Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 19:9 - પવિત્ર બાઇબલ C.L.

9 આમ્મોનીઓ તેમના પાટનગર રાબ્બાના પ્રવેશદ્વાર આગળ આવી ગોઠવાયા; જે રાજાઓ તેમની મદદે આવ્યા હતા તેમણે ખુલ્લા મેદાનમાં મોરચો માંડયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 આમ્મોનીઓએ બહાર આવીને નગરના દરવાજાની પાસે વ્યૂહ રચ્યો. જે રાજાઓ [તેમની મદદે] આવ્યા હતા તેઓ રણક્ષેત્રમાં એક બાજુએ ઊભા રહ્યા હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 આમ્મોનીઓ બહાર આવીને શહેરના દરવાજા આગળ યુદ્ધ કરવાને ગોઠવાઈ ગયા અને તેઓની મદદે આવેલા રાજાઓ એક બાજુ ખુલ્લાં મેદાનમાં ચાલ્યા ગયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 આમ્મોનીઓ બહાર આવીને શહેરના દરવાજા આગળ ગોઠવાઇ ગયા અને તેમની મદદે આવેલા રાજાઓ ખુલ્લા મેદાનમાં ચાલ્યા ગયા.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 19:9
12 Iomraidhean Croise  

આમ્મોનીઓ કૂચ કરી બહાર આવ્યા અને તેમની રાજધાની રાબ્બાના પ્રવેશદ્વારે મોરચો નાખ્યો, જ્યારે અરામીઓ, ટોબના માણસો અને માખાએ સીમના ખુલ્લા મેદાનમાં મોરચો નાખ્યો.


રાજાએ જવાબ આપ્યો, “તમને જે યોગ્ય લાગતું હોય તે પ્રમાણે હું કરીશ.” પછી તેના માણસો હજાર હજાર અને સો સોની ટુકડીઓમાં કૂચ કરી બહાર નીકળ્યા ત્યારે તે દરવાજા પાસે ઊભો હતો.


અરામના રાજા બેનહદાદે તેનાં બધાં લશ્કરી દળો એકત્ર કર્યાં અને બીજા બત્રીસ રાજાઓનો તેમના ઘોડા અને રથો સહિત ટેકો મેળવી સમરૂન પર કૂચ કરી તેને ઘેરો ઘાલ્યો અને તેના પર હુમલા કર્યા.


હવે બત્રીસ રાજાઓને તેમનાં સૈન્ય પરથી હટાવી દઈ તે સૈન્ય ક્ષેત્રાધિપતિઓના હસ્તક મૂકો.


યોઆબે જોયું કે શત્રુની ટુકડીઓ આગળ તથા પાછળથી હુમલો કરવા ગોઠવાઈ છે, ત્યારે તેણે ઇઝરાયલના સૈન્યમાંથી ચુનંદા સૈનિકો પસંદ કરી તેમને અરામીઓની સામે ગોઠવી દીધા.


દાવિદને એની જાણ થતાં તેણે યોઆબને પૂરા સૈન્ય સાથે મોકલ્યો.


અબિયાએ ચાર લાખ ચુનંદા શૂરવીર સૈનિકોનું સૈન્ય ઉતાર્યું હતું અને યરોબામે આઠ લાખ ચુનંદા શૂરવીર સૈનિકોથી તેનો સામનો કર્યો.


આસા તેની સામે લડવા ગયો અને મારેશા નજીક સાફથાના ખીણપ્રદેશમાં બન્‍ને તરફનાં સૈન્ય ગોઠવાયાં.


તે ન્યાયાધીશોમાં પ્રામાણિકપણે ન્યાય કરવાની ભાવના પેદા કરશે અને નગરના દરવાજે હુમલો પાછો હઠાવનારાઓ માટે શક્તિનો સ્ત્રોત બની રહેશે.


તેમણે પોતાનાં ધનુષ્ય અને તલવાર ધારણ કર્યા છે. તેઓ ક્રૂર તથા ઘાતકી છે. તેઓ ગરજતા સમુદ્રની જેમ ઘોડાઓ પર સવાર થઈને ધસી આવે છે. હે બેબિલોનના લોકો, તેઓ તમારી વિરુદ્ધ લડાઈ માટે સજ્જ થયેલા છે.


પર્વતોનાં શિખરો પર કૂદકા મારતાં તેઓ રથોના ગડગડાટ જેવો અવાજ કરે છે, સળગતા સૂકા ઘાસની જેમ તેઓ તડ તડ અવાજ કરે છે. યુદ્ધને માટે સજ્જ સૈન્યની જેમ તેઓ હારબંધ રહે છે.


શાઉલ અને ઇઝરાયલીઓએ એકત્ર થઈને પવિત્ર એલા વૃક્ષની ખીણમાં છાવણી નાખી, અને ત્યાં પલિસ્તીઓ સાથે લડવાને તૈયાર થયા.


Lean sinn:

Sanasan


Sanasan