૧ કાળવૃત્તાંત 21:17 - પવિત્ર બાઇબલ C.L.17 દાવિદે પ્રાર્થના કરી, “હે ઈશ્વર, પાપ અને ભયાનક દુષ્ટતા તો મેં આચરી છે. વસ્તી ગણતરી તો મેં કરાવી છે. પણ આ લોકો તો ઘેટાં જેવા છે. બિચારા એમણે શું કર્યું છે? હે પ્રભુ, મારા ઈશ્વર, મને અને મારા કુટુંબને સજા કરો, પણ આ લોકોને રોગચાળામાંથી ઉગારો.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 દાઉદે ઈશ્વરને કહ્યું, “લોકોની ગણતરી કરવાની આજ્ઞા કરનાર શું હું નથી? હા, પાપ કરનાર તથા મહા દુષ્ટતા કરનાર તો હું જ છું. પણ આ ઘેટા, તેઓએ શું કર્યું? હે મારા ઈશ્વર યહોવા, કૃપા કરીને તમારો હાથ મારી તથા મારા કુટુંબની વિરુદ્ધ થાઓ; પણ તમારા લોકની વિરુદ્ધ થઈને તે તેઓને ત્રાસ ન આપો.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 દાઉદે ઈશ્વરને કહ્યું, “સૈન્યની ગણતરી કરવાની આજ્ઞા આપનાર શું હું નથી? આ દુષ્ટતા મેં કરી છે. પણ આ ઘેટાંઓ, તેઓએ શું કર્યું છે? હે યહોવાહ, મારા ઈશ્વર, કૃપા કરી તમારા હાથે, મને અને મારા કુટુંબને શિક્ષા કરો, પણ આ મરકીથી તમારા લોકોનો નાશ ન કરો.” Faic an caibideilપવિત્ર બાઈબલ17 અને દાઉદે દેવને પ્રાર્થના કરી, “વસતી ગણતરીનો હુકમ આપીને મેં પાપ કર્યુ છે. આ ઘેટાઁઓએ શું કર્યું છે? હે યહોવા મારા દેવ, મારો અને મારા કુટુંબનો નાશ કરો, પણ તમારા લોકોનો નાશ ન કરો.” Faic an caibideil |