Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 18:11 - પવિત્ર બાઇબલ C.L.

11 દાવિદે એ સર્વ ભેટોનું તથા પોતે અદોમ, મોઆબ, આમ્મોન, પલિસ્તી અને અમાલેક એ સર્વ પ્રજાઓ જીતીને તેમની પાસેથી લાવેલ સોનારૂપાનું પ્રભુની આરાધના માટે સમર્પણ કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 વળી જે સોનુંરૂપું સર્વ પ્રજાઓ પાસેથી એટલે અદોમ પાસેથી, પલિસ્તીઓ પાસેથી તથા અમાલેક પાસેથી તે લાવ્યો હતો તેની સાથે એ પણ દાઉદ રાજાએ યહોવાને અર્પણ કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 દાઉદે તે બધાં પાત્રો યહોવાહના સભાસ્થાનની સેવા માટે અર્પણ કર્યા. તે જ રીતે, તેણે જીતેલી બધી પ્રજાઓ અદોમ, મોઆબીઓ, આમ્મોનીઓ, પલિસ્તીઓ અને અમાલેકીઓ પાસેથી મેળવેલું સોનું ચાંદી પણ તેણે ઈશ્વરને અર્પણ કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 તે બધાં દાઉદે યહોવાના મંદિરની સેવા માટે અપીર્ દીધાં. એ જ રીતે, તેણે જીતેલી બધી પ્રજાઓ અદોમ, મોઆબી, આમ્મોનીઓ, પલિસ્તીઓ અને અમાલેકીઓ પાસેથી કબજે કરેલું સોનું ચાંદી તેણે યહોવાને અર્પણ કરી દીધું.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 18:11
20 Iomraidhean Croise  

શલોમોન રાજાએ પ્રભુના મંદિરનું સઘળું કામ સમાપ્ત કર્યું. એટલે તેના પિતા દાવિદે પ્રભુને અર્પેલાં ચાંદી, સોનું અને અન્ય ચીજવસ્તુઓ લાવીને મંદિરના ભંડારોમાં મૂકી.


યહૂદિયાના રાજા યોઆશે તેના પુરોગામી રાજાઓ યહોશાફાટ, યહોરામ, અને અહાઝયાએ પ્રભુને સમર્પિત કરેલાં સર્વ અર્પણો, વળી, તેણે પોતે આપેલાં સર્વ અર્પણો અને પ્રભુના મંદિરના તથા મહેલના ખજાનામાંથી સઘળું સોનું લઈને અરામના રાજા હઝાએલ પર ભેટ મોકલી. તેથી તે યરુશાલેમ પરથી પોતાનું સૈન્ય લઈ જતો રહ્યો.


તેથી તેણે પોતાના પુત્ર હદોરામને દાવિદને શુભેચ્છા પાઠવવા તેમ જ હદાદેઝેર પર મેળવેલા વિજય માટે દાવિદને અભિનંદન આપવા મોકલ્યો. તોઉ અને હદાદેઝેર વચ્ચે વિગ્રહ ચાલતો હતો. હદોરામ દાવિદ માટે સોનું, રૂપું અને તાંબાનાં વિવિધ પાત્રોની ભેટો લાવ્યો.


અબિશાય જેની માતાનું નામ સરુયા હતું, તેણે ‘મીઠાની ખીણ’માં અદોમીઓને હરાવ્યા અને તેમના અઢાર હજાર માણસો મારી નાખ્યા.


મંદિર માટે મેં ભારે મહેનત કરીને ચોત્રીસો ટન સોનું અને ચોત્રીસ હજાર ટન ચાંદી એકત્ર કર્યાં છે. વળી, તાંબુ અને લોખંડનો અઢળક જથ્થો છે. મેં લાકડાં અને પથ્થર પણ ભેગાં કર્યાં છે; પણ તારે તેનો વધારે જથ્થો મેળવવો પડશે.


લેવીઓમાંથી અહિયા ઈશ્વરના મંદિરના ભંડાર અને ઈશ્વરને અર્પિત ભેટોના ભંડારો પર હતો.


“છતાં હું અને મારા લોક હકીક્તમાં તમને કંઈ આપી શકીએ તેમ છીએ જ નહિ; કારણ, અમારું જે કંઈ છે તે તમારા તરફથી જ મળેલું છે અને જે તમારું પોતાનું છે તે જ અમે તમને આપ્યું છે.


શલોમોન રાજાએ પ્રભુના મંદિરનું સઘળું કામ પૂરું કર્યું. એટલે તેના પિતા દાવિદે પ્રભુને અર્પેલાં સોનાચાંદીનાં પાત્રો અને અન્ય સામગ્રી લાવીને મંદિરના ભંડારોમાં મૂક્યાં.


તમે પ્રભુને માટે અર્પણ લાવો. તમારામાંથી જેમને અર્પણ ચડાવવાની ઇચ્છા હોય તેઓ અર્પણ લાવે; એટલે કે સોનું, ચાંદી, તાંબુ,


પ્રભુ કહે છે, “હે યરુશાલેમના લોકો, જાઓ અને તમારા શત્રુઓને સજા કરો! હું તમને લોખંડી શિંગડાં અને તાંબાની ખરીવાળા આખલા જેવા બળવાન બનાવીશ. તમે ઘણી પ્રજાઓને કચડી નાખશો અને તમે મને, એટલે, સમગ્ર પૃથ્વીના પ્રભુને એ પ્રજાઓએ હિંસાથી મેળવેલી સંપત્તિનું સમર્પણ કરશો.”


રૂપું, સોનું, તાંબુ કે લોખંડની બનેલી સર્વ વસ્તુઓ પ્રભુને માટે અલગ કરેલી છે અને તે પ્રભુના ભંડારમાં મૂકવાની છે.”


પછી તેમણે શહેરને આગ લગાડીને તેના સર્વસ્વને બાળીને ભસ્મ કરી દીધું. માત્ર રૂપું અને સોનું તથા તાંબાનાં અને લોખંડનાં પાત્રો લાવીને પ્રભુના ઘરના ભંડારમાં મૂક્યાં.


દાવિદે તેને પૂછયું, “તારો માલિક કોણ છે અને તું ક્યાંથી આવ્યો છે?” તેણે જવાબ આપ્યો, “હું ઈજિપ્તી છું અને એક અમાલેકીનો ગુલામ છું. હું બીમાર પડી ગયો હોવાથી મારા માલિકે મને ત્રણ દિવસ અગાઉ પાછળ પડતો મૂક્યો.


દાવિદ ઘેટાંબકરાંનાં બધાં ટોળાં અને બધાં ઢોરઢાંક પણ પાછા લાવ્યો, એમને હાંકનારા કહેતા હતા કે, “આ દાવિદની લૂંટ છે.”


Lean sinn:

Sanasan


Sanasan