Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 21:30 - પવિત્ર બાઇબલ C.L.

30 પણ દાવિદ ઈશ્વરનું ભજન કરવા ત્યાં જઈ શકયો નહિ, કારણ, તે પ્રભુના દૂતની તલવારથી ડરતો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

30 પણ યહોવાના દૂતની તરવારથી દાઉદ બીતો હતો. તેથી તે ત્યાં ઈશ્વરને પૂછવા માટે તેની આગળ જઈ શક્યો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

30 જોકે, દાઉદ ઈશ્વરના માર્ગદર્શન માટે ત્યાં જઈ શક્યો નહિ, કારણ કે તેને યહોવાહના દૂતની તલવારનો ડર હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

30 પરંતુ યહોવાના દૂતની તરવારનો દાઉદને એટલો બધો ડર લાગતો હતો કે યહોવાને દર્શને પણ જઇ શકતો નહોતો.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 21:30
16 Iomraidhean Croise  

પ્રભુએ ઉઝઝા પર ત્રાટકીને તેને મારી નાખ્યો તેથી દાવિદને અત્યંત ખોટું લાગ્યું, તેથી તેણે તે સ્થળનું નામ “પેરેસ- ઉઝ્ઝા” એટલે “ઉઝઝા પર ત્રાટકવું” પાડયું, અને આજે ય એનું એ જ નામ ચાલે છે.


તે દિવસે દાવિદે ઈશ્વરથી ગભરાઈ જઈને કહ્યું, “હવે હું કરારપેટી કેવી રીતે લઈ જઉં?”


દાવિદે નજર ઊંચી કરીને જોયું તો પ્રભુનો દૂત આકાશ અને પૃથ્વી વચ્ચે ઊભો હતો; તેના હાથમાં યરુશાલેમ પર ઉગામેલી ઉઘાડી તલવાર હતી. હવે દાવિદે અને લોકોના આગેવાનોએ અળસીરેસાનાં વસ્ત્ર પહેરેલાં હતાં. તેમણે પ્રભુના દૂતને ભૂમિ પર શિર ટેકવીને પ્રણામ કર્યા.


એ સમયે મોશેએ વેરાન- પ્રદેશમાં બનાવેલો મુલાકાતમંડપ અને યજ્ઞવેદી ગિબ્યોનમાં ભજનના ઉચ્ચસ્થાનમાં હતાં;


તેથી દાવિદે કહ્યું, “અહીં જ પ્રભુ ઈશ્વરનું મંદિર થશે. આ વેદી પર ઇઝરાયલીઓ દહનબલિ ચઢાવશે.”


તમારો હાથ મારા ઉપરથી દૂર કરો, અને તમારા આતંકથી મને થથરાવો નહિ.


મારા પર જે આવી પડયું છે તે યાદ કરતાં જ ગભરામણ થાય છે. મારું આખું શરીર ભયથી કંપી ઊઠે છે.


તેથી તો તેમની રૂબરૂ જવાની વાતથી હું ભયભીત થાઉં છું, અને એ વિષે વિચારું છું ત્યારે ધ્રૂજી ઊઠું છું.


તમારી ધાકધમકીથી મારું શરીર થરથરે છે, અને તમારા ચુકાદાથી હું ડરું છું.


તમારા ક્રોધની ઉગ્રતા કોણ જાણે છે? એવા રોષ માટે કેટલો ભય રાખવો ઘટે!


તમારું નામ મહાન અને સામર્થ્યવાન છે. તમે બધી પ્રજાઓના રાજા છો. કોણ તમારા પ્રત્યે ભક્તિભાવ ન દાખવે? સાચે જ, એ તમારો અધિકાર છે. સર્વ પ્રજાઓના જ્ઞાનીઓમાં અને તેમનાં સર્વ રાજ્યોમાં તમારા જેવું કોઈ જ નથી.


હું પ્રભુ આ બોલું છું. શું તમે મારાથી નહિ ડરો? તમે મારી સમક્ષ નહિ ધ્રૂજો? મેં સમુદ્રને માટે રેતીના પટની હદ ઠરાવી છે. એ કાયમી હદને તે ઓળંગી શકે નહિ, જો કે તેનાં મોજાં ઉછળે તો પણ તે આગળ વધી શકે નહિ; ગર્જના કરે પણ હદ તોડી શકે નહિ.


“હવે હે ઇઝરાયલીઓ, તમારા ઈશ્વર પ્રભુ તમારી પાસે શી અપેક્ષા રાખે છે? એ જ કે તમે તમારા ઈશ્વર પ્રભુ પ્રત્યે ભક્તિભાવ દાખવો, સર્વ બાબતમાં તેમના ચીંધેલા માર્ગે ચાલો, તેમના પર પ્રેમ રાખો અને તમારા પૂરા દયથી અને પૂરા જીવથી તમારા ઈશ્વર પ્રભુની સેવા કરો, અને પ્રભુની જે આજ્ઞાઓ અને આદેશો તમારા હિતાર્થે હું આજે તમને ફરમાવું તેનું પાલન કરો.


તેમને જોઈને હું તેમનાં ચરણોમાં મરેલા જેવો થઈને ઢળી પડયો. પરંતુ તેમણે તેમનો જમણો હાથ મારા પર મૂકીને કહ્યું, “ગભરાઈશ નહિ, હું જ પ્રથમ તથા છેલ્લો છું. હું જીવંત છું.


તમારો ડર કોને ન લાગે? તમારી મહાનતાની સ્તુતિ કોણ નહિ ગાશે? તમે એકલા જ પવિત્ર છો. સઘળી પ્રજાઓ આવીને તમારી આરાધના કરશે, કારણ, તમારાં ન્યાયી કૃત્યો બધાએ નિહાળ્યાં છે.”


Lean sinn:

Sanasan


Sanasan