Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 19:6 - પવિત્ર બાઇબલ C.L.

6 હાનુન રાજા અને આમ્મોનીઓ સમજી ગયા કે તેમણે હવે દાવિદને પોતાનો શત્રુ બનાવ્યો છે. તેથી તેઓએ અરામ- નાહરાઈમ, અરામ-માખા તથા સોબા પાસેથી રથો અને સવારો ભાડે રાખવા ચોત્રીસ હજાર કિલો ચાંદી મોકલી આપી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 આમ્મોનીઓએ જોયું કે તેઓ દાઉદની નજરમાં ધિક્કારપાત્ર થયા હતા, ત્યારે હાનૂને તથા આમ્મોનીઓએ અરામ-નાહરાઈમમાંથી, અરામ-માકામાંથી સવારો ભાડે રાખવા માટે એક હજાર તાલંત રૂપું મોકલ્યું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 જ્યારે આમ્મોનીઓને ભાન થયું કે તેઓ દાઉદની નજરમાં ધિક્કારપાત્ર બન્યા છે, ત્યારે હાનૂને અને આમ્મોનીઓએ અરામ-નાહરાઈમમાંથી, માકામાંથી અને સોબાહમાંથી રથો તેમ જ ઘોડેસવારો ભાડેથી મેળવવા માટે ચોત્રીસ હજાર કિલો ચાંદી મોકલી આપી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 જ્યારે આમ્મોનીઓને ભાન થયું કે તેઓ દાઉદની નજરમાં ધિક્કારપાત્ર બન્યા હતા, હાનૂન અને આમ્મોનીઓએ, અરામ નાહરાઇમમાંથી, અરામ-માઅખાહમાંથી અને સોબાહમાંથી રથો તેમજ અશ્વદળો ભાડેથી મેળવવા માટે 34,000 કિલો ચાંદી મોકલી આપી.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 19:6
21 Iomraidhean Croise  

ત્યારે યાકોબે શિમયોન અને લેવીને કહ્યું, “તમે મને સંકટમાં મૂક્યો છે. આ દેશના વતનીઓ કનાનીઓ તથા પરિઝીઓ મધ્યે તમે મને તિરસ્કારપાત્ર કર્યો છે. મારી પાસે તો થોડા જ માણસો છે, અને જો તેઓ મારી વિરુદ્ધ સંગઠિત થઈ મારા પર હુમલો કરે તો મારા કુટુંબનો નાશ થઈ જાય.”


આમ્મોનીઓને સમજાયું કે તેમણે દાવિદને પોતાનો શત્રુ બનાવ્યો છે અને તેથી તેમણે બેથરહોબ અને સોબામાંથી વીસ હજાર અરામી સૈનિકો, ટોબમાંથી બાર હજાર માણસો અને માખા રાજાને તેના એક હજાર માણસો સહિત ભાડે રાખ્યા.


પછી યુફ્રેટિસના ઉપરવાસના પ્રદેશ પર પોતાનો કબજો ફરીથી જમાવવા જતા સોબા રાજ્યના રાજા એટલે રેહોબના પુત્ર હદાદએઝેરને તેણે હરાવ્યો.


દમાસ્ક્સના અરામીઓએ હદાદેઝેર રાજાને મદદ કરવા સૈન્ય મોકલ્યું, તો દાવિદે તેમના પર હુમલો કરી બાવીસ હજાર માણસ મારી નાખ્યા.


દાવિદે હદાદેઝેરના સમસ્ત લશ્કરને હરાવ્યું છે એવું હમાથના રાજા તોઉએ સાંભળ્યું.


કોઈકે દાવિદને એ પુરુષોની હાલત વિષે ખબર આપી, કારણ, તેઓ પાછા ઘેર આવતા ખૂબ જ શરમાતા હતા. દાવિદને તેની જાણ થતાં તેણે તેમને ખબર મોકલાવી કે તેઓ તેમની દાઢી ફરી ઊગે ત્યાં સુધી યરીખોમાં જ રહે અને પછી પાછા આવે.


તેણે પૂછયું, “તમે મારી સાથે ગિલ્યાદમાંના રામોથ પર ચડાઈ કરવા આવશો?” યહોશાફાટે જવાબ આપ્યો, “આપણે બે કંઈ જુદા નથી અને મારા લોકો તે તમારા લોકો જ છે. અમે તમારી સાથે જોડાઈશું.”


તેથી આહાબે ચારસો સંદેશવાહકો બોલાવ્યા અને તેમને પૂછયું, “શું હું ગિલ્યાદમાંના રામોથ પર ચડાઈ કરું?” તેમણે કહ્યું, “જાઓ, ચડાઈ કરો; ઈશ્વર તમને તેના પર વિજય પમાડશે.”


બન્‍ને રાજાઓ તેમના રાજપોશાકમાં સજ્જ થઈ સમરૂનના દરવાજા આગળ ખળાના મેદાન પર પોતાનાં આસનો પર બેઠા હતા અને બધા સંદેશવાહકો તેમની આગળ ભવિષ્ય ભાખતા હતા.


વળી, તેણે ઇઝરાયલ પાસેથી ત્રણ હજાર ચારસો કિલો ચાંદી આપી એક લાખ સૈનિકો ભાડે રાખ્યા.


તેણે આમ્મોનીઓ સામે યુદ્ધ કરી તેમને હરાવ્યા. પછી તેણે ત્રણ વર્ષ સુધી આમ્મોનીઓ પાસેથી પ્રતિવર્ષે ત્રણ હજાર ચારસો કિલો ચાંદી, એક હજાર ટન ઘઉં અને એક હજાર ટન જવની ખંડણી લીધી.


પરંતુ સઘળા અવળે માર્ગે ચઢી ગયા છે; તેઓ સૌ એક્સરખા ભ્રષ્ટ થયા છે; અને સર્ત્ક્ય કરનાર કોઈ નથી, ના, એક પણ નથી!


તે પૃથ્વીના છેડા સુધી યુદ્ધો અટકાવી દે છે; તે ધનુષ્યો ભાંગી નાખે છે. ભાલાઓને તોડી નાખે છે; અને ઢાલોને બાળી નાંખે છે.


ઉપરીઓએ તેમને કહ્યું, “પ્રભુ તમારાં કામ જોઈને તમને સજા કરો; કારણ, ફેરો તથા તેના અધિકારીઓની દૃષ્ટિમાં તમે અમને ધિક્કારપાત્ર બનાવ્યા છે અને અમને મારી નાખવા માટે તેમના હાથમાં તલવાર મૂકી છે.”


ઈસુએ શિષ્યોને કહ્યું, “જે તમારું સાંભળે છે, તે મારું સાંભળે છે; જે તમારો અસ્વીકાર કરે છે, તે મારો અસ્વીકાર કરે છે, અને જે મારો અસ્વીકાર કરે છે, તે મને મોકલનારનો અસ્વીકાર કરે છે.”


તેથી જે કોઈ આ શિક્ષણનો અનાદર કરે છે તે માણસનો નહિ, પણ તમને પોતાનો પવિત્ર આત્મા આપનાર ઈશ્વરનો અનાદર કરે છે.


શાઉલે પલિસ્તી સેનાપતિને ખતમ કરી દીધો છે અને પલિસ્તીઓ ઇઝરાયલીઓનો તિરસ્કાર કરે છે તે સર્વ ઇઝરાયલીઓને જણાવવામાં આવ્યું. તેથી લોકો શાઉલ પાસે ગિલ્ગાલમાં એકત્ર થયા.


ઇઝરાયલનો રાજા બન્યા પછી શાઉલે તેના સર્વ શત્રુઓ એટલે કે મોઆબીઓ, આમ્મોનીઓ, અદોમીઓ, સોબાના રાજાઓ અને પલિસ્તીઓ સાથે યુદ્ધ કર્યાં. જ્યાં જ્યાં તે લડયો ત્યાં ત્યાં તેણે તેમને ભારે હાર આપી.


આખીશને દાવિદ પર વિશ્વાસ હતો, કેમકે તે મનમાં કહેતો, “તેના પોતાના ઇઝરાયલી લોકો તેનો એવો તિરસ્કાર કરે છે કે તે જીવનપર્યંત મારી સેવા કરશે.”


Lean sinn:

Sanasan


Sanasan