Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 16:30 - પવિત્ર બાઇબલ C.L.

30 આખી પૃથ્વી તેમની આગળ ધ્રૂજો! પૃથ્વી તેના સ્થાનમાં એવી રીતે સ્થિર કરાયેલી છે કે તેને હલાવી શકાય નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

30 આખી પૃથ્વી તેમની આગળ ધ્રૂજે; જગત પણ એવી રીતે સ્થપાયેલું છે કે, તેને હલાવી શકાય નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

30 સમગ્ર પૃથ્વી તેમની સમક્ષ ધ્રૂજે. જગત પણ એવી રીતે સ્થપાયેલું છે કે, તેને હલાવી શકાય તેમ નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

30 સમગ્ર પૃથ્વી તેની સમક્ષ થથરે છે, અને એણે સ્થાપિત કરેલું જગ સદા અચલ રહે છે.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 16:30
15 Iomraidhean Croise  

સમસ્ત દુનિયા પ્રભુનાં ગુણગાન ગાઓ, તેમણે આપણને બચાવ્યા છે; એમનો વિજય પ્રતિદિન જાહેર કરો.


પ્રભુ મહાન અને અત્યંત સ્તુતિપાત્ર છે; અન્ય દેવોની તુલનામાં માત્ર તે જ આરાધ્ય છે.


પ્રભુના ગૌરવી નામની પ્રશંસા કરો, અર્પણ લઈને તેમના મંદિરમાં આવો; પવિત્ર વસ્ત્રો ધારણ કરીને પ્રભુને નમન કરો.


આકાશો આનંદ કરો, પૃથ્વી હર્ષ પામો, અને પ્રજાઓ સમક્ષ જાહેર કરો કે, “પ્રભુ રાજ કરે છે!”


તે બોલ્યા કે સૃષ્ટિ ઉત્પન્‍ન થઈ; તેમણે આજ્ઞા કરી કે તે અસ્તિત્વમાં આવી.


તમે સ્વર્ગમાંથી તમારો ન્યાયચુકાદો સંભળાવ્યો અને તમારા ઇન્સાફનો અમલ કરવા તથા પૃથ્વીના સર્વ પીડિતોને ઉગારવા તમે ઊઠયા, ત્યારે પૃથ્વી ભયથી સ્તબ્ધ બની ગઈ. (સેલાહ)


પ્રભુ રાજ કરે છે, તેમણે ભવ્યતા પરિધાન કરી છે; પ્રભુ વિભૂષિત છે, તેમણે પરાક્રમે કમર ક્સી છે. સાચે જ તેમણે પૃથ્વીને પ્રસ્થાપિત કરી છે; તે વિચલિત થશે નહિ.


ગૌરવ અને શોભાનાં પવિત્ર વસ્ત્ર પહેરીને પ્રભુને ભજો; આખી પૃથ્વીના લોકો તેમની આગળ ધ્રૂજી ઊઠો.


પ્રભુ રાજ કરે છે; સર્વ પ્રજાઓ કાંપો; તે કરુબો પરના રાજ્યાસન પર બિરાજમાન છે; ધરણી ધ્રૂજી ઊઠો.


પ્રભુ પોતાના ઇઝરાયલી લોકને કહે છે, “મારી કૃપા દાખવવાના નિયત સમયે હું તારું સાંભળીશ અને મુક્તિના દિવસે તને સહાય કરીશ. હું તારું રક્ષણ કરીશ અને લોકો સાથેના મારા કરાર તરીકે તારી નિમણૂક કરીશ. હું દેશનો પુનરોદ્ધાર કરીશ અને ઉજ્જડ થઈ પડી રહેલાં વતનોને વહેંચી આપીશ.


ઈશ્વરે પોતાના સામર્થ્યથી પૃથ્વીની રચના કરી, પોતાના જ્ઞાનથી તેને સંસ્થાપિત કરી, અને પોતાની પ્રજ્ઞાથી આકાશને વિસ્તાર્યું.


તે સર્વ સર્જન પહેલાં હયાત હતા અને તે પોતામાં સર્વ સર્જનને યોગ્ય સ્થાને ધરી રાખે છે.


તે તો ઈશ્વરના ગૌરવનો પ્રકાશ અને તેમના સત્ત્વની આબેહૂબ પ્રતિમા છે અને તે પોતાના સમર્થ શબ્દ દ્વારા આખા વિશ્વને ધરી રાખે છે. માનવજાત માટે પાપોની ક્ષમા હાંસલ કરીને તે સ્વર્ગમાં ઈશ્વરની જમણી તરફ બિરાજેલા છે.


પછી સાતમા દૂતે પોતાનું રણશિંગડું વગાડયું અને સ્વર્ગમાં મોટા અવાજો બોલતા સંભળાયા, “પૃથ્વી પર રાજ કરવાની સત્તા હવે આપણા પ્રભુની અને તેમના ખ્રિસ્તની છે અને તે સદાસર્વકાળ રાજ કરશે!”


Lean sinn:

Sanasan


Sanasan