Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 21:13 - પવિત્ર બાઇબલ C.L.

13 દાવિદે ગાદને કહ્યું, “હું અત્યંત વિકટ સ્થિતિમાં મૂકાઈ ગયો છું! પણ મારે માણસને હાથે શિક્ષા વહોરવી નથી. પ્રભુ પોતે જ શિક્ષા કરે; કારણ, તે દયાળુ છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 દાઉદે ગાદને કહ્યું, “હું ઘણી મુશ્કેલીમાં આવી પડ્યો છું. મારે તો યહોવાના જ હાથમાં પડવું ન જોઈએ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 પછી દાઉદે ગાદને કહ્યું, “હું ભારે દ્વિધામાં મુકાયો છું. મને માણસોના હાથમાં પડવા કરતાં યહોવાહના હાથમાં પડવું એ વધારે સારું લાગે છે, કેમ કે તેમની કૃપા અત્યંત છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 એટલે દાઉદે ગાદને કહ્યું, “હું ભારે મુશ્કેલીમાં આવી પડ્યો છું, પણ હું માણસોના હાથમાં પડવા કરતાં હું યહોવાના હાથમાં પડું એ વધારે સારું છે, કારણ, તે અનંત કૃપાળુ છે.”

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 21:13
31 Iomraidhean Croise  

બીજી સવારે ઈશ્વરભક્ત એલિશાના નોકરે વહેલા ઊઠીને ઘર બહાર જોયું તો અરામના લશ્કરે તેમના ઘોડાઓ અને રથો સાથે આવી નગરને ઘેરી લીધું હતું. તેણે એલિશા પાસે જઈને તેને કહ્યું, “ગુરુજી, આપણું આવી બન્યું. આપણે શું કરીએ?”


નગરમાં જવાનો કોઈ અર્થ નથી, કારણ, ત્યાં ભૂખે મરવું પડશે; અને અહીં રોકાઈ રહીએ તોય મરવાના છીએ. તેથી ચાલો, અરામીઓની છાવણીમાં જઈએ. તેઓ આપણને મારી ન નાખે, તો આપણે જીવતા રહીશું; વળી, કદાચ મારી નાખે તો ય શું? કારણ, આમે ય આપણે મરવાના તો છીએ.”


સમરૂન નગરમાં ઓદેદ નામે પ્રભુનો એક સંદેશવાહક હતો. સમરૂનમાં પાછું આવેલ ઇઝરાયલી સૈન્ય યહૂદિયાના કેદીઓ લઈ શહેરમાં પ્રવેશી રહ્યું હતું ત્યારે ઓદેદે તેમને મળીને કહ્યું, “તમારા પૂર્વજોના ઈશ્વર પ્રભુએ યહૂદિયા પર કોપાયમાન થઈને તમારી આગળ તેમને હાર પમાડી, પણ તમે ખુન્‍નસમાં આવી જઈને તેમનો જે કારમો સંહાર કર્યો છે તે તેમણે લક્ષમાં લીધો છે.


“જો કોઈ પુરુષ કે સ્ત્રી રાજાના બોલાવ્યા વગર અંદરના ચોકમાં પ્રવેશ કરે તો તેનો ઘાત કરવો એવો કાયદો છે. રાજાના સલાહકારોથી માંડીને સામ્રાજ્યના સર્વ લોકોને તેની ખબર છે. એ કાયદાની વિરુદ્ધ થઈને જઈ શકાય નહિ. માત્ર રાજા પોતાનો સોનાનો રાજદંડ જનાર વ્યક્તિ સામે ઊંચો કરે તો જ તે માર્યો જાય નહિ. વળી, આ એક મહિનાથી તો રાજાએ મને બોલાવી નથી.”


“જાઓ, સૂસાના બધા યહૂદીઓને એકત્ર કરો અને આજથી તમે બધા મારે માટે ઉપવાસ કરો. ત્રણ દિવસ સુધી રાત કે દિવસ કંઈ ખાશો કે પીશો નહિ. હું તથા મારી તહેનાતમાં રહેતી યુવતીઓ પણ તેમ જ કરીશું. તે પછી કાયદાથી વિરુદ્ધ હોવા છતાં હું રાજાને મળવા જઈશ. એમ કરવા જતાં મારું મૃત્યુ થાય તો તે પણ હું સ્વીકારી લઈશ.”


પ્રભુ દયાળુ અને કૃપાળુ છે, તે કોપ કરવામાં ધીમા અને પ્રેમથી ભરપૂર છે.


અમારા પૂર્વજો ઇજિપ્ત દેશમાં હતા, ત્યારે તેઓ તમારાં અજાયબ કાર્યો સમજ્યા નહિ; તમારા અપાર પ્રેમને તેમણે યાદ રાખ્યો નહિ. પરંતુ સૂફ સમુદ્ર પાસે તેમણે સર્વોચ્ચ ઈશ્વર સામે વિદ્રોહ કર્યો.


હે પ્રભુ, તમારી દયા મહાન છે; તમારા ન્યાયસંગત ચુકાદાથી મને જીવન બક્ષો.


પરંતુ તમે ક્ષમા આપનાર ઈશ્વર છો; તેથી તમારો ડર રહે છે.


હે ઇઝરાયલના લોક, પ્રભુ પર ભરોસો રાખો. કારણ, તેમનો પ્રેમ અવિચળ છે અને તે નિરંતર તમારો ઉદ્ધાર કરવા સમર્થ છે.


પરંતુ હું તો તમારા પ્રેમને લીધે તમારા ઘરમાં પ્રવેશી શકું છું, અને ભક્તિભાવથી તમારા પવિત્ર મંદિરમાં આરાધના કરી શકું છું.


પરંતુ હે પ્રભુ, હું તો તમને જ પ્રાર્થના કરું છું. હે ઈશ્વર, તમારી સદ્ભાવના દાખવવાના આ સમયે તમારા મહાન પ્રેમને લીધે તમારા વિશ્વાસુપણામાં તમારાં ઉદ્ધારક કાર્યો વડે મને ઉત્તર દો.


હે પ્રભુ, તમારા પ્રેમથી ભલમનસાઈ રાખીને મને ઉત્તર દો; તમારી અસીમ અનુકંપાથી મારી તરફ ફરો.


પરંતુ હે પ્રભુ, તમે રહેમી અને દયાળુ છો; કોપ કરવામાં ધીમા તેમજ પ્રેમ અને વિશ્વાસુપણાથી ભરપૂર છો.


હે પ્રભુ, તમે ભલા અને ક્ષમાશીલ છો; તમને અરજ કરનાર સર્વ પ્રત્યે તમે અસીમ પ્રેમ દર્શાવો છો.


નેકજન પોતાનાં પશુઓની પણ દરકાર લે છે, પણ દુષ્ટોના દયાભાવમાં પણ ક્રૂરતા હોય છે.


તેઓ તેને ખભે ઊંચકીને લઈ જાય છે અને તેને સ્થાને તેનું સ્થાપન કરે છે. પછી એ દેવ ત્યાં ઊભો રહે છે અને ત્યાંથી ખસતો નથી. જો કોઈ તેને પ્રાર્થના કરે તો તે તેને જવાબ આપતો નથી કે તેમને આફતમાંથી ઉગારતો નથી.


હું મારા લોક પર રોષે ભરાયો હતો અને મેં મારી એ સંપત્તિરૂપ પ્રજાને અપમાનિત કરી હતી. મેં તેમને તમારા હાથમાં સોંપ્યા હતા અને તમે તેમના પર લગારે ય દયા દાખવી નહિ. વયોવૃદ્ધ માણસો પર પણ તમે ભારે ઝૂંસરી લાદી.


દુષ્ટ માણસ પોતાનો માર્ગ તજી દે અને અધર્મી માણસ પોતાના વિચારો બદલે અને આપણા ઈશ્વર પ્રભુ પાસે પાછા ફરે તો તે દયા દાખવશે અને સંપૂર્ણ ક્ષમા કરશે.


“હે પ્રભુ, આકાશમાંથી, તમારા ઉચ્ચ, પવિત્ર અને ગૌરવી ધામમાંથી અમારા પર દષ્ટિ કરો. અમારે માટે કરેલાં તમારાં મહાન કાર્યો ક્યાં છે? અમારા પ્રત્યેનો તમારો પ્રેમાવેશ ક્યાં છે? તમે તમારી મમતા અને અનુકંપા પાછી ખેંચી લીધી છે.


હું પ્રભુના અચલ પ્રેમનું બયાન કરીશ અને આપણે માટેનાં તેમનાં બધાં કાર્યો માટે તેમજ પોતાની દયા અને અવિરત પ્રેમને લીધે તેમણે ઇઝરાયલી પ્રજાના કરેલા મહાન કલ્યાણને માટે હું તેમની સ્તુતિ કરીશ.


જો કે તે આપણા પર દુ:ખ લાવે, તોય તે દયા દાખવશે, કારણ, આપણા પ્રત્યેનો તેમનો પ્રેમ અવિચળ છે.


કદાચ, ઈશ્વર પોતાનો વિચાર બદલે, તેમનો કોપ અટકાવે અને આપણે નાશમાંથી ઊગરી જઈએ.”


તેણે પ્રભુને પ્રાર્થના કરી: “હે પ્રભુ, હું મારા દેશમાં હતો ત્યારે જ મેં નહોતું કહ્યું કે તમે આવું જ કરશો. તેથી તો મેં તાર્શીશ નાસી જવા મારાથી બનતું બધું કર્યું હતું. મને ખબર હતી કે તમે કૃપાળુ અને પ્રેમાળ ઈશ્વર છો. તમે સદા ધીરજવાન અને ભલા છો અને શિક્ષા માંડી વાળવાને તત્પર છો.


તમારા જેવા ઈશ્વર કોણ છે? કારણ, તમે તો પાપ ક્ષમા કરો છો. તમારા વારસાના એટલે કે તમારા લોકના બચી ગયેલા માણસોના અપરાધ તમે વિસારે પાડો છો. તમે તમારો ક્રોધ હંમેશાં રાખતા નથી, કારણ, દયા કરવામાં તમને આનંદ આવે છે.


હે પ્રભુ, તમારાં કામો વિષે મેં તમારી કીર્તિ સાંભળી છે અને તેથી હું વિસ્મય પામું છું. હે પ્રભુ, અમારા સમયમાં પણ એવાં અજાયબ ક્મ ફરી કરી બતાવો. તમે કોપાયમાન થયા હોય, તોપણ દયા દર્શાઓ.


“હવે મારો આત્મા વ્યાકુળ થયો છે. હું શું કહું? ‘ઓ પિતા, આ સમયમાંથી મને બચાવો,’ એમ કહું? પરંતુ આ દુ:ખના સમયમાંથી પસાર થવા તો હું આવ્યો છું.


આ બંનેની વચ્ચે હું મૂંઝવણમાં છું. આ જીવન ત્યજી દઈને ખ્રિસ્તની સાથે રહેવા હું ચાહું છું. કારણ, તે ઘણી રીતે ચઢિયાતું છે.


જીવંત ઈશ્વરના હાથમાં પડવું તે કેવું ભયંકર છે!


Lean sinn:

Sanasan


Sanasan