Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 18:13 - પવિત્ર બાઇબલ C.L.

13 તેણે આખા અદોમમાં લશ્કરી થાણાં ઊભાં કર્યાં; અને સર્વ અદોમીઓ દાવિદને તાબે થયા. પ્રભુએ દાવિદને સર્વ ઠેકાણે વિજયી બનાવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 તેણે અદોમમાં થાણાં બેસાડ્યાં, અને સર્વ અદોમીઓ દાઉદના તબેદાર થયા. અને દાઉદ જ્યાં જ્યાં જતો ત્યાં ત્યાં યહોવા તેને જય અપાવતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 તેણે સમગ્ર અદોમ પ્રદેશમાં લશ્કરી છાવણીઓ ગોઠવી. બધા અદોમીઓ હવે દાઉદના દાસ બની ગયા. આમ, દાઉદ જ્યાં કંઈ ગયો, ત્યાં યહોવાહે તેને વિજય અપાવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 સમગ્ર અદોમ પ્રદેશમાં લશ્કરી થાણાં ગોઠવ્યાં. બધા અદોમીઓ હવે દાઉદના તાબેદાર બની ગયા. આમ, દાઉદ જ્યાં જ્યાં ગયો, ત્યાં ત્યાં યહોવાએ તેને વિજય અપાવ્યો.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 18:13
19 Iomraidhean Croise  

તો પ્રભુએ તેને કહ્યું, “તારા પેટમાં બે પ્રજાઓ છે; જન્મથી જ પરસ્પર વિરોધી એવી બે પ્રજાઓ છે. એક પ્રજા બીજી કરતાં વધારે બળવાન બનશે અને મોટો નાનાનો દાસ થશે.”


લોકો તારી સેવા કરો, પ્રજાઓ તારી આગળ નમો. તું તારા ભાઈઓનો માલિક થા, અને તારી માતાના પુત્રો તારી આગળ નમો. તને શાપ દેનાર પર શાપ ઊતરો, અને તને આશિષ દેનાર આશિષ પામો.”


ઇસ્હાકે એસાવને જવાબ આપ્યો, “જો મેં તેને તારો માલિક બનાવ્યો છે અને તેના બધા કુટુંબીજનોને તેના સેવકો બનાવ્યા છે. વળી, પોષણને માટે મેં તેને અનાજ અને દ્રાક્ષાસવ આપ્યાં છે. મારા દીકરા, હું હવે તારે માટે શું કરી શકું?”


તું તારી તલવારને જોરે જીવશે ને તારા ભાઈની સેવા કરશે, પણ તારાથી સહ્યું ન જાય ત્યારે તું તેની ઝૂંસરી તારી ગરદન પરથી ફગાવી દેશે.”


એ સમયે દાવિદ કિલ્લેબંધીવાળા પર્વત પર રહેતો હતો અને પલિસ્તીઓની એક ટુકડીએ બેથલેહેમ કબજે કર્યું હતું.


અગાઉ ઘણા સમય પહેલાં, દાવિદે અદોમ જીતી લીધું હતું, ત્યારે તેનો સેનાપતિ યોઆબ ત્યાં મરેલાંને દફનાવવા ગયો હતો. તે અને તેના માણસો અદોમમાં છ માસ રહ્યા હતા અને એ સમય દરમ્યાન તેમણે અદોમના બધા પુરુષોને મારી નાખ્યા હતા.


અબિશાય જેની માતાનું નામ સરુયા હતું, તેણે ‘મીઠાની ખીણ’માં અદોમીઓને હરાવ્યા અને તેમના અઢાર હજાર માણસો મારી નાખ્યા.


દાવિદ સમસ્ત ઇઝરાયલ પર રાજ કરતો હતો. પોતાના લોકો પ્રત્યે યથાર્થ અને ન્યાયી વર્તાવ થાય એ રીતે અમલ ચલાવતો.


તે પછી તેણે અરામીઓના પ્રદેશમાં લશ્કરી થાણાં સ્થાપ્યાં. તેઓ તેને તાબે થઈ ખંડણી ભરવા લાગ્યા. દાવિદને પ્રભુએ સર્વ ઠેકાણે વિજયી બનાવ્યો.


પ્રભુ સર્વ જોખમથી તારું રક્ષણ કરશે. તે તારા પ્રાણની રક્ષા કરશે.


તમે ઇઝરાયલના રાજાઓને વિજય અપાવો છો અને તમારા સેવક દાવિદને ઉગારો છો.


તે અદોમીઓના પ્રદેશને, અને પોતાના દુશ્મન સેઈરના લોકોને જીતી લેશે, ત્યારે ઇઝરાયલ પોતાના શૌર્યથી વિજેતા બનશે.


જ્યારે હું દમાસ્ક્સમાં હતો, ત્યારે આરેતાસ રાજાના હાથ નીચેના રાજ્યપાલે મારી ધરપકડ કરવાને માટે શહેરના દરવાજાઓએ ચોકીપહેરો મૂક્યો હતો.


પછી તું ગિબ્યામાં ઈશ્વરના પર્વતે જઈશ. જ્યાં પલિસ્તીઓની છાવણી હશે. નગરના પ્રવેશદ્વારે તને સિતાર, ડફ, વાંસળી અને વીણા વગાડતા અને પર્વત પરની વેદી પરથી ઊતરી આવતા સંદેશવાહકોની એક ટોળી મળશે. તેઓ ગાનતાનમાં તલ્લીન હશે.


યોનાથાને ગેબામાં પલિસ્તી સેનાપતિને મારી નાખ્યો અને સર્વ પલિસ્તીઓએ તે જાણ્યું. પછી શાઉલે હિબ્રૂઓને લડાઈમાં બોલાવવાને આખા દેશમાં રણશિંગડું ફૂંકવા સંદેશકોને મોકલ્યા.


એક દિવસે શાઉલના પુત્ર યોનાથાને પોતાના યુવાન શસ્ત્રવાહકને કહ્યું, “ચાલ, આપણે પલિસ્તીઓની છાવણીમાં ધૂસી જઈએ.” પણ યોનાથાને તેના પિતાને તે વિષે વાત કરી નહિ.


અને દાવિદ તેના સર્વ કાર્યમાં સફળ થતો. કારણ, પ્રભુ તેની સાથે હતા.


Lean sinn:

Sanasan


Sanasan