂકીને વિલાપ કર્યો. પણ બીજા કેટલાકે તો હર્ષનો પોકાર પાડયો.


એકવેળાએ હું પણ મારા પિતાનું બાળક હતો, અને કુમળી વયે માનો લાડકો હતો.


જે કંઈ કામ તારા હાથમાં આવે તે તારી પૂરી તાક્તથી કર. કારણ, તારા મૃત્યુ પછી તારે મરેલાંની દુનિયામાં જવાનું છે, જ્યાં કોઈ કામ, યોજના, જ્ઞાન કે બુદ્ધિ નથી.


અમારું મંદિર, પવિત્ર અને ભવ્ય ધામ જ્યાં અમારા પૂર્વજો તમારી ઉપાસના કરતા હતા તેને આગમાં બાળી નાખવામાં આવ્યું છે. અમારાં સર્વ મનોરંજક સ્થાનો ખંડિયેર બની ગયાં છે.


એકવાર તેમને પોતાનાં સુંદર આભૂષણોનો ગર્વ હતો અને તેમાંથી જ તેમણે પોતાને માટે ધૃણાસ્પદ અને નફરતજન્ય મૂર્તિઓ બનાવી. તેથી હું તેમને માટે એ આભૂષણો વિષ્ટા જેવાં કરી દઈશ.


“આ મંદિરનો અગાઉનો વૈભવ જોયો હોય એવો કોઈ તમારામાં હજી હયાત છે? અત્યારે તે તમને કેવું લાગે છે? એ તમને મામૂલી નથી લાગતું?


ત્યારે નવું મંદિર જૂના કરતાં વિશેષ વૈભવી થશે, અને હું મારા લોકને સમૃદ્ધિ અને શાંતિ બક્ષીસ.” સર્વસમર્થ પ્રભુ એ બોલ્યા છે.


કેટલાક લોકો સુંદર પથ્થરક્મ તેમ જ ઈશ્વરને અર્પેલી વસ્તુઓથી મંદિર કેવું શોભતું હતું તે વિષે વાત કરતા હતા. એટલે ઈસુએ કહ્યું,


પાસ્ખાપર્વની આગળનો દિવસ હતો. આ દુનિયા છોડીને પિતા પાસે જવાનો સમય આવી પહોંચ્યો છે એવું જાણીને આ દુનિયામાં જેમના પર ઈસુ પ્રેમ રાખતા હતા તેઓ પર તેમણે અંત સુધી પ્રેમ રાખ્યો.


તેમનું મહત્ત્વ વધતું જાય અને મારું મહત્ત્વ ઘટતું જાય એ જરૂરી છે.”


જ્યાં સુધી દિવસ છે ત્યાં સુધી મને મોકલનારનાં કાર્યો આપણે ચાલુ રાખવાં જ જોઈએ. રાત આવે છે, જ્યારે કોઈથી ક્મ કરી શક્તું નથી.


Lean sinn:

Sanasan


Sanasan