Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 13:5 - પવિત્ર બાઇબલ C.L.

5 તેથી કિર્યાથ-યારીમથી કરારપેટીને યરુશાલેમ લાવવા દાવિદે દક્ષિણમાં ઇજિપ્તની સરહદે આવેલ શિહોરથી ઉત્તરમાં હમાથઘાટ સુધી સમસ્ત દેશના ઇઝરાયલી લોકોને એકત્ર કર્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 તેથી ઈશ્વરનો કોશ કિર્યાથ-યારીમથી લાવવા માટે દાઉદે મિસરના શિહોરથી તે હમાથના નાકા સુધીના સર્વ ઇઝરાયલને એકત્ર કર્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 તેથી દાઉદે ઈશ્વરના કરારકોશને કિર્યાથ-યારીમથી લાવવા માટે, મિસરના શિહોરથી તે હમાથના નાકા સુધીના સર્વ ઇઝરાયલને ભેગા કર્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 તેથી દાઉદે મિસરની સરહદે આવેલા શિહોરથી માંડીને છેક હમાથ સુધીના દેશભરના બધા ઇસ્રાએલીઓને કરારકોશ કિર્યાથ-યઆરીમથી યરૂશાલેમ લઇ આવવા માટે ભેગા કર્યા.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 13:5
16 Iomraidhean Croise  

દાવિદે ફરીવાર ઇઝરાયલીઓમાંથી ત્રીસ હજાર ચુનંદા સૈનિકોને એકઠા કર્યા.


શલોમોનના રાજ્યમાં યુફ્રેટિસ નદીથી પલિસ્તીયા અને ઇજિપ્તની સરહદ સુધીમાં આવેલાં બધાં રાજ્યોનો સમાવેશ થતો હતો. તેઓ તેને ખંડણી ભરતા અને તેના આખા જીવન દરમ્યાન તેઓ તેને આધીન રહ્યા.


પ્રભુના મંદિરમાં શલોમોન અને ઇઝરાયલના બધા લોકોએ સાત દિવસ સુધી માંડવાપર્વ ઊજવ્યું. ઉત્તરમાં હમાથના ઘાટથી માંડીને દક્ષિણે ઇજિપ્તની સરહદ સુધીના પ્રદેશમાંથી મોટો જનસમુદાય આવેલો હતો.


ત્યાં બેબિલાનના રાજાએ તેમને મારપીટ કરીને મારી નંખાવ્યા. એમ યહૂદિયાના લોકોનો દેશનિકાલ થયો.


સમગ્ર સભાને એ વાત પસંદ પડી; તેથી સૌએ તેમ કરવા સંમતિ આપી.


ઈશ્વરની કરારપેટી જે પાંખવાળાં પ્રાણીઓ પર બિરાજમાન ઈશ્વર યાહવેનું નામ ધારણ કરે છે તેને બાલાનગર, એટલે યહૂદિયા પ્રાંતમાં આવેલ કિર્યાથ-યારીમથી લઈ આવવા સારુ દાવિદ અને લોકો ઉપડયા.


તેથી દાવિદે તૈયાર કરેલા સ્થાનમાં કરારપેટી લઈ આવવા માટે તેણે ઇઝરાયલના બધા લોકોને યરુશાલેમમાં એકઠા કર્યા.


સમુદ્રમાર્ગે શીહોરનું અનાજ આવતું અને ઇજિપ્તના નાઇલના પ્રદેશમાં થતા મબલક પાકમાંથી તમે નફો મેળવતા. તૂર તો દેશવિદેશનું વ્યાપારી કેન્દ્ર બની ગયું હતું!


હવે ઇજિપ્ત જઈને નાઈલ નદીનું પાણી પીવાથી તને શું લાભ થવાનો છે? આશ્શૂર દેશમાં જઈને યુફ્રેટિસ નદીનું પાણી પીવાથી તને શો લાભ થવાનો છે?


તેથી ઇઝરાયલી લોકો ઉપડયા અને ત્રણ દિવસ પછી એ લોકોના વસવાટનાં નગરો એટલે ગિબ્યોન, કફીરા, બએરોથ, અને કિર્યાથ-યઆરીમમાં પહોંચ્યા.


તેમણે કિર્યાથયારીમના લોકો પાસે સંદેશકો માકલીને કહેવડાવ્યું, “પલિસ્તીઓએ પ્રભુની કરારપેટી પાછી મોકલી છે. આવીને લઈ જાઓ.”


તેથી કિર્યાથયારીમમાં લોકો પ્રભુની કરારપેટી મેળવીને તેને અબિનાદાબના ટેકરી પરના ઘરમાં લઈ ગયા અને તેની સંભાળ અર્થે તેમણે તેના પુત્ર એલાઝારની પ્રતિષ્ઠા કરી.


પ્રભુની કરારપેટી કિર્યાથયારીમમાં લગભગ વીસેક વર્ષ જેટલો લાંબો સમય રહી. એ સમય દરમ્યાન સર્વ ઇઝરાયલીઓ પ્રભુને માટે ઝૂરતા હતા.


Lean sinn:

Sanasan


Sanasan