Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 16:41 - પવિત્ર બાઇબલ C.L.

41 એમની સાથે હેમાન, યદૂથૂન અને બીજા કેટલાક હતા, જેમને પ્રભુના સનાતન પ્રેમ માટે તેમની સ્તુતિ કરવા ખાસ નીમવામાં આવ્યા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

41 તેઓની સાથે તેણે હેમાન તથા યદૂથૂન તથા બાકીના પસંદ કરેલા કે, જેઓ નામવાર નોંધાયેલા હતા, તેઓને યહોવાએ જેમની કૃપા સર્વકાળ સુધી ટકે છે તેમની આભારસ્તુતિ કરવા માટે [નીમ્યા] ;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

41 તેઓની સાથે તેણે હેમાન તથા યદૂથૂન તથા બાકીના પસંદ કરેલા અન્યો કે જેઓ નામવાર નોંધાયેલા હતા, તેઓને યહોવાહ કે જેમની કરુણા સર્વકાળ સુધી ટકે છે તેમની આભારસ્તુતિ કરવા માટે નીમ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

41 તેમની સાથે તેણે હેમાન અને યદૂથૂનને તેમ જ યહોવાની શાશ્વત કરુણા બદલ તેનાં સ્તવનગાન કરવા માટે ખાસ પસંદ કરેલા બીજા માણસોને મૂક્યા.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 16:41
21 Iomraidhean Croise  

ગાયકોના ગોત્રમાંથી તેમણે નીચેના માણસોને તાંબાનાં ઝાંઝ વગાડવા રાખ્યા: યોએલનો પુત્ર હેમાન, તેના સંબંધી બેરખ્યાનો પુત્ર આસાફ અને કુશાયાનો પુત્ર એથાન. એ મરારીના ગોત્રના હતા. તેમની મદદમાં તેમણે નીચેના લેવીઓને તીવ્ર સ્વરે સિતાર વગાડવા પસંદ કર્યા: ઝખાર્યા, બની, યાહસિયેલ, શમિરામોથ, યેહિયેલ, ઉન્‍ની, એલ્યાબ, માશેયા અને બનાયા. મૃદુ સ્વરે વીણા વગાડવા તેઓએ નીચેના લેવીઓને પસંદ કર્યા: મત્તિથ્યા, એલિફેલેહુ, મિકનેયા, અઝીઝયા અને મંદિરના રક્ષકો ઓબેદ, અદોમ તથા યેઈએલ.


પ્રભુનો આભાર માનો; કારણ, તે ઉત્તમ છે; તેમનો પ્રેમ સનાતન છે.


દાવિદ રાજાએ પ્રભુની કરારપેટીની નિત્યની નિયત સેવાર્થે આસાફ અને તેના સાથી લેવીઓની નિમણૂક કરી.


આ કામગીરી સંભાળનાર માણસોની વંશાવળીની વિગતો આ પ્રમાણે છે. કહાથનું ગોત્ર: પ્રથમ ગાયકવૃંદનો આગેવાન હેમાન યોએલનો પુત્ર હતો. વંશાનુક્રમે યાકોબ સુધીના તેના પૂર્વજો આ પ્રમાણે છે: હેમાન, યોએલ, શમુએલ, એલ્કાના, યહોરામ, એલિયેલ, તોઆ,


લોકો સાથે મસલત કર્યા પછી રાજાએ કેટલાક ભજનિકોને નીમ્યા અને તેમને પવિત્ર વસ્ત્રો પહેરીને “પ્રભુની સ્તુતિ થાઓ! તેમની કૃપા સનાતન છે!” એમ ગાતાં ગાતાં સૈન્યની મોખરે કૂચ કરવા આદેશ આપ્યો.


આકાશમાંથી અગ્નિ પડતો જોઈને અને મંદિરને ગૌરવથી ભરાઈ ગયેલું જોઈને ઇઝરાયલી લોકોએ ફરસબંધી પર ધૂંટણિયે પડીને પોતાનાં મુખ નમાવીને ભજન કર્યું અને પ્રભુની સ્તુતિ કરતાં કહ્યું, “પ્રભુ દયાળુ છે; તેમનો પ્રેમ સનાતન છે.”


તેમણે પ્રભુનું ભજન કરતાં સ્તોત્ર ગાયું અને તેમાં આ ટેકનો પુનરોચ્ચાર કર્યો: “પ્રભુ દયાળુ છે, અને ઇઝરાયલ પર તેમનો પ્રેમ સનાતન છે.” મંદિરના પાયા ઉપર કામ ચાલુ થઈ ગયું હોવાથી સૌએ મોટા પોકારસહિત પ્રભુનું ભજન કર્યું.


એ ઉપરાંત, મંદિરના અન્ય 220 સેવકો હતા. એ બધા દાવિદ રાજા અને તેના સરદારોએ લેવીઓની મદદ માટે નીમેલા સેવકોના વંશના હતા. એ સૌનાં નામની યાદી બનાવવામાં આવી.


પરંતુ પ્રભુનો પ્રેમ તેમના ભક્તો પર, એટલે તેમનો કરાર પાળનારા અને તેમના વિધિઓનું કાળજીપૂર્વક પાલન કરનારાઓ પર, અનાદિકાળથી અનંતકાળ સુધી રહે છે અને તે તેમનાં સંતાનોનાં સંતાન સાથે ઈશ્વરનું વિશ્વાસુપણું જારી રહે છે.


યાહની સ્તુતિ કરો - હાલ્લેલુયાહ! પ્રભુનો આભાર માનો; કારણ, તે ભલા છે, તેમનો પ્રેમ સાર્વકાલીન છે.


પ્રભુની આભારસ્તુતિ કરો; કારણ, તે ભલા છે; સાચે જ તેમનો પ્રેમ સાર્વકાલિક છે.


મેં વિચાર્યું હું મારા માર્ગો વિષે સાવચેત રહીશ; જેથી હું મારી જીભે પાપ ન કરું. દુષ્ટો મારી નજીક હોય ત્યારે હું મારા મુખ પર મૌનની લગામ રાખીશ.


હું મદદ માટે ઈશ્વરને પોકારું છું; હું ઉદ્વેગમાં તેમને મોટેથી પોકારું છું કે તે મારું સાંભળે.


પણ આ સ્થળોમાં ફરીથી આનંદ અને હર્ષના પોકાર અને વરકન્યાનો કિલ્લોલ સંભળાશે, અને લોકો પ્રભુના મંદિરમાં આભારબલિ ચડાવતી વખતે સ્તુતિ ગાશે: ‘સેનાધિપતિ પ્રભુનો આભાર માનો, કેમકે તે ભલા છે અને તેમનો અવિચળ પ્રેમ સર્વકાળ ટકે છે.’ હું આ દેશની પરિસ્થિતિ પલટી નાખીશ અને તેને પહેલાંની જેમ આબાદ બનાવીશ. હું પ્રભુ આ બોલું છું.”


પછી તે મને અંદરના ચોકમાં લઈ ગયો. ત્યાં અંદરના ચોકમાં ગાયકો માટે બે ખંડો હતા. એક ઉત્તરના દરવાજા પાસે હતો, અને તેનું મોં દક્ષિણ તરફ હતું. બીજો ખંડ દક્ષિણના દરવાજા પાસે હતો, અને તેનું મોં ઉત્તર તરફ હતું.


મોશે તથા આરોને ઉપર પ્રમાણેના આગેવાનોને પોતાની સાથે મદદમાં લીધા.


જેઓ તેમની બીક રાખે છે તેમના પર તેઓ પેઢી દરપેઢી સુધી દયા દર્શાવે છે.


Lean sinn:

Sanasan


Sanasan