Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 17:16 - પવિત્ર બાઇબલ C.L.

16 પછી દાવિદ પ્રભુની સંમુખ બેઠો અને બોલ્યો: “હે પ્રભુ પરમેશ્વર, હું કોણ અને મારું કુટુંબ કોણ કે તમે મને આટલા ઉચ્ચપદ સુધી લાવ્યા છો?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 પછી દાઉદ રાજા અંદર જઈને યહોવાની સમક્ષ બેઠો. તેણે કહ્યું, “હે યહોવા ઈશ્વર, હું કોણ, ને મારું કુટુંબ કોણ કે, તમે મને આટલે સુધી લાવ્યા છો?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 પછી દાઉદ રાજા અંદર જઈને યહોવાહની સમક્ષ બેઠો અને બોલ્યો, “હે ઈશ્વર યહોવાહ, હું કોણ અને મારું કુટુંબ કોણ કે, તમે મને આવા ઉચ્ચસ્થાને લાવ્યા છો?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 ત્યારબાદ રાજા દાઉદ યહોવા સમક્ષ ગયો અને તેની સામે બેસીને બોલ્યો, “હે યહોવા દેવ, હું કોણ અને મારું કુટુંબ કોણ? કે તેં મને આટલે ઊંચે સુધી ઊઠાવ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 17:16
15 Iomraidhean Croise  

તમે તમારા આ સેવક પ્રત્યે જે એકધારો પ્રેમ અને નિષ્ઠા બતાવ્યાં છે તેને માટે હું લાયક નથી. કારણ, માત્ર મારી લાકડી લઈને મેં આ નદી ઓળંગી હતી. પણ આજે મારી પાસે આ બે જૂથ છે.


પછી દાવિદ પ્રભુની સમક્ષ મંડપમાં ગયો અને ત્યાં બેસીને પ્રાર્થના કરી, “હે પ્રભુ પરમેશ્વર, મારી અને મારા કુટુંબની શી વિસાત કે તમે મને આવા ઉચ્ચપદે બેસાડયો છે?


હિઝકિયા રાજાએ સંદેશકો પાસેથી પત્ર લઈને વાંચ્યો. પછી તેણે મંદિરમાં જઈને પ્રભુની સમક્ષ એ પત્ર મૂક્યો.


ઈશ્વરે દર્શનમાં નાથાન આગળ આ જે સંદેશ પ્રગટ કર્યો તે તેણે દાવિદને કહી સંભળાવ્યો.


“હે ઈશ્વર, તમારી દૃષ્ટિમાં એટલું બસ ન હોય તેમ તમે દૂરના ભવિષ્યના મારા વંશજો માટે વચન આપ્યું છે. વળી, તમે મને મહાપુરુષોની પંક્તિમાં ગણો છો!


“છતાં હું અને મારા લોક હકીક્તમાં તમને કંઈ આપી શકીએ તેમ છીએ જ નહિ; કારણ, અમારું જે કંઈ છે તે તમારા તરફથી જ મળેલું છે અને જે તમારું પોતાનું છે તે જ અમે તમને આપ્યું છે.


શલોમોને જવાબ આપ્યો, “તમે મારા પિતા દાવિદ પ્રત્યે હમેશા અપાર પ્રેમ દાખવ્યો હતો, અને તમે જ મને તેમના પછી રાજા બનાવ્યો છે.


હે પ્રભુ, માણસ તે કોણ કે તમે તેનો ખ્યાલ રાખો છો? અને મર્ત્ય માનવીની શી વિસાત કે તમે એનો વિચાર કરો છો?


પણ આજ દિન સુધી ઈશ્વરે મદદ કરી છે, અને તેથી નાનાંમોટાં સર્વ સમક્ષ મારી સાક્ષી આપતાં હું અહીં ઊભો છું. જે બાબતો વિશે સંદેશવાહકો અને મોશેએ કહ્યું હતું તે જ હું કહું છું.


મોતનાં આવાં ભયંકર જોખમોમાંથી ઈશ્વરે અમને બચાવ્યા છે, અને બચાવશે. અમે આશા રાખી છે કે તે અમને ફરીથી પણ બચાવશે.


ઈશ્વરના સર્વ લોકમાં હું સૌથી નિમ્ન કક્ષાનો છતાં મને એ કૃપા આપવામાં આવી કે હું ખ્રિસ્તની અસીમ સમૃદ્ધિનો શુભસંદેશ બિનયહૂદીઓ પાસે લઈ જઉં અને ઈશ્વરની માર્મિક યોજના કેવી રીતે કાર્ય કરે છે તે સર્વ માણસોને બતાવું. સર્વ વસ્તુઓના સર્જનહાર ઈશ્વરે આ રહસ્યને વીતેલા સર્વ યુગોમાં ગુપ્ત રાખ્યું હતું;


ગિદિયોને જવાબ આપ્યો, “પણ પ્રભુ હું કેવી રીતે ઇઝરાયલને છોડાવું? મનાશ્શાના કુળમાં મારું ગોત્ર સૌથી નબળું છે અને મારા પિતાના કુટુંબમાં પણ હું વિસાત વિનાનો છું.”


પછી શમુએલે એક પથ્થર લઈને મિસ્પા અને રોનની વચ્ચે ઊભો કર્યો અને કહ્યું, “પ્રભુએ આપણને આખે માર્ગે મદદ કરી છે.” અને તેથી તેણે તેનું નામ ‘એબેન-એઝેર’ એટલે, “મદદનો પથ્થર” પાડયું.


શાઉલે જવાબ આપ્યો, “હું ઇઝરાયલમાં નાનામાં નાના કુળ બિન્યામીનનો છું અને એ કુળમાં મારું કુટુંબ વિસાત વગરનું છે. તો પછી તમે મારી આગળ આવું કેમ બોલો છો?”


Lean sinn:

Sanasan


Sanasan