૧ કાળવૃત્તાંત 18:8 - પવિત્ર બાઇબલ C.L.8 તે હદાદેઝેર હસ્તકનાં ટિબહાથ અને કૂન નગરોમાંથી તાંબાનો મોટો જથ્થો પણ લાવ્યો. (શલોમોને પાછળથી એ તાંબાનો ઉપયોગ જળકુંડ, સ્તંભો તેમ જ મંદિરનાં વાસણો બનાવવા કર્યો.) Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 હદારએઝેરના ટિબ્હાથ તથા કૂન નગરોમાંથી તેણે પુષ્કળ પિત્તળ મેળવ્યું. સુલેમાને તે વડે પિત્તળનો હોજ, સ્તંભો તથા પિત્તળનાં વાસણો બનાવ્યાં. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 વળી દાઉદે હદાદેઝેરના નગરો ટિબ્હાથ અને કૂનમાંથી પુષ્કળ પિત્તળ મેળવ્યું તેમાંથી સુલેમાને પિત્તળનો મોટો હોજ, સ્તંભો અને પિત્તળનાં વાસણો ભક્તિસ્થાન માટે તૈયાર કરાવ્યાં. Faic an caibideilપવિત્ર બાઈબલ8 વળી તેણે હદારએઝર શહેરો ટિબ્હાથ અને કૂનમાંથી પુષ્કળ કાંસુ પણ કબજે કર્યુ. સુલેમાને પાછળથી કાંસાનો મોટો કુંડ, થાંભલાઓ અને વાસણો મંદિર માટે તૈયાર કરાવ્યાં. Faic an caibideil |
હુરામે તાંબાનાં ભસ્મપાત્રો, પાવડા અને પ્યાલા બનાવ્યા. એ રીતે તેણે ઈશ્વરના મંદિરને માટે જે જે ચીજવસ્તુઓ બનાવવાનું રાજા શલોમોનનું કામ સ્વીકાર્યું હતું તે તેણે પૂરું કર્યું: બે સ્તંભ સ્તંભની ટોચ પરના પ્યાલા આકારના બે કળશ દરેક કળશ પર એકબીજીને વીંટાળાયેલ સાંકળીની ભાતની કોતરણી પ્રત્યેક કળશની ફરતે બે હારમાં ગોઠવેલાં તાંબાનાં ચારસો દાડમો દસ જળ લારીઓ દસ જળકુંડીઓ જળકુંડ જળકુંડ મૂકવા માટે બાર આખલા ભસ્મપાત્રો, પાવડા, ત્રિશૂળો. શલોમોન રાજાએ આજ્ઞા આપી હતી તેમ કુશળ કારીગર હુરામે પ્રભુના મંદિરમાં ઉપયોગ માટે એ બધી ચીજવસ્તુઓ ઓપેલા તાંબાની બનાવી.