Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 21:16 - પવિત્ર બાઇબલ C.L.

16 દાવિદે નજર ઊંચી કરીને જોયું તો પ્રભુનો દૂત આકાશ અને પૃથ્વી વચ્ચે ઊભો હતો; તેના હાથમાં યરુશાલેમ પર ઉગામેલી ઉઘાડી તલવાર હતી. હવે દાવિદે અને લોકોના આગેવાનોએ અળસીરેસાનાં વસ્ત્ર પહેરેલાં હતાં. તેમણે પ્રભુના દૂતને ભૂમિ પર શિર ટેકવીને પ્રણામ કર્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 દાઉદે ઊંચી નજર કરી તો પૃથ્વી પર તથા આકાશની વચમાં યહોવાના દૂતને ઊભેલો જોયો, ને યરુશાલેમ ઉપર તેના લંબાવેલા હાથમાં ખુલ્લી તરવાર હતી. ત્યારે દાઉદે તથા વડીલોએ ટાટ પહેરીને જમીન પર લાંબા થઈને તેને દંડવત કર્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 દાઉદે ઊંચે નજર કરીને જોયું તો, યહોવાહનો દૂત, આકાશ અને પૃથ્વી વચ્ચે ઉઘાડી તલવાર લઈને, યરુશાલેમ તરફ પોતાના હાથ લંબાવી ઊભો હતો. પછી દાઉદ અને વડીલોએ, ટાટ પહેરી, ભૂમિ પર લાંબા થઈ પ્રણામ કર્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 દાઉદે પર નજર કરીને જોયું તો યહોવાનો દૂત આકાશ અને પૃથ્વી વચ્ચે ઉઘાડી ખેંચેલી તરવાર લઇને યરૂશાલેમ તરફ પોતાના હાથ લંબાવી ઊભો હતો. કંતાન પહેરેલા દાઉદ અને વડીલોએ ભૂમિ પર લાંબા થઇને પ્રણામ કર્યા.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 21:16
15 Iomraidhean Croise  

પછી જીવનદાયક વૃક્ષને સાચવવા માટે પ્રભુ પરમેશ્વરે પાંખવાળા કરુબ અને ચારે તરફ વીંઝાતી અગ્નિરૂપી તલવાર એદન બાગની પૂર્વમાં મૂક્યાં.


એલિયા બોલી રહ્યો એટલે આહાબે પોતાનાં વ ફાડયાં, અને તેમને બદલી નાખીને અળસી રેસાનાં શ્વેત વ પહેર્યાં. તેણે ખોરાક લેવાની ના પાડી અને શણિયામાં સૂઈ રહ્યો. તે ઉદાસ થઈને શોક કરવા લાગ્યો.


તેમનો અહેવાલ સાંભળતાં જ હિઝકિયા રાજાએ શોકમાં પોતાનાં વસ્ત્ર ફાડયાં, કંતાનનાં વસ્ત્ર પહેર્યાં અને પ્રભુના મંદિરમાં ગયો.


પછી તેણે પ્રાર્થના કરી, “ઓ પ્રભુ, તેની આંખો ખોલો કે તે જુએ!” પ્રભુએ તેની પ્રાર્થના સાંભળી અને એલિશાના નોકરે ઊંચી નજર કરી તો એલિશાની ચારે બાજુ અગ્નિ ઘોડા અને અગ્નિ રથોથી પર્વત છવાઈ ગયો હતો.


હું જરૂર બેબિલોનના રાજાના હાથ બળવાન બનાવીશ, પણ ફેરોના હાથ નિર્બળ બનાવી દઈશ. હું બેબિલોનના રાજાના હાથમાં મારી તલવાર મૂકીશ અને તે તેને ઇજિપ્ત સામે ઉગામશે ત્યારે દરેક માણસ જાણશે કે હું પ્રભુ છું.


તેઓ ક્તલ કરતા હતા ત્યારે હું ત્યાં એકલો હતો. મેં ભૂમિ પર શિર ટેકવીને પોકારીને કહ્યું, “હે પ્રભુ પરમેશ્વર, શું તમે યરુશાલેમ ઉપર કોપ વરસાવીને બાકી રહેલા સર્વ ઇઝરાયલીઓનો પણ નાશ કરી નાખશો?”


ત્યારે મોશે અને આરોન ઇઝરાયલી સમાજની સમગ્ર સભાની સમક્ષ પ્રાર્થના માટે ભૂમિ પર શિર ટેકવતાં ઊંધા પડયા.


પણ મોશે અને આરોને ભૂમિ પર શિર ટેકવતાં ઊંધા પડીને કહ્યું, “હે ઈશ્વર, તમે સૌ સજીવોના જીવનદાતા છો. શું એક જ માણસના પાપને લીધે તમે સમગ્ર સમાજ પર ગુસ્સે થશો?”


ગધેડીએ પ્રભુના દૂતને ખુલ્લી તલવાર લઈને ઊભેલો જોયો એટલે તે માર્ગમાંથી ફંટાઈને ખેતરમાં વળી ગઈ. બલામ તેને ફટકારીને પાછી રસ્તા પર લઈ આવ્યો.


ત્યારે પ્રભુએ બલામની આંખો ઉઘાડી. તેણે પ્રભુના દૂતને ખુલ્લી તલવાર લઈને માર્ગમાં ઊભેલો જોયો. તરત જ બલામે ભૂમિ પર ઊંધા પડીને તેને પ્રણામ કર્યા.


અગ્નિની જવાળાઓ વેદીમાંથી ઊંચે જતી હતી ત્યારે માનોઆહ અને તેની પત્નીએ પ્રભુના દૂતને અગ્નિની જવાળામાં થઈને આકાશમાં ચડી જતાં જોયો. માનોઆહને ત્યારે ખબર પડી કે એ તો પ્રભુનો દૂત છે. અને તેણે તથા તેની પત્નીએ ભૂમિ સુધી નમીને પ્રણામ કર્યાં. તેમણે ફરીથી એ દૂતને જોયો નહિ.


Lean sinn:

Sanasan


Sanasan