Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 12:40 - પવિત્ર બાઇબલ C.L.

40 વળી, છેક ઉત્તરના ઇસ્સાખાર, ઝબુલૂન અને નાફતાલીનાં કુળોમાંથી તેમના પડોશીબધુંઓ પણ ગધેડાં, ઊંટો, ખચ્ચર અને બળદો પર લોટ અને ખારેક, અંજીરનાં ચક્તાં, દ્રાક્ષની લૂમો, દ્રાક્ષાસવ અને ઓલિવ તેલ લાદીને લાવ્યા હતા. કાપીને ખાવા માટે તેઓ પશુ અને ઘેટાં પણ લાવ્યા હતા. કારણ, આખા ઇઝરાયલ દેશમાં આનંદ વ્યાપી રહ્યો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

40 વળી તેઓ તેઓની પાસેના હતા, એટલે ઈસ્સાખાર, ઝબુલોન તથા નફતાલી સુધીના જેઓ હતા, તેઓ ગધેડા પર, ઊંટો પર, ખચ્ચરો પર તથા બળદો પર ખોરાક, એટલે રોટલી, અંજીરનાં ચકતાં, દ્રાક્ષાની લૂમો, દ્રાક્ષારસ તથા તેલ લાવ્યા હતા. વળી ગોધાઓ તથા પુષ્કળ ઘેટાં પણ લાવ્યા હતા; કેમ કે ઇઝરાયલમાં સર્વત્ર આનંદોત્સવ થઇ રહ્યો હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

40 વળી જેઓ તેઓની પાસેના હતા એટલે ઇસ્સાખાર, ઝબુલોન તથા નફતાલી સુધીના જેઓ હતા, તેઓ ગધેડાં પર, ઊંટો પર, ખચ્ચરો પર, બળદો પર ખોરાક એટલે રોટલી, દ્રાક્ષની લૂમો, અંજીરના ચકતાં, દ્રાક્ષારસ, તેલ, ગધેડાંઓ તથા ઘેટાં પુષ્કળ પ્રમાણમાં લાવ્યા હતા. કેમ કે ઇઝરાયલમાં સર્વત્ર આનંદોત્સવ થઈ રહ્યો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

40 પાસેના લોકો અને દૂરના ઇસ્સાખાર, ઝબુલોન અને નફતાલી લોકો ગધેડાં, ઊંટો, ખચ્ચરો અને બળદો પર ખોરાક લઇ આવ્યા. મોટા જથ્થામાં મેંદો, અંજીરના ચકતાં, દ્રાક્ષની લૂમો, દ્રાક્ષારસ, તેલ અને મોટી સંખ્યામાં ઢોરઢાંખર અને ઘેટાં ઉજવણી માટે લાવવામાં આવ્યાં, કારણકે આખો દેશ આનંદોત્સવ મનાવતો હતો.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 12:40
14 Iomraidhean Croise  

દાવિદ પર્વતના શિખરની પેલી તરફ ઊતરતો હતો ત્યારે તેને મફીબોશેથના નોકર સીબાનો ભેટો થઈ ગયો. સીબા પાસે કેટલાંક ગધેડાં હતાં. તેમના પર બસો રોટલીઓ, સૂકી દ્રાક્ષની સો એક લૂમો, સો એક તાજાં ફળની અને દ્રાક્ષાસવ ભરેલી ચામડાની મશક લાદેલાં હતાં.


પછી ધરતી ધ્રૂજી ઊઠે એવા અવાજે તેઓ સૌ આનંદથી પોકારતા અને વાંસળીઓ વગાડતા તેની પાછળ પાછળ ગયા.


બધા લોકો ખુશખુશાલ થઈ ગયા અને રાજમહેલમાં અથાલ્યાને મારી નાખવામાં આવી હતી તેથી શહેરમાં શાંતિ પ્રવર્તતી હતી.


તેઓ દાવિદ સાથે ત્રણ દિવસ રહ્યા અને ખાઈપીને ઉત્સવ કર્યો.


દાવિદે સહસ્ત્રાધિપતિઓ અને શતાધિપતિઓ એટલે સર્વ આગેવાનો સાથે મંત્રણા કરી.


એમ એ દિવસે તેમણે પ્રભુની સમક્ષ ખાધુંપીધું અને આનંદ કર્યો. તેમણે શલોમોનને બીજીવાર રાજા તરીકે જાહેર કર્યો. ઈશ્વર યાહવેને નામે તેમણે તેનો રાજા તરીકે અને સાદોકનો યજ્ઞકાર તરીકે અભિષેક કર્યો.


નેકજનોની આબાદીમાં આખું નગર હરખાય છે, પણ દુષ્ટોનો નાશ થાય ત્યારે લોકો હર્ષનાદ કરે છે.


નેકજનોના શાસનમાં પ્રજા આનંદી રહે છે, પણ દુષ્ટના અધિકારમાં લોકો નિસાસા નાખે છે.


પ્રભુ ફરીવાર મારી સાથે બોલ્યા. તેમણે કહ્યું, “જેમ ઇઝરાયલના લોકો અન્ય દેવતાઓ પાછળ જાય છે અને તેમને સૂકી દ્રાક્ષની થેપલીનાં અર્પણ ચઢાવવાનું ગમે છે અને છતાંય હું પ્રભુ તેમના પર પ્રેમ રાખું છું તેમ તું પણ જઈને તેના પ્રેમીને પ્યારી પણ વ્યભિચારી સ્ત્રી પર પ્રેમ કર.”


અબિગાઈલે તરત જ બસો રોટલી, બે મશકો ભરીને દ્રાક્ષાસવ, રાંધેલાં પાંચ ઘેટાં, સત્તર કિલો પોંક, સૂકી દ્રાક્ષાની સો લૂમો અને સૂકાં અંજીરનાં બસો ચક્તાં લઈને ગધેડાં પર મૂક્યાં.


Lean sinn:

Sanasan


Sanasan