20 દાવિદ પાછો ફરતો હતો ત્યારે તેના પક્ષમાં ભળી જનાર સૈનિકો આ છે: આદના, યોઝાબાદ, યદિયેલ, મિખાયેલ, યોઝાબાદ એલીહૂ અને સિલ્લથાય. તેઓ બધા મનાશ્શાના કુળના સહસ્ત્રાધિપતિઓ હતા.
20 તે સિકલાગમાં પાછો જતો હતો, ત્યારે મનાશ્શામાંના આદના, યોઝાબાદ, યદીએલ, મિખાએલ, યોઝાબાદ, અલીહૂ તથા સિલ્લથાય એ મનાશ્શાના સહસ્રાધિપતિઓ ફૂટીને તેના પક્ષમાં આવ્યા.
20 જયારે તે સિકલાગમાં જતો હતો, ત્યારે મનાશ્શામાંના આદના, યોઝાબાદ, યદીએલ, મિખાએલ, યોઝાબાદ, અલીહૂ તથા સિલ્લથાય, મનાશ્શાના સહસ્રાધિપતિઓ નીકળીને તેના પક્ષમાં આવ્યા.
20 જ્યારે દાઉદ સિકલાગ જતો હતો, ત્યારે મનાશ્શાના વંશના નીચેના માણસો એ પોતાના લોકોને છેતરીને તેની સાથે જોડાયા હતા; આદનાહ, યોઝાબાદ યદીઅએલ, મિખાયેલ, અલીહૂ અને સિલ્લથાય. એ બધા જ મનાશ્શાના લોકોના આગેવાન હતા અને તેઓ હર એક હજાર હજાર યોદ્ધાઓના નાયકો હતા.
શાઉલ રાજા સામે લડવાને દાવિદ પલિસ્તીઓ સાથે ગયો ત્યારે મનાશ્શાકુળના કેટલાક માણસો દાવિદના પક્ષમાં ભળી ગયા. વાસ્તવમાં, તેણે પલિસ્તીઓને મદદ કરી નહોતી; કારણ, પલિસ્તીઓના રાજવીઓને ડર હતો કે દાવિદ તેના અગાઉના માલિક શાઉલ તરફ ફરી જઈ તેમને દગો કરે તો તેમનાં શિર જોખમમાં મૂક્ય. તેથી તેમણે તેને પાછો સિકલાગ મોકલી દીધો હતો.
પણ સાથે સાથે તું કેટલાક હોશિયાર માણસો પસંદ કરીને તેમની લોકોના આગેવાનો તરીકે નિમણૂક કર. તેમને હજાર હજાર, સો સો, પચાસ પચાસ અને દસ દસ લોકોના જૂથ પર નિયુક્ત કર. આ આગેવાનો ઈશ્વરનો ડર રાખનાર, વિશ્વાસુ અને લાંચને ધિક્કારનારા હોવા જોઈએ.
તેથી તમારા કુળોમાંથી તમે પસંદ કરેલા શાણા અને પ્રતિષ્ઠિત પુરુષોને લઈને મેં તેમને તમારા અધિકારીઓ તરીકે નીમ્યા: કેટલાકને હજાર હજારના ઉપરી, કેટલાકને સો સોના ઉપરી, કેટલાકને પચાસ પચાસના ઉપરી, તો કેટલાકને દશ દશના ઉપરી ઠરાવ્યા. તમારાં કુળો માટે બીજા અધિકારીઓ પણ નીમ્યા.
તે તો પ્રથમજનિત પ્રતાપી આખલો છે; તેનાં શિંગડાં જંગલી સાંઢનાં શિંગડાં જેવા શક્તિશાળી છે; તે વડે તે લોકોને ધકેલી દેશે; તેમને પૃથ્વીની સીમાઓ સુધી હાંકી કાઢશે. એફ્રાઈમ કુળના દશ હજાર અને મનાશ્શા કુળના હજાર એવા બળવાન છે.”
પલિસ્તીઓના રાજવીઓએ પૂછયું, “આ હિબ્રૂઓ અહીં શું કરે છે?” આખીશે જવાબ આપ્યો, “આ તો ઇઝરાયલના રાજા શાઉલનો સેવક દાવિદ છે. તે એકાદ વર્ષથી મારી સાથે છે. તે મારી પાસે આવ્યો ત્યારથી મને તેનો ગુનો દેખાય એવું તેણે કંઈ કર્યું નથી.”
પણ પલિસ્તીઓના રાજવીઓ આખીશ પર ગુસ્સે થઈ ગયા અને તેમણે તેને કહ્યું, “એ માણસને તેના નગરમાં પાછો મોકલ. તેને આપણી સાથે યુદ્ધમાં આવવા ન દે. કારણ, તે લડાઇ સમયે આપણી વિરુદ્ધનો થઈ જશે. પોતાના માલિકનો પ્રેમ સંપાદન કરવા આપણા માણસોને મારી નાખવા સિવાય તેની પાસે બીજો કયો સારો માર્ગ હોય?