Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 17:13 - પવિત્ર બાઇબલ C.L.

13 “હું તેનો પિતા થઈશ, અને તે મારો પુત્ર થશે. તને રાજા બનાવવા માટે શાઉલ પાસેથી જેમ મેં મારી રહેમનજર ખેંચી લીધી તેમ તેની પાસેથી હું મારી રહેમનજર ખેંચી લઈશ નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 હું તેનો પિતા થઈશ, ને તે મારો પુત્ર થશે. જે તારી અગાઉ હતો તેના ઉપરથી જેમ મેં મારી કૃપા પાછી ખેંચી લીધી, તેમ તેના ઉપરથી હું તે ખેંચી લઈશ નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 હું તેનો પિતા થઈશ અને તે મારો પુત્ર થશે. તેની પાસેથી મારા કરારનું વિશ્વાસુપણું હું લઈ લઈશ નહિ જેમ મેં તારી અગાઉના શાસક, શાઉલ પ્રત્યેથી લઈ લીધું હતું તેમ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 હું તેનો પિતા થઇશ અને તે મારો પુત્ર થશે. મેં તારા પુરોગામી ઉપરથી મારી કૃપાષ્ટિ પાછી ખેંચી લીધી હતી તેમ હું એના પ્રત્યે કદીય દયાળુ થવાનું બંધ નહિ કરું.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 17:13
16 Iomraidhean Croise  

પણ શલોમોનના પુત્ર પાસે એક કુળ રહેશે, જેથી મારે નામે મારી ભક્તિ કરવાના સ્થાન તરીકે મેં પસંદ કરેલા નગર યરુશાલેમમાં રાજ કરવા મારા સેવક દાવિદનો જ વંશજ રાજ કરે.


પણ પ્રભુની સલાહ મેળવી નહિ. તેથી પ્રભુએ તેને મારી નાખ્યો અને તેનું રાજ્ય યિશાઈના પુત્ર દાવિદને સોંપ્યું.


તે મારે માટે મંદિર બાંધશે અને હું તેનો રાજવંશ સદાને માટે ચાલુ રાખીશ.


હું તેને મારા લોક પર અને મારા રાજ્ય પર સદાને માટે ઠરાવીશ. તેની રાજગાદીનો કદી અંત આવશે નહીં.”


ધ્રૂજતાં ધ્રૂજતાં તેમનાં ચરણ ચૂમો; રખેને તે તમારા પર કોપાયમાન થાય અને તત્કાળ તમારો વિનાશ થાય; કેમ કે તેમનો કોપ જલદી સળગી ઊઠે છે. પ્રભુને શરણે જનારાઓને ધન્ય છે!


રાજા કહે છે, “હું પ્રભુના ઢંઢેરાની ઘોષણા કરીશ, તેમણે મને કહ્યું, ‘તું મારો પુત્ર છે, આજે હું તારો પિતા બન્યો છું.


કાન દઈને મારું સાંભળો અને મારી પાસે આવો. મારી પાસે આવો એટલે તમને જીવન પ્રાપ્ત થશે. હું તમારી સાથે સનાતન કરાર કરીશ અને દાવિદને વચનપૂર્વક આપેલી આશિષો તમને આપીશ.


તે મહાન થશે અને સર્વોચ્ચ ઈશ્વરનો પુત્ર કહેવાશે. પ્રભુ પરમેશ્વર તેને તેના પૂર્વજ દાવિદની જેમ રાજા બનાવશે.


વાદળમાંથી આકાશવાણી સંભળાઈ, “આ મારો પુત્ર છે, એને મેં પસંદ કર્યો છે, એનું સાંભળો!”


ઈશ્વરપિતા પોતાના પુત્ર પર પ્રેમ કરે છે અને તેમણે બધું તેમના અધિકાર નીચે મૂકાયું છે.


હું તમારો પિતા બનીશ, અને તમે મારાં પુત્રપુત્રીઓ બનશો, એવું સર્વશક્તિમાન પ્રભુ કહે છે.”


કારણ, ક્યારેય ઈશ્વરે કોઈ દૂતને એમ નથી કહ્યું કે, “તું મારો પુત્ર છે અને, આજે હું તારો પિતા બન્યો છું.” અથવા, કોઈ દૂતને તેમણે એમ પણ નથી કહ્યું કે, “હું તેનો પિતા થઈશ અને તે મારો પુત્ર થશે.”


શમુએલે તેને કહ્યું, “પ્રભુએ આજે ઇઝરાયલનું રાજ્ય તારી પાસેથી ફાડી લીધું છે અને તારા કરતાં વધારે સારા માણસને આપ્યું છે.


Lean sinn:

Sanasan


Sanasan