Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 15:16 - પવિત્ર બાઇબલ C.L.

16 દાવિદે લેવીઓના આગેવાનોને સિતાર, વીણા અને ઝાંઝ સાથે મોટે સાદે અને આનંદપૂર્વક ગાયનવાદન કરવા માટે તેમના લેવી ભાઈઓની નિમણૂક કરવા કહ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 દાઉદે લેવીઓના મુખ્યોને વાજીંત્રોથી, એટલે સિતાર, વીણા તથા ઝાંઝથી મોટો સ્વર કાઢવા માટે તથા ઉત્સાહથી મોટી ગર્જના કરવા માટે પોતાના ગવૈયા ભાઈઓને નીમવાને કહ્યું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 દાઉદે લેવીઓના આગેવાનોને વાજિંત્રો, એટલે સિતાર, વીણા, ઝાંઝ ઊંચે સ્વરે વગાડવા માટે તથા ઉત્સાહથી મોટી ગર્જના કરવા માટે પોતાના ગાયક ભાઈઓને નીમવાને કહ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 પછી દાઉદે લેવીઓના આગેવાનોને તેમના અમુક કુટુંબીઓની વીણા, સિતાર, અને ઝાંઝ વગાડી આનંદના ગીતો મોટે સ્વરે ગાવા માટે નિમણૂક કરવા કહ્યું.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 15:16
38 Iomraidhean Croise  

જ્યારે દાવિદ અને સર્વ ઈઝરાયલીઓ ઈશ્વરની સમક્ષ વીણા, સિતાર, ડફ, ઝાંઝ તથા રણશિંગડાં વગાડતા વગાડતા પૂરા જોરશોરથી નાચતા અને ગાતા હતા.


તેણે લેવીઓને કહ્યું, “તમે લેવીઓનાં ગોત્રના આગેવાન છો. તમે અને તમારા સાથી લેવીભાઈઓ શુદ્ધ થાઓ; જેથી મેં જે સ્થાન ઇઝરાયલના ઈશ્વર પ્રભુની કરારપેટી માટે તૈયાર કર્યું છે તેમાં તમે તેને લાવી શકો.


સ્તુતિનાં ગીતો ગવાય ત્યારે હેમાન અને યદુથૂને રણશિંગડાં, ઝાંઝ અને બીજાં વાજિંત્રો પણ વગાડવાનાં હતાં. યદૂથૂનના કુટુંબના માણસો દ્વારપાળ હતા.


આસાફ આગેવાન હતો અને ઝખાર્યા તેનો મદદનીશ હતો. યહઝિએલ, શમિરામોથ, યેહિયેલ, માત્તિથ્યા, એલ્યાબ, બનાયા, ઓબેદ-અદોમ અને યેઈએલે વીણા તથા સિતાર બજાવવાની હતી; અને આસાફે ઝાંઝ વગાડવાનાં હતાં.


ચાર હજારને સંરક્ષણની ફરજ બજાવવા, અને ચાર હજારને રાજાએ પૂરાં પાડેલાં સંગીતના વાજિંત્રો વડે પ્રભુની સ્તુતિ કરવા નીમ્યા.


લેવીને ત્રણ પુત્રો હતા: ગેર્શોન, કહાથ અને મરારી.


કહાથ અને કોરાહ ગોત્રના લેવીઓએ ઊભા થઈને ઇઝરાયલના ઈશ્વર પ્રભુની સ્તુતિનો પોકાર કર્યો.


પ્રભુના ફરમાવ્યા મુજબ રાજા અને તેના અધિકારીઓએ જે આદેશ આપ્યા તે પ્રમાણે કરવાને ઈશ્વરના પરાક્રમી પ્રભાવે યહૂદિયાના લોકોને એકદિલ કર્યા.


યજ્ઞકારો તેમને ફાળવેલા નિયત સ્થાનોએ ઊભા હતા, જ્યારે તેમની સંમુખ લેવીઓ દાવિદ રાજાએ પૂરાં પાડેલાં વાજિંત્રો સાથે પ્રભુની સ્તુતિ કરતા અને દાવિદના આદેશ પ્રમાણે “પ્રભુનો પ્રેમ સનાતન છે” એવું સ્તોત્ર ગાતા ઊભા હતા. યજ્ઞકારો રણશિંગડાં ફૂંક્તા હતા અને સર્વ ઇઝરાયલી લોકો ઊભા હતા.


યરુશાલેમના કોટને સમર્પણ કરવાના વખતે લેવીઓને સર્વ સ્થાનોમાંથી બોલાવવામાં આવ્યા, જેથી તેઓ આભારસ્તુતિનાં ગીતો અને મંજીરા તથા વીણાના સંગીત સહિત યરુશાલેમમાં સમર્પણના ઉત્સવમાં જોડાઈ શકે.


તેની પાછળ પાછળ તેના ગોત્રના અન્ય સભ્યો જતા હતા: શમાયા, આઝારેલ, મિલલાય, ગિલલાય, માઆય, નથાનએલ, યહૂદા અને હનાની. ઈશ્વરભક્ત રાજા દાવિદનાં વાજિંત્રો જેવાં વાજિંત્રો તેઓ વગાડતા હતા. નિયમશાસ્ત્રમાં વિદ્વાન એઝરા આ જૂથને સરઘસમાં દોરનાર હતો.


એ દિવસે ઘણાં બલિદાનો અર્પવામાં આવ્યાં. અને ઈશ્વરે લોકોને આનંદથી ભરપૂર કર્યા હોઈ તેઓ બહુ ખુશ હતા. ઉત્સવમાં સ્ત્રીઓ અને બાળકો પણ જોડાયાં હતાં. એ બધાંનો અવાજ એટલો મોટો હતો કે યરુશાલેમથી દૂર દૂર સંભળાતો હતો.


દાવિદ રાજા અને સંગીતકાર આસાફના પ્રાચીન સમયથી સંગીતકારો ઈશ્વરની આભારસ્તુતિનાં ગીતો ગવડાવતા આવ્યા છે.


હે પૃથ્વીના સર્વ લોકો, પ્રભુની સંમુખ જયજયકાર કરો.


તમે નૃત્ય કરીને ઈશ્વરના નામની સ્તુતિ કરો; ખંજરી તથા વીણા વગાડીને તેમનું સ્તવન ગાઓ.


તીવ્ર સ્વરવાળી ઝાંઝ સાથે તેમની સ્તુતિ કરો; મોટી ઝાંઝના ઉચ્ચ નાદથી તેમની સ્તુતિ કરો.


આપણા સંરક્ષક ઈશ્વરનો જય જયકાર ગાઓ; યાકોબના ઈશ્વર આગળ હર્ષનાદ કરો.


ચાંદ્રમાસના પ્રથમદિને અને પૂર્ણિમાના દિવસે એટલે, સાતમા માસના પવિત્ર પર્વના દિવસોએ ઉજવણીરૂપે રણશિગડું વગાડો.


ગાયકો અને નૃત્યકારો કહેશે: “અમારી સર્વ આશિષોનો સ્રોત સિયોનમાં છે.”


આવો, આપણે પ્રભુનાં ગુણગાન ગાઈએ; આપણા ઉદ્ધારક ખડકની આગળ હર્ષનાદ કરીએ.


એને લીધે, આરોનની બહેન સંદેશવાહિકા મિર્યામે ખંજરી લીધી; અને બધી સ્ત્રીઓ ખંજરી વગાડતાં અને નાચતાં નાચતાં તેની પાછળ ચાલી.


રાજાઓ તેમના પિતા સમાન અને તેમની રાણીઓ તેમની ધાવ સમાન બનશે. તેઓ તને ભૂમિ સુધી લળી લળીને પ્રણામ કરશે અને તારી ચરણરજ ચાટશે. ત્યારે તને ખ્યાલ આવશે કે હું પ્રભુ છું અને મારા પર આધાર રાખનાર કદી નિરાશ થતા નથી.”


પણ આ સ્થળોમાં ફરીથી આનંદ અને હર્ષના પોકાર અને વરકન્યાનો કિલ્લોલ સંભળાશે, અને લોકો પ્રભુના મંદિરમાં આભારબલિ ચડાવતી વખતે સ્તુતિ ગાશે: ‘સેનાધિપતિ પ્રભુનો આભાર માનો, કેમકે તે ભલા છે અને તેમનો અવિચળ પ્રેમ સર્વકાળ ટકે છે.’ હું આ દેશની પરિસ્થિતિ પલટી નાખીશ અને તેને પહેલાંની જેમ આબાદ બનાવીશ. હું પ્રભુ આ બોલું છું.”


દાવિદની જેમ નવાં નવાં ગીતો બનાવી તેમને સારંગીના સૂર સાથે ગાવાનું તમને ગમે છે.


પ્રત્યેક મંડળીમાં તેમણે આગેવાનો નીમ્યા; અને તેમને પ્રાર્થના તથા ઉપવાસ કરીને જેમના પર તેમણે વિશ્વાસ મૂક્યો હતો તે પ્રભુને સોંપ્યા.


ઘણા સાક્ષીઓની રૂબરૂમાં તેં મારે મુખે જે સાંભળ્યું છે તે એવા વિશ્વાસુ માણસોને સોંપી દે કે જેઓ બીજાને પણ એ શીખવવાને સમર્થ હોય.


તું ક્રીત ટાપુમાં આૂરાં કાર્યોની વ્યવસ્થા કરે અને દરેક શહેરમાં મંડળીના આગેવાનોની નિમણૂક કરે તે માટે મેં તને ત્યાં રાખ્યો છે. મારી સૂચનાઓ ધ્યાનમાં રાખજે.


Lean sinn:

Sanasan


Sanasan