Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 16:29 - પવિત્ર બાઇબલ C.L.

29 પ્રભુના ગૌરવી નામની પ્રશંસા કરો, અર્પણ લઈને તેમના મંદિરમાં આવો; પવિત્ર વસ્ત્રો ધારણ કરીને પ્રભુને નમન કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

29 યહોવાના નામને ઘટિત ગૌરવ આપો. અર્પણ લઈને તેમની હજૂરમાં આવો; પવિત્ર વસ્ત્ર પહેરીને યહોવાની આગળ નમો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

29 યહોવાહના નામને ઘટિત ગૌરવ આપો. અર્પણ લઈને તેમની હજૂરમાં આવો. પવિત્ર વસ્ત્રો ધારણ કરીને યહોવાહની આગળ નમો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

29 યહોવાના નામનું ગૌરવ કરો; તમે તેની સમક્ષ અર્પણ લઇ આવો, તમે શુદ્ધ વસ્ત્રો ધારણ કરીને તેના ચરણોમાં તમારું માથુ નમાવો.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 16:29
28 Iomraidhean Croise  

હે પૃથ્વીના લોકો, તમે પ્રભુની સ્તુતિ કરો, તેમના ગૌરવ અને સામર્થ્યની પ્રશંસા કરો.


આખી પૃથ્વી તેમની આગળ ધ્રૂજો! પૃથ્વી તેના સ્થાનમાં એવી રીતે સ્થિર કરાયેલી છે કે તેને હલાવી શકાય નહિ.


લોકો સાથે મસલત કર્યા પછી રાજાએ કેટલાક ભજનિકોને નીમ્યા અને તેમને પવિત્ર વસ્ત્રો પહેરીને “પ્રભુની સ્તુતિ થાઓ! તેમની કૃપા સનાતન છે!” એમ ગાતાં ગાતાં સૈન્યની મોખરે કૂચ કરવા આદેશ આપ્યો.


આભાર માનતાં માનતાં તેમના મંદિરનાં દ્વારોમાં પ્રવેશો અને સ્તવન કરતાં કરતાં તેમનાં આંગણામાં આવો. તેમની આભારસ્તુતિ કરો અને તેમના નામને ધન્ય કહો.


તારે યુદ્ધ કરવાનો સમય આવશે ત્યારે તારા લોકો તને ખુશીથી અનુસરશે. હે રાજા, તું પ્રતાપી અને ગૌરવી વસ્ત્રો ધારણ કરે છે, અને પરોઢિયાને પેટે જન્મેલા ઝાકળના જેવી તારી જુવાની તાજગીભરી છે.


હે સ્વર્ગીય દૂતો, પ્રભુને સન્માન આપો. ગૌરવ અને સામર્થ્ય પ્રભુનાં છે એવું સ્વીકારી તેમને સન્માનો.


યાહવેનું નામ કેવું ગૌરવી છે તે ઘોષિત કરો.


સર્વાંગસુંદર સિયોનનગરમાં ઈશ્વર પ્રકાશે છે.


તાર્શીશના તથા દરિયાપારના રાજાઓ તેને નજરાણાં ધરો, અને શેબા તથા શેબાના રાજાઓ તેને ખંડણી ભરો.


રાજા ચિરંજીવી બનો; શેબાનું સુવર્ણ તેને ધરવામાં આવો, તેને માટે નિરંતર પ્રાર્થના ગુજારવામાં આવો; તેના ઉપર સદા ઈશ્વરની આશિષ ઊતરો.


આભારસ્તુતિ સહિત તેમની સન્મુખ જઈએ, અને ગીતોથી તેમનો જયઘોષ કરીએ.


સન્માન અને મહિમા તેમની સંમુખ છે; સામર્થ્ય અને ગૌરવ તેમના પવિત્રસ્થાનમાં છે.


હે સર્વ પ્રજાઓનાં કુળો, પ્રભુને મહાન માનો; તેમનાં ગૌરવ અને સામર્થ્યનો સ્વીકાર કરો!


ગૌરવ અને શોભાનાં પવિત્ર વસ્ત્ર પહેરીને પ્રભુને ભજો; આખી પૃથ્વીના લોકો તેમની આગળ ધ્રૂજી ઊઠો.


જાગ, ઓ સિયોન જાગ! સામર્થ્ય ધારણ કર. હે પવિત્ર શહેર યરુશાલેમ, તારાં વૈભવી વસ્ત્રો ધારણ કર. હવે પછી તારા દરવાજાઓમાં સુન્‍નતરહિત અશુદ્ધ પ્રજાઓ ધૂસી જશે નહિ.


તેઓ એકબીજાને પોકારીને કહી રહ્યા હતા: “પવિત્ર, પવિત્ર, પવિત્ર, છે સેનાધિપતિ પ્રભુ! તેમના ગૌરવથી આખી પૃથ્વી ભરપૂર છે.”


પ્રભુએ મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, જે મજબૂત મંદિર માટે તેઓ ગર્વ લે છે, જે તેમની આંખોને પ્રિય છે અને જેની મુલાકાત માટે તેઓ ઝંખે છે તે હું તેમની પાસેથી લઈ જઈશ. હું તેમનાં પુત્રપુત્રીઓને પણ છીનવી લઈશ.


એકવાર તેમને પોતાનાં સુંદર આભૂષણોનો ગર્વ હતો અને તેમાંથી જ તેમણે પોતાને માટે ધૃણાસ્પદ અને નફરતજન્ય મૂર્તિઓ બનાવી. તેથી હું તેમને માટે એ આભૂષણો વિષ્ટા જેવાં કરી દઈશ.


“આમીન! સ્તુતિ, ગૌરવ, જ્ઞાન, આભાર, સન્માન, પરાક્રમ અને સામર્થ્ય સદા સર્વકાળ આપણા ઈશ્વરને હો! આમીન!”


તમારા દેશને રંજાડનાર ગાંઠો અને ઉંદરોના નમૂના બનાવો અને એમ ઇઝરાયલના ઈશ્વરને સન્માન આપો. કદાચ તે તમને, તમારા દેવોને અને તમારા દેશને શિક્ષા કરવાનું બંધ કરે.


Lean sinn:

Sanasan


Sanasan