Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 22:2 - પવિત્ર બાઇબલ C.L.

2 દાવિદ રાજાએ ઇઝરાયલ દેશમાં વસતા સર્વ પરદેશીઓને એકત્ર કરવા આજ્ઞા આપી, અને તેણે તેમને કામે લગાડયા. કેટલાકને તેણે મંદિર માટે પથ્થરો ઘડવા સલાટો તરીકે નીમ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 ઈઝરાયલના દેશમાં જે પરદેશીઓ હતા તેઓને એકત્ર કરવાની દાઉદે આજ્ઞા આપી, અને ઈશ્વરનું મંદિર બાંધવાને જોઈતા પથ્થર ઘડવા માટે સલાટોને તેણે કામે લગાડ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 દાઉદે ઇઝરાયલમાં રહેતા સર્વ વિદેશીઓને ભેગા કરવાની આજ્ઞા આપી. તેણે તેઓને, ઈશ્વરનું ભક્તિસ્થાન બાંધવા માટે પથ્થર કાપનારાઓ તરીકે નીમી, પથ્થરો કાપવાના કામે લગાડી દીધા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 દાઉદે ઇસ્રાએલ રહેતા બધા વિદેશીઓને ભેગા કરવાનો હુકમ આપ્યો. અને તેમને દેવનું મંદિર બાંધવા માટે પથ્થરો ઘડવા સલાટ તરીકે કામે લગાડી દીધા.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 22:2
16 Iomraidhean Croise  

તૂરના રાજા હિરામે દાવિદ પાસે રાજદૂતો મોકલ્યા. તેણે દાવિદને મહેલ બાંધવા માટે ગંધતરુનાં લાકડાં, સુથારો અને શિલ્પકારો પૂરા પાડયાં.


ખાણમાં જ ઘડેલા પથ્થરો મંદિરના બાંધકામમાં વપરાતા હતા, તેથી મંદિર બંધાતું હતું ત્યારે તેમાં હથોડીઓ, કુહાડીઓ કે અન્ય કોઈ લોખંડી ઓજારનો અવાજ થતો નહોતો.


અને તેઓ તેમાંથી પ્રભુના મંદિરની મરામત કરનાર સુથારોને, બાંધકામના કારીગરોને, કડિયાઓને તથા સલાટોને ચૂકવણું કરતા. વળી, સમારકામ માટે જોઈતાં ઈમારતી લાકડાં અને પથ્થરોની ખરીદી અને બીજા ખર્ચ પેટે બધા પૈસા ચૂકવતા.


એમાંથી તેમણે સુથારો, સલાટો અને કડિયાઓને વેતન ચૂકવવું અને મરામત માટે લાકડું અને ખાણના પથ્થર ખરીદવાં.


તુરના રાજા હિરામે દાવિદ પાસે એલચીઓ મોકલ્યા અને રાજમહેલ બાંધવા ગંધતરુનાં લાકડાં, કડિયા તથા સુથારો મોકલ્યા.


દાવિદ રાજાએ આખી સભાને કહ્યું, “ઈશ્વરે મારા પુત્ર શલોમોનને જ પસંદ કર્યો છે, પણ તે હજુ જુવાન અને બિનઅનુભવી છે અને કામ મોટું છે. કારણ, આ તો માણસ માટેનો મહેલ નહિ, પણ પ્રભુનું મંદિર બાંધવાનું છે.


તમારે જોઈતાં ગંધતરુનાં બધાં લાકડાં અમે લબાનોનમાંથી કપાવીશું, અને તરાપા પર બાંધીને દરિયાઈ માર્ગે યાફા સુધી પહોંચાડીશું. ત્યાંથી તમે તે યરુશાલેમ લઈ જઈ જજો.”


શલોમોને પોતાના પિતા દાવિદે કરી હતી તેવી વસ્તીગણતરી ઇઝરાયલ દેશમાં વસતા સર્વ પરદેશીઓની કરાવી. એમની સંખ્યા એક લાખ ત્રેપન હજાર છસો થઈ.


લોકોએ સલાટો અને સુથારોનું વેતન ચૂકવવા પૈસા આપ્યા અને સમુદ્રમાર્ગે યાફા સુધી લાવવાનાં લબાનોનનાં ગંધતરુનાં લાકડાં માટે તૂર અને સિદોન શહેરોને મોકલવા ખોરાકપાણી અને ઓલિવ તેલ આપ્યાં. એ બધું ઈરાનના સમ્રાટ કોરેશની પરવાનગી પ્રમાણે કરવામાં આવ્યું.


તે સમયે તમે ખ્રિસ્ત વગરના હતા. તમે પરદેશી હતા અને ઈશ્વરના પસંદ કરેલા ઇઝરાયલી લોકમાં તમારી ગણતરી કરવામાં આવતી નહોતી. ઈશ્વરે પોતાના લોકને આપેલાં વચનો પર આધારિત કરારોમાં તમારે કોઈ લાગભાગ ન હતો. તમે આ દુનિયામાં આશારહિત અને ઈશ્વર વગર જીવતા હતા.


Lean sinn:

Sanasan


Sanasan