Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 21:15 - પવિત્ર બાઇબલ C.L.

15 તેમણે યરુશાલેમનો નાશ કરવા દૂત મોકલ્યો. દૂત વિનાશ કરતો હતો ત્યારે એ જોઈને પ્રભુને અનુકંપા ઊપજી. લોકોનો વિનાશ કરતા દૂતને તેમણે કહ્યું, “બસ હવે, એ વિનાશ બંધ કર.” એ વખતે પ્રભુનો દૂત યબૂસી ઓર્નાનના ખળા પાસે ઊભો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 ઈશ્વરે યરુશાલેમનો નાશ કરવા માટે ત્યાં એક દૂત મોકલ્યો. તે તનો નાશ કરવાની તૈયારીમાં હતો એવામાં યહોવાએ નજર કરી, નૈ એ વિપત્તિ સંબંધી તેમને અનુતાપ થયો. તેમણે નાશ કરનાર દૂતને કહ્યું, “બસ; હવે તારો હાથ બંદ રાખ.” યહોવાનો દૂત ઓર્નાન યબૂસીની ખળી પાસે ઊભો રહ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 ઈશ્વરે યરુશાલેમનો નાશ કરવા એક દૂતને મોકલ્યો. જયારે તે નાશ કરવાની તૈયારીમાં હતો ત્યારે યહોવાહે, નાશ જોઈ પોતાનો વિચાર બદલ્યો. તેમણે નાશ કરનાર દૂતને કહ્યું, “બસ કર! હવે તારો હાથ પાછો ખેંચી લે.” એ વખતે યહોવાહનો દૂત ઓર્નાન યબૂસીની ખળી પાસે ઊભો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 પછી દેવે યરૂશાલેમનો નાશ કરવા એક દેવદૂતને મોકલ્યો, પણ તે નાશ કરવાની અણી પર હતો ત્યારે યહોવાને દયા આવી અને તેણે કહ્યું, “બસ કર, બહુ થયું, હવે તારો હાથ પાછો ખેંચી લે.” એ વખતે યહોવાનો દૂત યબૂસીની ઓર્નાનની ખળી પાસે ઉભો હતો.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 21:15
24 Iomraidhean Croise  

અમે આ સ્થળનો નાશ કરવાના છીએ, કારણ, પ્રભુની આગળ આ લોકો વિરુદ્ધ મોટી ફરિયાદ પહોંચી છે. એટલે તો પ્રભુએ અમને આ શહેરનો નાશ કરવા મોકલ્યા છે.”


ત્યારે પૃથ્વી પર માનવજાતને ઉત્પન્‍ન કરવા બદલ તે દિલગીર થયા અને તેમનાં અંતરમાં ભારે ખેદ થયો.


પ્રભુનો દૂત યરુશાલેમનો નાશ કરવાની તૈયારીમાં હતો એવામાં લોકોનો સંહાર જોઈને પ્રભુને દયા આવી અને તેમણે વધુ શિક્ષા કરવાનું માંડી વાળ્યું. તેમણે સંહારક દૂતને કહ્યું, “બસ, એટલું પૂરતું છે.” એ વખતે દૂત યબૂસી અરાવ્નાના અનાજના ખળા પાસે હતો.


એ જ દિવસે ગાદે દાવિદ પાસે જઈને તેને કહ્યું, “અરાવ્નાના અનાજના ખળાએ જા અને ત્યાં પ્રભુને માટે વેદી બાંધ.”


એલિયા ચાલતાં જતાં એક આખો દિવસ લાગે તેટલે અંતરે રણપ્રદેશમાં ગયો. તે થોભ્યો અને એક ઘટાદાર રોતેમ નામના વૃક્ષ નીચે બેઠો અને મોત માગ્યું. તેણે પ્રાર્થના કરી, “પ્રભુ, બસ, હવે બહુ થયું. મારો જીવ લઈ લો. હું ય હવે મરી જઈને મારા પૂર્વજો સાથે ભળી જઉં તો સારું.”


એ પછી શલોમોન યરુશાલેમમાં મોરિયા પર્વત, જ્યાં તેના પિતા દાવિદને પ્રભુએ દર્શન આપ્યું હતું ત્યાં મંદિર બાંધવા લાગ્યો. એ જગાએ યબૂસી ઓર્નાનનું ખળું હતું; જે દાવિદે મેળવી રાખ્યું હતું.


છતાં રહેમદિલ ઈશ્વરે તેમનાં પાપ માફ કર્યાં, અને તેમનો વિનાશ કર્યો નહિ. વારંવાર ઈશ્વરે પોતાના ક્રોધને અંકુશમાં રાખ્યો, અને પોતાના પ્રકોપને પૂરેપૂરો ભભૂકવા દીધો નહિ,


હે પ્રભુ, પાછા આવો; ક્યાં સુધી તમારો રોષ રહેશે? તમારા આ ભક્તો પર અનુકંપા દર્શાવો.


તેથી પ્રભુએ પોતાનો વિચાર બદલ્યો અને લોકો પર તેમણે જે આફત લાવવા કહ્યું હતું તે તેમના પર લાવ્યા નહિ.


તમે હવે પ્રભુને વિનંતી કરો; કારણ, આ કરા અને કડાકાથી તો અમે ત્રાસી ગયા છીએ. હું તમને જવા દઈશ અને તમારે હવે અહીં વધારે વખત રહેવું નહિ પડે.”


“યહૂદિયાના રાજા હિઝકિયાના સમયમાં મોરેસેથનો મીખા નામે સંદેશવાહક પ્રભુનો સંદેશ પ્રગટ કરતો હતો. તેણે યહૂદિયાના સર્વ લોકોને આમ કહ્યું હતું, ‘સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે; સિયોન નગરને ખેતરની માફક ખેડવામાં આવશે. યરુશાલેમમાં ખંડેરના ઢગલા થઇ જશે, અને મંદિરનો પર્વત જંગલ બની જશે.”


“તને તો મૃત્યુદંડ જ ઘટે! શા માટે પ્રભુને નામે તેં એવું કહ્યું કે શિલોહની જેમ આ મંદિરનો વિનાશ થશે અને આ નગર નિર્જન ખંડેર બનશે?” એ પછી બધા લોકો યર્મિયાને પ્રભુના મંદિરમાં ઘેરી વળ્યા.


મારે નામે ભક્તિ કરવા મેં સૌ પ્રથમ પસંદ કરેલા શીલોહ નગરમાં જાઓ અને મારા લોક ઇઝરાયલના પાપને લીધે મેં તેની કેવી દુર્દશા કરી તે જુઓ!


તેથી પ્રભુએ અનુકંપા દર્શાવતાં કહ્યું, “તેં જે જોયું તેવું નહિ થાય.”


તેથી પ્રભુએ અનુકંપા દર્શાવતાં કહ્યું, “એ પણ નહિ થાય.”


લોકોએ પોતાનાં દુષ્કર્મો છોડી દીધાં છે એ જોઈને ઈશ્વરને અનુકંપા ઊપજી અને વિનાશ કરવાનું માંડી વાળ્યું.


તેણે પ્રભુને પ્રાર્થના કરી: “હે પ્રભુ, હું મારા દેશમાં હતો ત્યારે જ મેં નહોતું કહ્યું કે તમે આવું જ કરશો. તેથી તો મેં તાર્શીશ નાસી જવા મારાથી બનતું બધું કર્યું હતું. મને ખબર હતી કે તમે કૃપાળુ અને પ્રેમાળ ઈશ્વર છો. તમે સદા ધીરજવાન અને ભલા છો અને શિક્ષા માંડી વાળવાને તત્પર છો.


જ્યારે તે ત્રીજી વાર પાછા આવ્યા ત્યારે તેમણે તેમને કહ્યું, “શું તમે હજુયે ઊંઘો છો અને આરામ કરો છો? બસ, બહુ થયું. સમય આવી ચૂક્યો છે! જુઓ, માનવપુત્રને પાપીઓના હાથમાં સોંપી દેવામાં આવે છે.


તેમનામાંના કેટલાકે બડબડાટ કર્યો અને મરણના દૂતે તેમનો નાશ કર્યો; આપણે એમ બડબડાટ ન કરીએ.


એમ તેમણે તેમના અન્ય દેવતાઓથી વિમુખ થઈને પ્રભુની ઉપાસના કરી, એટલે પ્રભુને ઇઝરાયલની આફત જોઈને દયા આવી.


પ્રભુ જ્યારે જ્યારે ઇઝરાયલ માટે ન્યાયાધીશ ઊભો કરે ત્યારે પ્રભુ તે ન્યાયાધીશની સાથે રહેતા અને એ ન્યાયાધીશના જીવતાં સુધી પ્રભુ તેમનો તેમના શત્રુઓથી બચાવ કરતા. પ્રભુને તેમના પર દયા આવતી; કારણ, તેઓ તેમના શત્રુઓ તરફનાં દુ:ખ અને જુલમને કારણે નિસાસા નાખતા.


Lean sinn:

Sanasan


Sanasan