Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 12:19 - પવિત્ર બાઇબલ C.L.

19 શાઉલ રાજા સામે લડવાને દાવિદ પલિસ્તીઓ સાથે ગયો ત્યારે મનાશ્શાકુળના કેટલાક માણસો દાવિદના પક્ષમાં ભળી ગયા. વાસ્તવમાં, તેણે પલિસ્તીઓને મદદ કરી નહોતી; કારણ, પલિસ્તીઓના રાજવીઓને ડર હતો કે દાવિદ તેના અગાઉના માલિક શાઉલ તરફ ફરી જઈ તેમને દગો કરે તો તેમનાં શિર જોખમમાં મૂક્ય. તેથી તેમણે તેને પાછો સિકલાગ મોકલી દીધો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 વળી જ્યારે પલિસ્તીઓની સાથે તે શાઉલની સામે યુદ્ધમાં આવ્યો ત્યારે મનાશ્શામાંના પણ કેટલાએક ફૂટીને દાઉદના પક્ષમાં આવ્યા, પણ તેઓએ પલિસ્તીઓને સહાય કરી નહિ, કેમ કે તેઓના સરદારોએ અંદર અંદર મસલત કર્યા પછી એમ કહીને તેને વિદાય કર્યો, “તે પોતાના ધણી શાઉલની તરફ ફરી જઈને અમારા શિર જોખમમાં નાખશે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 વળી જયારે દાઉદ પલિસ્તીઓની સાથે શાઉલની સામે યુદ્ધમાં આવ્યો ત્યારે મનાશ્શામાંના પણ કેટલાક તેના પક્ષમાં આવ્યા, પણ તેઓએ પલિસ્તીઓની સહાય કરી નહિ, કેમ કે પલિસ્તીઓના સરદારોએ અંદરોઅંદર સલાહ કરીને દાઉદને વિદાય કર્યો. તેઓએ કહ્યું, “પોતાના માલિક શાઉલની તરફ ફરી જઈને તે અમારા શિર જોખમમાં નાખશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 દાઉદ જ્યારે શાઉલ સાથે લડવા પલિસ્તીઓ ભેગો જતો હતો ત્યારે મનાશ્શાના કુલસમૂહના કેટલાક માણસો ફૂટી જઇને તેની સાથે મળી ગયા હતા. જો કે દાઉદે પલિસ્તીઓને ખરેખર મદદ કરી નહોતી; ખુદ તેમના રાજવીઓએ નિર્ણય કર્યા પછી એવું કહીને તેને જાકારો દીધો હતો કે, “જો એ ફૂટીને પોતાના ધણી શાઉલને મળી ગયો તો આપણા મસ્તક જશે.”

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 12:19
7 Iomraidhean Croise  

કારભારીએ કહ્યું, “ચિંતા કરશો નહિ કે ગભરાશો નહિ. તમારા અને તમારા પિતાના ઈશ્વરે એ નાણાં તમારે માટે તમારી ગૂણોમાં મૂકાવ્યાં હશે. તમારા પહેલીવારના પૈસા મને મળી ચૂક્યા છે.”


આબ્શાલોમે લશ્કરના સેનાપતિ તરીકે યોઆબની જગ્યાએ અમાસાને નીમ્યો હતો. અમાસા ઈઝરાયલી યિથ્રાનો પુત્ર હતો. તેની માતા અબિગાઈલ નાહાશની પુત્રી અને યોઆબની માતા સરુયાની બહેન હતી.


દાવિદ પાછો ફરતો હતો ત્યારે તેના પક્ષમાં ભળી જનાર સૈનિકો આ છે: આદના, યોઝાબાદ, યદિયેલ, મિખાયેલ, યોઝાબાદ એલીહૂ અને સિલ્લથાય. તેઓ બધા મનાશ્શાના કુળના સહસ્ત્રાધિપતિઓ હતા.


“યરુશાલેમના લોકો પરનો મારો અત્યંત પ્રેમ, જે પ્રેમે મને તેના શત્રુઓ પર કોપાયમાન બનાવ્યો છે તેને લીધે હું તેને મદદ કરવા ઝંખું છું.


પ્રભુના આત્માએ ગિદિયોનને પોતાના કબજામાં લીધો, એટલે તેણે રણશિંગડું ફૂંકીને અબીએઝેરના ગોત્રના માણસોને પોતાની પાછળ આવવા લલકાર કર્યો.


તેથી હે દાવિદ, શાઉલને છોડીને મારી પાસે આવેલા તમે સૌ આવતી કાલે વહેલા ઊઠીને સવાર થતાં જ જલદી જતા રહેજો.”


Lean sinn:

Sanasan


Sanasan