Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 22:19 - પવિત્ર બાઇબલ C.L.

19 તો હવે તમારા પૂરા હૃદય અને જીવથી પ્રભુના નામના સન્માનાર્થે જે મંદિર બાંધવાનું છે તેનું કામ ઉપાડો કે જેથી તમે તેમાં પ્રભુની કરારપેટી તથા તેમનું ભજન કરવા વપરાતી તમામ પવિત્ર સાધનસામગ્રી લાવીને રાખી શકો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 તો હવે તમારા ઈશ્વર યહોવાની ભક્તિ કરવામાં તમારું અંત:કરણ તથા તમારો જીવ લગાડો. અને યહોવાના નામને માટે જે મંદિર બાંધવાનું છે, તેમાં યહોવાનો કરારકોશ તથા ઈશ્વરનાં પવિત્ર પાત્રો લાવવા માટે તમે યહોવા ઈશ્વરનું પવિત્રસ્થાન બાંધવાને તૈયાર થાઓ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 હવે પૂરા હૃદયથી યહોવાહ તમારા ઈશ્વરની ભક્તિમાં મન લગાડો. તૈયાર થઈ જાઓ અને યહોવાહ ઈશ્વર માટે પવિત્રસ્થાન બાંધો. પછી તમે યહોવાહના કરારકોશને અને ઈશ્વરનાં પવિત્ર પાત્રોને યહોવાહના નામે જે ભક્તિસ્થાન બાંધવામાં આવે છે તેમાં લાવો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 આથી હવે પૂરા હૃદયથી યહોવા, તમારા દેવના હૂકમોને પાળો. ઊભા થાવ અને યહોવા આપણા દેવ માટે પવિત્રસ્થાન બનાવો. ટૂંક સમયમાં તમે યહોવાના કરારકોશને અને દેવના પવિત્ર વાસણોને મંદિરમાં લાવશો જે યહોવાને નામે સમર્પિત કરવામાં આવશે.”

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 22:19
24 Iomraidhean Croise  

“તમે જાણો છો કે મારા પિતા દાવિદ પોતાના ઈશ્વર પ્રભુના નામ અર્થે મંદિર બંધાવી શક્યા નહિ; કારણ, પ્રભુ તેમના સર્વ શત્રુઓને તેમના તાબામાં લાવ્યા ત્યાં સુધી પોતાની આસપાસના શત્રુ દેશો સાથે તે યુદ્ધમાં સતત રોક્યેલા હતા.


આપણા પૂર્વજોને પ્રભુએ ઇજિપ્તમાંથી મુક્ત કર્યા ત્યારે તેમણે તેમની સાથે જે કરાર કર્યો હતો તેની શિલાપાટીઓ કરારપેટીમાં છે અને કરારપેટી માટે મેં મંદિરમાં સ્થાન તૈયાર કર્યું છે.


પછી યજ્ઞકારોએ કરારપેટી ઉપાડીને મંદિરમાં પરમ પવિત્રસ્થાનમાં કરુબોની વચમાં તેમની પાંખો નીચે મૂકી.


તમે તેમના પવિત્ર નામ વિષે ગર્વ કરો; પ્રભુના ભક્તોનાં હૃદય આનંદિત થાઓ.


સહાયને માટે પ્રભુ તથા તેમના સામર્થ્યને શોધો, નિત્ય તેમની સન્મુખ ભજન કરો.


વળી, સલાટો, કડિયા, સુથાર અને સોનું, ચાંદી, તાંબુ અને લોખંડનું કામ કરનાર અસંખ્ય નિપુણ કારીગરો પણ છે. તો હવે કામ શરૂ કર, અને પ્રભુ તારી સાથે હો.”


દાવિદે શલોમોનને કહ્યું, “બેટા, ઈશ્વર મારા પ્રભુના નામના સન્માર્થે મંદિર બાંધવાની મારી ઇચ્છા હતી.


તેણે શલોમોનને કહ્યું, “મારા દીકરા, તું મારા પિતાના ઈશ્વરનો સ્વીકાર કર અને સંપૂર્ણ દિલથી અને રાજીખુશીથી તેમની સેવા કર. તે આપણા સૌના વિચારો અને ઈરાદાઓ જાણે છે. જો તું તેમને શોધશે, તો તે તને મળશે; પણ જો તું તેમનો ત્યાગ કરીશ તો તે તને સદાને માટે તજી દેશે.


યહોશાફાટ ગભરાયો અને તેણે મદદને માટે પ્રભુને પ્રાર્થના કરી. પછી તેણે સમસ્ત દેશમાં ઉપવાસ જાહેર કર્યો.


પછી યજ્ઞકારો પ્રભુની કરારપેટી ઊંચકીને મંદિરમાં લઈ ગયા અને તેને કરુબોની પાંખો નીચે પરમ પવિત્રસ્થાનમાં મૂકી.


મેં મંદિરમાં કરારપેટી મૂકી છે; જેમાં ઇઝરાયલી લોકો સાથે પ્રભુએ કરેલા કરારની શિલાપાટીઓ છે.”


ઈશ્વરનાં સાક્ષ્યવચનો પાળનારાઓને તથા સંપૂર્ણ દયથી તેમની શોધ કરનારાઓને ધન્ય છે.


કોઈ સમજુ કે ઈશ્વરની ઝંખના સેવનાર છે કે કેમ તે જોવાને પ્રભુ સ્વર્ગમાંથી માનવજાત પર દષ્ટિ કરે છે.


પ્રભુ પાસે મેં માત્ર એક વરદાન માગ્યા કર્યું છે, અને હું તેની જ ઝંખના રાખું છું; એટલે કે, પ્રભુનું ઘર મારું જીવનભરનું નિવાસ્થાન થાય; જેથી હું પ્રભુના સૌંદર્યનું અવલોકન કરું, અને તેમના મંદિરમાં તેમનું ધ્યાન ધરું!


લોકો મારે માટે પવિત્ર નિવાસસ્થાન બનાવે, જેથી હું તેમની વચમાં રહું.


હે યરુશાલેમ, ઊઠ, પ્રકાશિત થા કારણ, તારા પર પ્રકાશ પડયો છે. તારા પર પ્રભુના મહિમાનો ઉદય થયો છે.


જ્યારે તમે મને શોધશો, હા, જ્યારે તમારા સાચા દયથી શોધશો ત્યારે હું તમને મળીશ.


મેં ઉપવાસ સહિત તાટ પહેરીને અને રાખમાં બેસીને પ્રભુ ઈશ્વરને આગ્રહપૂર્વક વિનંતી કરી.


તમારી હાલની સ્થિતિનો યાનપૂર્વક વિચાર કરો.


તો હવે પહાડી પ્રદેશમાંથી લાકડાં લાવીને મંદિર બાંધો. એથી હું પ્રસન્‍ન થઈશ અને એથી મારો મહિમા થશે.


લોકોને ઈશ્વરની કૃપા મળેલી જોઈને તેને ખૂબ આનંદ થયો. તેણે સૌને પોતાના પૂરા દયથી પ્રભુને નિષ્ઠાપૂર્વક વળગી રહેવા આગ્રહ કર્યો.


તો હવે વિલંબ શા માટે કરે છે? ઊઠ, બાપ્તિસ્મા લે, અને તેમને નામે વિનંતી કરીને પાપની માફી પ્રાપ્ત કર.’


તમે ત્યાં પણ તમારા ઈશ્વર પ્રભુને શોધશો એટલે તમારા સંપૂર્ણ દયથી અને પૂરા અંત:કરણથી તેમની ખોજ કરશો તો તે તમને મળશે.


Lean sinn:

Sanasan


Sanasan