Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 2:24 - પવિત્ર બાઇબલ C.L.

24 હેસ્રોનના મરણ પછી તેના પુત્ર કાલેબે તેના પિતાની વિધવા એફ્રાથ સાથે લગ્ન કર્યાં તેમને આશ્હુર થયો. આશ્હુર તકોઆનો પિતા હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 ત્યાર પછી હેસ્રોન કાલેબ-એફ્રાથામાં મરણ પામ્યો, તે અરસામાં હેસ્રોનને તેની પત્ની અબિયાને પેટે તકોઆનો પિતા આશ્હૂર થયો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 હેસ્રોનના મરણ પછી કાલેબ તેના પિતા હેસ્રોનની પત્ની એફ્રાથા સાથે સૂઈ ગયો. તેનાથી તેણીએ તકોઆના પિતા આશ્હૂરને જન્મ આપ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 હેસ્ત્રોનના મૃત્યુ પછી કાલેબને તેના પિતા હેસ્ત્રોનની વિધવા એફ્રાથા સાથે જાતિય સંબંધ હતો અને તેનાથી તેણીએ તકોઆના સ્થાપક આશ્શૂરને જન્મ આપ્યો.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 2:24
8 Iomraidhean Croise  

તેથી તેણે તકોઆમાં રહેતી એક ચાલાક સ્ત્રીને બોલાવડાવી. તે આવી એટલે તેણે તેને કહ્યું, “તું શોકમગ્ન હોય તેવો દેખાવ કર. તારાં શોકનાં વસ્ત્ર પહેર અને અત્તર ચોળીશ નહિ. કોઈના મરણને લીધે લાંબા સમયથી શોકમાં હોય એવી સ્ત્રી જેવું વર્તન કરજે.


ગશૂર તથા અરામે યાઇરનાં નગરો, કનાથનાં નગરો તથા આસપાસનાં ગામ સહિત સાઠ નગરો જીતી લીધાં. ત્યાંના સર્વ રહેવાસીઓ ગિલ્યાદના પિતા માખીરના વંશજો હતા.


હેસ્રોનના જયેષ્ઠપુત્ર યરાહમેલના પુત્રો આ હતા: જયેષ્ઠપુત્ર રામ, પછી બૂના ઓરેન, ઓઝઝેમ તથા અહિયા.


હેસ્રોનને ત્રણ પુત્રો હતા: યરાહમેલ, રામ તથા કાલેબ.


આશ્હૂરે તકોઆ નગરની સ્થાપના કરી. તેને બે પત્નીઓ હતી: હેલા અને નારા.


યહૂદિયાના રાજા ઉઝ્ઝિયા અને ઇઝરાયલના રાજા એટલે યોઆશના પુત્ર યરોબઆમના શાસનકાળ દરમ્યાન ધરતીકંપ થયો, તેનાં બે વર્ષ પહેલાં તકોઆ નગરના ભરવાડ આમોસને ઇઝરાયલ વિશે ઈશ્વર તરફથી આ સંદેશ પ્રગટ થયો.


અમે કેરેથીઓના પ્રદેશ પર, યહૂદિયાના દક્ષિણ ભાગ પર અને કાલેબના ગોત્રના પ્રદેશ પર ચઢાઈ કરી હતી અને અમે સિકલાગ બાળી નાખ્યું.”


Lean sinn:

Sanasan


Sanasan