Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 21:7 - પવિત્ર બાઇબલ C.L.

7 એ કાર્યથી નારાજ થઈને ઈશ્વર ઇઝરાયલ પર શિક્ષા લાવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 આ કામથી ઈશ્વર અપ્રસન્‍ન થયા માટે તે ઇઝરાયલ પર આફત લાવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 ઈશ્વર આ કામથી નારાજ થયા, તેથી તેમણે ઇઝરાયલને શિક્ષા કરી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 આ બધી કાર્યવાહીથી દેવ નારાજ થયા અને તેથી તેણે ઇસ્રાયેલને શિક્ષા કરી.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 21:7
14 Iomraidhean Croise  

તેના શોકના દિવસો પૂરા થયા એટલે દાવિદે તેને મહેલમાં બોલાવી લીધી, તે તેની પત્ની થઈ અને તેણે પુત્રને જન્મ આપ્યો. દાવિદના એ કાર્યથી પ્રભુ અત્યંત નારાજ થયા.


પણ જો પ્રભુ મારા પર પ્રસન્‍ન ન થાય, તો પછી પ્રભુ તેમની ઇચ્છા પ્રમાણે કરે.”


દાવિદના અમલ દરમ્યાન ભયંકર દુકાળ પડયો અને તે સતત ત્રણ વર્ષ ચાલ્યો. તેથી દાવિદે તે વિષે પ્રભુને પૂછી જોયું. પ્રભુએ કહ્યું, “ગિબ્યોનીઓને મારી નાખવા બદલ શાઉલ અને તેના કુટુંબ પર ખૂનનો દોષ લાગેલો છે.”


પછી તેમણે શાઉલ અને યોનાથાનનાં હાડકાં બિન્યામીનના પ્રદેશમાં આવેલા શેલામાં શાઉલના પિતા કીશની કબરમાં દાટયાં અને એમ રાજાના હુકમ પ્રમાણે તેમણે બધું જ કર્યું. તે પછી ઈશ્વરે દેશ માટેની તેમની પ્રાર્થનાનો જવાબ આપ્યો.


પ્રભુ ઇઝરાયલ પર ફરીથી કોપાયમાન થયા અને તેમણે દાવિદને પોતાની વિરુદ્ધ ઉશ્કેરીને તેની મારફતે તેમના પર સંકટ આવવા દીધું. પ્રભુએ તેને કહ્યું, “જઈને ઇઝરાયલ અને યહૂદિયાના લોકોની ગણતરી કર.”


પણ ગણતરી કર્યા પછી દાવિદનું અંત:કરણ ડંખવા લાગ્યું અને તેણે પ્રભુને કહ્યું, “હે પ્રભુ, આ કાર્ય કરીને મેં અઘોર પાપ કર્યું છે. કૃપા કરીને મને માફ કરો; કેમ કે મેં મૂર્ખાઈ કરી છે.”


એવું કરવાનું કારણ એ છે કે દાવિદે પ્રભુને પસંદ પડતાં કામો જ કર્યાં હતાં અને ઉરિયા હિત્તીના કિસ્સા સિવાય પોતાના જીવનમાં બીજી કોઈ બાબતમાં તેણે ક્યારેય તેમની કોઈ આજ્ઞા ઉથાપી નહોતી.


તેથી પ્રભુએ ઇઝરાયલી લોકો પર રોગચાળો મોકલ્યો અને સિત્તેર હજાર માણસો મરણ પામ્યા.


યોઆબને રાજાના હુકમ પ્રત્યે અણગમો હોવાથી તેણે લેવી અને બિન્યામીનના કુળને ગણતરીમાં લીધાં નહોતાં.


દાવિદે ઈશ્વરને કહ્યું, “આ કૃત્ય કરીને મેં ભયંકર પાપ કર્યું છે; પણ તમારા સેવક પર કૃપા કરી તેનો દોષ દૂર કરો; કારણ, મેં મોટી મૂર્ખાઈ કરી છે.”


પણ મના કરેલી અર્પિત વસ્તુઓ નહિ લેવાની બાબતમાં ઇઝરાયલીઓ વિશ્વાસુ નીવડયા નહિ. યહૂદાના કુળમાંથી ઝેરાના પુત્ર ઝાબ્દીના પુત્ર કાર્મીના પુત્ર આખાને મના કરેલી અર્પિત વસ્તુઓમાંથી કંઈક લઈ લીધું, અને ઇઝરાયલીઓ પર પ્રભુનો કોપ સળગી ઊઠયો.


તેથી ઊઠ, જઈને લોકોને શુદ્ધ કર. તેમને કહે કે તેઓ શુદ્ધ થઈને આવતી કાલે મારી સમક્ષ હાજર થવા તૈયાર થાય. કારણ, હું પ્રભુ, ઇઝરાયલનો ઈશ્વર, આમ કહું છું: ‘હે ઇઝરાયલ, તમારી મધ્યે મના કરેલી અર્પિત વસ્તુ છે; તમે તમારામાંથી એ વસ્તુ દૂર નહિ કરો ત્યાં સુધી તમે તમારા શત્રુઓ આગળ ટકવાના નથી!


આયના માણસોએ નગરના દરવાજાથી છેક પથ્થરની ખાણો સુધી તેમનો પીછો કર્યો અને પર્વતના ઢોળાવના રસ્તે છત્રીસ માણસોનો સંહાર કર્યો. તેથી ઇઝરાયલીઓ હતાશ અને ભયભીત થઈ ગયા.


Lean sinn:

Sanasan


Sanasan