Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 17:1 - પવિત્ર બાઇબલ C.L.

1 હવે દાવિદ રાજા પોતાના મહેલમાં રહેતો હતો. એક દિવસે તેણે નાથાન સંદેશવાહકને બોલાવી તેને કહ્યું, “હું અહીં ગંધતરુના મહેલમાં રહું છું, પણ પ્રભુની કરારપેટી તો તંબૂમાં રાખવામાં આવે છે!”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 દાઉદ પોતાના મહેલમાં રહેવા ગયો, ત્યાર પછી નાથાન પ્રબોધકને કહ્યું, “હું એરેજ-કાષ્ટના મહેલમાં રહું છું, પણ યહોવાના કરારનો કોશ પડદામાં રહે છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 દાઉદ પોતાના મહેલમાં રહેવા ગયો, ત્યાર પછી તેણે નાથાન પ્રબોધકને કહ્યું, “જો, હું દેવદારના મહેલમાં રહું છું, પરંતુ ઈશ્વરનો કરારકોશ મંડપમાં રહે છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 પોતાના નવા મહેલમાં થોડો સમય રહ્યા પછી દાઉદે પ્રબોધક નાથાનને કહ્યું, “જો હું દેવદારના કાષ્ટના મહેલમાં રહું છું. પરંતુ યહોવાનો કરારકોશ મંડપમાં છે!”

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 17:1
28 Iomraidhean Croise  

પછી પ્રભુએ સંદેશવાહક નાથાનને દાવિદ પાસે મોકલ્યો. નાથાને તેની પાસે જઈને તેને કહ્યું, “એક નગરમાં બે માણસો રહેતા હતા. એક શ્રીમંત અને બીજો ગરીબ.


પ્રભુએ નાથાન સંદેશવાહક દ્વારા આપેલી સૂચના પ્રમાણે તેણે તેનું નામ યદીદયા, એટલે ‘યાહનો વહાલો’ પાડયું.


લોકોએ પ્રભુની કરારપેટી લાવીને દાવિદે તેને માટે ઊભા કરેલા તંબૂમાં મધ્ય ભાગમાં મૂકી. પછી તેણે પ્રભુને દહનબલિ અને સંગતબલિ ચઢાવ્યાં.


રાજાને નાથાન સંદેશવાહકના આગમનની જાણ કરવામાં આવી અને નાથાને અંદર જઈને રાજા આગળ નમીને તેમને પ્રણામ કર્યા.


તેમણે સાદોક, નાથાન, બનાયા અને રાજાના અંગરક્ષકોને શલોમોનની સાથે મોકલ્યા હતા. તેમણે તેને રાજાના ખચ્ચર પર બેસાડયો હતો;


પણ યજ્ઞકાર સાદોક, યહોયાદાનો પુત્ર બનાયા, સંદેશવાહક નાથાન, શિમઈ, રેઇ અને દાવિદના અંગરક્ષકો અદોનિયાના પક્ષમાં નહોતા.


શલોમોને આગળ કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર પ્રભુને નામે તેમની ભક્તિ માટે મંદિર બાંધવાની મારા પિતા દાવિદના અંતરની ઝંખના હતી.


તુરના રાજા હિરામે દાવિદ પાસે એલચીઓ મોકલ્યા અને રાજમહેલ બાંધવા ગંધતરુનાં લાકડાં, કડિયા તથા સુથારો મોકલ્યા.


દાવિદે પોતાને માટે દાવિદ- નગરમાં મહેલો બંધાવ્યા. તેણે ઈશ્વરની કરારપેટી માટે જગા તૈયાર કરી અને તેને માટે મંડપ ઊભો કર્યો.


તેમણે કરારપેટી લાવીને તેને માટે દાવિદે તૈયાર કરેલા મંડપમાં તેને મૂકી. પછી તેમણે ઈશ્વરને દહનબલિ અને સંગતબલિ ચઢાવ્યા.


નાથાને તેને કહ્યું, “તારા મનની ઇચ્છા પ્રમાણે કર, કારણ, ઈશ્વર તારી સાથે છે.”


મેં ઇઝરાયલીઓને ઇજિપ્તમાંથી મુક્ત કર્યા ત્યારથી આજ સુધી હું ક્યારેય કોઈ મંદિરમાં રહ્યો નથી; હું તો એક તંબૂમાંથી બીજા તંબૂમાં વિવિધ સ્થળે ફરતો રહ્યો છું.


તેણે પોતાના પુત્ર શલોમોનને બોલાવ્યો અને તેને ઇઝરાયલના ઈશ્વર પ્રભુ માટે મંદિર બાંધવાનું કામ સોંપ્યું.


દાવિદે શલોમોનને કહ્યું, “બેટા, ઈશ્વર મારા પ્રભુના નામના સન્માર્થે મંદિર બાંધવાની મારી ઇચ્છા હતી.


દાવિદે તેમની સમક્ષ ઊભા રહીને કહ્યું, “મારા ભાઈઓ અને પ્રજાજનો, મારું સાંભળો. પ્રભુની કરારપેટી માટે કાયમી વિરામસ્થાન એટલે, ઈશ્વરના પાયાસન માટે નિવાસસ્થાન બાંધવાનું મારા મનમાં હતું. એ બાંધવાની તૈયારી પણ મેં કરી હતી.


આરંભથી અંત સુધી દાવિદ રાજાનો ઇતિહાસ શમુએલ, નાથાન અને ગાદ એ ત્રણ સંદેશવાહકોના ગ્રંથોમાં નોંધેલો છે.


જો કે ઈશ્વરની કરારપેટી તો યરુશાલેમમાં હતી. દાવિદે તેને કિર્યાથ-યારીમથી લાવ્યા પછી ત્યાં તેને તંબૂમાં રાખી હતી.


“મંડપના અંદરના ભાગ માટે વાદળી, જાંબુડી અને ઘેરા લાલ રંગના રેસામાંથી તેમજ ઝીણા કાંતેલા અળસી રેસામાંથી પડદા બનાવવા. પડદા પર કરુબોની આકૃતિઓનું ભરતકામ કરવું.


બીજાઓ કરતાં મહેલ બાંધવામાં વધુ ગંધતરુનાં લાકડાં વાપરવાથી જ શું તું રાજા બની ગયો ગણાય? તારો પિતા ખાધેપીધે સુખી હતો, પણ તેણે નેકી અને પ્રામાણિક્તાથી રાજ કર્યું અને તેથી જ તે આબાદ અને સુખી થયો.


“હું મારા રાજમહેલમાં એશઆરામથી રહેતો હતો અને ભારે વૈભવ માણતો હતો.


“તો પછી હે મારી પ્રજા, મારું મંદિર ખંડિયેર અવસ્થામાં પડયું છે ત્યારે તમારે તમારાં સુશોભિત મકાનોમાં રહેવાનો આ સમય છે?


“તમે વિપુલ પાકની આશા રાખી, પણ તે થોડો જ થયો. તમે તે અનાજ ઘેર લાવ્યા તો મેં તેને ફૂંક મારી ઉડાવી દીધું. એનું કારણ શું? એનું કારણ એ કે મારું મંદિર ભંગાર હાલતમાં પડયું છે, ત્યારે તમે પોતપોતાના ઘરના ક્મક્જમાં વ્યસ્ત છો.


દાવિદ પર ઈશ્વરની કૃપા થઈ, અને યાકોબના ઈશ્વરને માટે નિવાસસ્થાન બાંધવા તેણે ઈશ્વરની પરવાનગી માગી.


Lean sinn:

Sanasan


Sanasan