Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 21:12 - પવિત્ર બાઇબલ C.L.

12 ત્રણ વર્ષ સુધી દુકાળ પડે, ત્રણ મહિના સુધી દુશ્મનો તરવાર લઈને તમારો પીછો કરી તમને રંજાડે કે ત્રણ દિવસ સુધી પ્રભુ તમારા પર તલવાર લઈ ત્રાટકે અને તમારા દેશમાં રોગચાળો મોકલે અને પ્રભુનો દૂત આખા ઇઝરાયલમાં વિનાશ ફેલાવે?’ પ્રભુને મારે શો જવાબ આપવો?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 ત્રણ વર્ષ દુકાલ પડે; અથવા તારા શત્રુઓની તરવાર તારા પર આવી પડવાથી તેઓના હાથે ત્રણ મહિના સુધી તારા લોકોનો ક્ષય થાય; અથવા તો ત્રણ દિવસ સુધી યહોવાની તરવાર, એટલે દેશમાં મરકી ચાલે, તથા ઇઝરાયલના આખા પ્રદેશમાં યહોવાનો દૂત વિનાશ કરતો ફરે. માટે હવે મારા મોકલનારને મારે શો જવાબ આપવો તે વિષે તમે વિચાર કરો.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 ત્રણ વર્ષ દુકાળ પડે અથવા ત્રણ મહિના સુધી તારા શત્રુઓ તારો પીછો કરે અને તેઓની તલવારથી તને પકડી પાડે અથવા ત્રણ દિવસ સુધી દેશમાં યહોવાહની તલવારરૂપી મરકી ચાલે એટલે યહોવાહનો દૂત ઇઝરાયલના આખા પ્રદેશમાં વિનાશ કરતો ફરે.’ તો હવે, મને મોકલનારને મારે શો જવાબ આપવો તે વિષે તું નિર્ણય કર.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 ત્રણ વરસનો દુકાળ પડે. અથવા ત્રણ મહિના સુધી દુશ્મનો તરવાર લઇને તારો પીછો પકડી તને હેરાન કરે, અથવા ત્રણ દિવસ સુધી યહોવાની તરવાર કામે લાગે, સમગ્ર દેશમાં રોગચાળો ફાટી નીકળે અને યહોવાનો દૂત આખા ઇસ્રાએલમાં વિનાશ કરતો ફરે.’ હવે તું વિચાર કરીને કહે, કે મને મોકલનાર માટે શો જવાબ આપવો.”

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 21:12
29 Iomraidhean Croise  

દાવિદના અમલ દરમ્યાન ભયંકર દુકાળ પડયો અને તે સતત ત્રણ વર્ષ ચાલ્યો. તેથી દાવિદે તે વિષે પ્રભુને પૂછી જોયું. પ્રભુએ કહ્યું, “ગિબ્યોનીઓને મારી નાખવા બદલ શાઉલ અને તેના કુટુંબ પર ખૂનનો દોષ લાગેલો છે.”


ગિલ્યાદમાં આવેલા તિશ્બેના સંદેશવાહક એલિયાએ આહાબ રાજાને કહ્યું, “ઇઝરાયલના જીવંત ઈશ્વર પ્રભુ જેમની સેવા હું કરું છું તેમને નામે હું તમને કહું છું કે આવતાં બે કે ત્રણ વર્ષ દરમ્યાન મારા કહ્યા સિવાય ઝાકળ કે વરસાદ પડશે નહિ.”


તે રાત્રે પ્રભુના દૂતે આશ્શૂરીઓની છાવણીમાં જઈને એક લાખ પંચ્યાસી હજાર સૈનિકોની ક્તલ કરી. બીજે દિવસે સવારે તો તેઓ સૌ ત્યાં મરેલા પડયા હતા.


હવે શૂનેમમાં રહેતી સ્ત્રી, જેના પુત્રને ઈશ્વરભક્ત એલિશાએ સજીવન કર્યો હતો તેને એલિશાએ કહેલું કે પ્રભુ દેશમાં સાત વર્ષ દુકાળ પાડવાના છે અને તેથી તેણે પોતાના કુટુંબ સાથે બીજે રહેવા જતા રહેવું.


તેથી ગાદે દાવિદ પાસે જઈને કહ્યું, “પ્રભુ આમ કહે છે: ‘તારે શું પસંદ કરવું છે?


અંધકારમાં ફેલાતી મરકીથી, અને ભર બપોરે પ્રસરતી મહામારીથી તું ડરીશ નહિ.


પ્રભુ ઇજિપ્તીઓનો સંહાર કરવા ઇજિપ્ત દેશમાંથી પસાર થશે ત્યારે ઓતરંગ અને બન્‍ને બારસાખો પરનું રક્ત જોશે, અને તે તમારા બારણા પાસેથી પસાર થઈને વિનાશક દૂતને તમારા ઘરમાં પ્રવેશીને તમારો સંહાર કરવા દેશે નહિ.


તે અગ્નિ અને તલવારથી ન્યાયશાસન લાવશે અને પ્રભુ ઘણાનો સંહાર કરી નાખશે.


વેરાનપ્રદેશના ઉચ્ચપ્રદેશમાં થઈને વિનાશકો ચઢી આવ્યા છે. સમગ્ર દેશનો નાશ કરવા મેં યુદ્ધ લાદયું છે અને કોઈ કહેતાં કોઈને શાંતિ નથી.


“જો તમે ખરેખર ઇજિપ્ત જવાનો નિર્ધાર કર્યો હોય અને જો ત્યાં જઈને સ્થાયી થાઓ, તો તમે યુદ્ધની બીક રાખો છો, પણ તે તમારો પીછો કરશે, તમે દુકાળથી ભયભીત થાઓ છો, પણ તે તમારી પાછળ છેક ઇજિપ્ત સુધી આવશે અને તમે બધા ત્યાં ભૂખે માર્યા જશો.


કોઈ પોકારશે, હે પ્રભુની તલવાર! ક્યાં સુધી તું સંહાર કર્યા કરીશ, તું મ્યાનમાં પાછી જા, શાંત થઈ જા અને આરામ કર!


લડાઈમાં માર્યા ગયેલા કરતાં પાછળથી ભૂખે મરી ગયેલાંની દશા વધારે બૂરી થઈ છે. અનાજ નહિ પાકવાને કારણે તેઓ ભૂખથી ધીમે ધીમે મરણને શરણ થયા છે.


તમારી ફસલ આખું વર્ષ ખાવા છતાં ખૂટશે નહિ અને તેની નવી ફસલ આવતાં વધેલા જૂના અનાજનો નિકાલ કરવો પડશે.


હું તમારી વિરુદ્ધ થઈશ. જેથી, દુશ્મનોને હાથે તમે પરાજિત થશો. તેઓ તમારા પર રાજ ચલાવશે. કોઈ તમારી પાછળ પડયું ન હોવા છતાં તમે બીકના માર્યા નાસભાગ કરશો.


હું તમને સાચું કહું છું કે, એલિયાના સમયમાં સાડા ત્રણ વર્ષ સુધી વરસાદ પડયો નહોતો, અને આખા દેશમાં ભારે દુકાળ હતો ત્યારે ઇઝરાયલમાં ઘણી વિધવાઓ હતી.


તરત જ પ્રભુના દૂતે હેરોદને માર્યો, કારણ, તેણે ઈશ્વરને માન આપ્યું નહિ. તેને કીડા ખાઈ ગયા અને તે મરી ગયો.


“પણ જો તમે તમારા ઈશ્વર પ્રભુની વાણીને આધીન નહિ થાઓ અને જે સર્વ આજ્ઞાઓ તથા ફરમાનો હું આજે તમને ફરમાવું છું તેમનું પાલન નહિ કરો તો આ બધા શાપ તમારા પર ઊતરી આવશે અને તમને જકડી લેશે:


પ્રભુ તમને ક્ષય રોગથી, તાવથી, સોજાથી અને ઉગ્ર તાવથી તથા દુકાળ, ગરમ લૂ અને ફુગથી પીડા દેશે અને તમારો વિનાશ થતાં સુધી એ બધાં તમારો પીછો કરશે.


“તમારા શત્રુઓ સામે પ્રભુ તમને પરાજય પમાડશે. તમે તેમના પર એક માર્ગે હુમલો કરશો, તો તેમની સામેથી સાત માર્ગે નાસી છૂટશો; અને તમારી દશા જોઈને પૃથ્વીની બધી પ્રજાઓ કાંપી ઊઠશે.


પ્રભુ તમને ઇજિપ્તના લોકોને થયા હતાં તેવાં ગૂમડાં, ગાંઠો, રક્તપિત્ત અને ખસ-ખૂજલીથી મારશે.


પ્રભુ તમારાં ધૂંટણ અને પગ પીડાકારક અને અસાય ધારાથી છાઈ દેશે અને પગના તળિયાથી માથાના તાલકા સુધી તમે ગૂમડાંથી ઢંકાઈ જશો.


Lean sinn:

Sanasan


Sanasan