Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 12:18 - પવિત્ર બાઇબલ C.L.

18 ઈશ્વરના આત્માએ દાવિદના ત્રીસ શૂરવીરોના ઉપરી અમાસાયનો કબજો લીધો અને તે બોલી ઊઠયો, “હે દાવિદ, અમે તારા છીએ! હે યિશાઇપુત્ર, અમે તારે પક્ષે છીએ. તારો જય હો! તારા સાથીદારોનો જય હો! ઈશ્વર તારી સહાય કરનાર છે!” દાવિદે તેમનો સ્વીકાર કર્યો અને તેમને લશ્કરમાં અધિકારીઓ બનાવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 ત્યારે ત્રીસમાંના મુખ્ય અમાસાય પર આત્મા આવ્યો. [તેણે કહ્યું કે,] “હે દાઉદ, અમે તમારા માણસો છીએ, હે યિશાઈના પુત્ર, અમે તમારી પડખે છીએ. તમને શાંતિ થાઓ, શાંતિ થાઓ, તમારા સહાયકોને શાંતિ થાઓ; કેમ કે તમારા ઈશ્વર તમને સહાય કરનાર છે.” ત્યારે દાઉદે તેઓનો અંગીકાર કર્યો, ને તેઓને ટોળીઓના સરદારો બનાવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 ત્યારે ત્રીસમાંના મુખ્ય અમાસાય પર આત્મા આવ્યો. અમાસાયે કહ્યું, “દાઉદ, અમે તારા છીએ. યિશાઈના દીકરા અમે તારે પક્ષે છીએ. તમને શાંતિ થાઓ, શાંતિ થાઓ, જેઓ તમને મદદ કરે છે તેમને શાંતિ થાઓ. કેમ કે તમારા ઈશ્વર તમને સહાય કરનાર છે.” ત્યારે દાઉદ તેઓનો અંગીકાર કર્યો અને તેઓને લશ્કરી જૂથોના સરદારો તરીકે નીમ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 તે જ વખતે દેવના આત્માએ “ત્રીસ વીરો” ના નાયક અમાસાયમાં પ્રવેશ કર્યો અને તે બોલી ઊઠયો: “હે દાઉદ, અમે તમારા પક્ષે છીએ, હે યશાઇ પુત્ર, અમે તારી સાથે છીએ, તારો જય હો! તારા સાથીઓનો જય હો! દેવ તારી સહાયમાં છે!” દાઉદે તેમને આવકાર આપ્યો અને તેમને પોતાની ટૂકડીઓના નાયક બનાવ્યા.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 12:18
31 Iomraidhean Croise  

પણ ઇતાઇએ જવાબ આપ્યો, “હે રાજા, મારા માલિક, હું પ્રભુના અને તમારા જીવના સમ ખાઈને કહું છું કે તમે જ્યાં જશો ત્યાં હું આવીશ. પછી ભલેને મરણ આવે.”


આબ્શાલોમે લશ્કરના સેનાપતિ તરીકે યોઆબની જગ્યાએ અમાસાને નીમ્યો હતો. અમાસા ઈઝરાયલી યિથ્રાનો પુત્ર હતો. તેની માતા અબિગાઈલ નાહાશની પુત્રી અને યોઆબની માતા સરુયાની બહેન હતી.


વળી, દાવિદે અમાસાને આવું કહેવા તેમને જણાવ્યું, “તારી સાથે તો મારે લોહીની સગાઈ છે. હવેથી યોઆબની જગ્યાએ હું તને મારા લશ્કરનો કાયમી સેનાપતિ ન બનાવું તો ઈશ્વર મારી વિશેષ દુર્દશા કરો.”


ભૂતકાળમાં શાઉલ જ્યારે રાજા હતો ત્યારે પણ ઇઝરાયલીઓને યુદ્ધમાં આગેવાની આપનાર તમે જ હતા અને પ્રભુએ તમને વરદાન આપ્યું હતું કે તમે તેમના ઇઝરાયલી લોકના પાળક અને રાજા બનશો.


શલોમોને ઇઝરાયલીઓમાંથી ગુલામો બનાવ્યા નહિ. તેઓ તો સૈનિકો, અમલદારો, સેનાપતિઓ, રથસવારો અને ઘોડેસ્વારો તરીકે કામ કરતા.


યેહૂ ફરીથી ઉપડયો અને રસ્તે તેને રેખાબનો પુત્ર યહોનાદાબ મળ્યો. યેહૂએ તેને સલામ પાઠવીને કહ્યું, “જેમ મારું હૃદય તારા પ્રત્યે નિખાલસ છે તેમ તારું હૃદય મારા પ્રત્યે નિખાલસ છે?” યહોનાદાબે જવાબ આપ્યો, “હા, છે.”


તેથી રાજમહેલના અધિકારીઓ અને નગરના સંરક્ષકોએ, અગ્રગણ્ય નાગરિકો અને વાલીઓએ મંત્રણા કરીને યેહૂ પર આ સંદેશો મોકલ્યો: “અમે તમારા સેવકો છીએ અને તમે કહો તે કરવા તૈયાર છીએ. અમે તો કોઈને રાજા બનાવવાના નથી; તમને યોગ્ય લાગે તેમ કરો.”


યેહૂએ ઊંચે જોઈ બૂમ પાડી, “મારા પક્ષે કોણ કોણ છે?” મહેલના બે ત્રણ અધિકારીઓએ બારીમાંથી તેની સામે જોયું,


પ્રથમ હાખ્મોનના ગોત્રનો યાશોબ્યામ હતો. તે ત્રણ શૂરવીરોમાં મુખ્ય હતો. તે રફાઈમના ખીણપ્રદેશમાં ત્રણસો માણસો સાથે પોતાના ભાલા વડે લડયો અને એક લડાઈમાં જ એ બધાને મારી નાખ્યા.


દાવિદ તેમને મળવા આવ્યો અને તેમને કહ્યું, “તમે મને મિત્રભાવે સહાયને માટે આવ્યા હો તો હું તમારું સ્વાગત કરું છું. અમારી સાથે જોડાઈ જાઓ! પણ હું તમને કંઈ નુક્સાન કરું નહિ તો ય તમે મને દગાથી મારા શત્રુઓને સ્વાધીન કરો તો આપણા પૂર્વજોના ઈશ્વર એ ધ્યાનમાં લઈને તમને શિક્ષા કરો.”


તેની બીજી પુત્રી અબિગાઈલે ઇશ્માએલી વંશના યેથેર સાથે લગ્ન કર્યું હતું. તેમના પુત્રનું નામ અમાસા હતું.


તેમણે ન્યાયને બખ્તર તરીકે પહેર્યો અને શિરે વિજયનો ટોપ પહેર્યો. તેમણે પ્રતિકારરૂપી પોષાક પહેર્યો અને આવેશરૂપી ઝભ્ભો ઓઢયો.


એ દિવસોમાં દસ વિદેશીઓ એક યહૂદી પાસે આવીને તેના ઝભ્ભાની કોરને પકડીને કહેશે, ‘અમે તારા ભાવિમાં ભાગીદાર થવા માગીએ છીએ. કારણ, અમે સાંભળ્યું છે કે પ્રભુ તમારી સાથે છે.”


જે મારા પક્ષનો નથી તે સાચે જ મારી વિરુદ્ધમાં છે. જે મારી સાથે સંગ્રહ કરતો નથી, તે તેને વિખેરી નાખે છે.


જેઓ આ સિદ્ધાંત પ્રમાણે જીવન જીવે છે, તેમની સાથે અને ઈશ્વરના સર્વ લોકની સાથે કૃપા તથા શાંતિ રહો!


હવે પ્રભુનો આત્મા તેને દાનની છાવણીમાં સોરા અને એશ્તાઓલની વચ્ચે પ્રેરણા કરવા લાવ્યો.


તેના પર પ્રભુનો આત્મા આવ્યો અને તે ઇઝરાયલનો ન્યાયાધીશ બન્યો. ઓથ્નીએલ લડાઈ કરવા ગયો. પ્રભુએ તેને મેસોપોટેમિયાના રાજા પર વિજય પમાડયો.


પ્રભુના આત્માએ ગિદિયોનને પોતાના કબજામાં લીધો, એટલે તેણે રણશિંગડું ફૂંકીને અબીએઝેરના ગોત્રના માણસોને પોતાની પાછળ આવવા લલકાર કર્યો.


પરંતુ રૂથે કહ્યું, “તમને છોડીને મને પાછી જવાનું ન કહેશો. તમારી સાથે આવતાં મને ન રોકશો. કારણ, જ્યાં તમે જશો ત્યાં હું પણ આવીશ, અને જ્યાં તમે વસશો ત્યાં જ હું વસીશ. તમારાં સ્વજનો તે મારાં સ્વજનો, અને તમારા ઈશ્વર તે મારા ઈશ્વર થશે.


શમુએલે પ્રભુની સૂચના પ્રમાણે કર્યું અને તે બેથલેહેમ ગયો. નગરના આગેવાનો તેને ધ્રૂજતાં ધ્રૂજતાં મળવા આવ્યા અને પૂછયું, “શું તમારું આગમન શાંતિકારક છે?”


તેણે જવાબ આપ્યો, “હા, તમારું કલ્યાણ થાઓ. હું પ્રભુને બલિ અર્પવા આવ્યો છું. પોતાને શુદ્ધ કરો અને મારી સાથે યજ્ઞમાં ચાલો.” યિશાઈ અને તેના પુત્રોને પણ તેણે શુદ્ધ કર્યા. કારણ, બલિ અર્પવાના સમયે તેણે તેમને પણ આમંત્રણ આપ્યું હતું.


તેણે પોતાના અમલદારોને કહ્યું, “હે બિન્યામીનના માણસો, સાંભળો. શું તમે એમ માનો છો કે યિશાઈનો પુત્ર દાવિદ તમને બધાંને ખેતરો અને દ્રાક્ષવાડીઓ આપશે અને પોતાના લશ્કરમાં સહસ્રાધિપતિ કે શતાધિપતિ બનાવશે?


આપણા બેમાં કોણ ખોટું છે એનો પ્રભુ ન્યાય કરો. હું તમને કંઈ નુક્સાન કરવાનો નથી. માટે મારી વિરુધના તમારા કૃત્ય માટે ઈશ્વર તમને શિક્ષા કરો.


પેલી જૂની કહેવત તો તમે જાણો છો: ‘ભૂંડા માણસો જ ભૂંડું કરે છે.’ પણ હું તમને નુકશાન પહોંચાડવાનો નથી.


દાવિદ બોલી રહ્યો એટલે શાઉલે કહ્યું, “મારા પુત્ર દાવિદ, શું એ તારો અવાજ છે?” અને તે રડવા લાગ્યો.


તેમાંના કેટલાકને તે હજાર માણસો પર અને બીજા કેટલાકને તે પચાસ માણસો પર અધિકારીઓ નીમશે. તમારા પુત્રોએ તેનાં ખેતરો ખેડવાં પડશે. તેનો પાક લણવો પડશે અને તેનાં શસ્ત્રો અને તેના રથો માટેનાં સાધનો બનાવવાં પડશે.


Lean sinn:

Sanasan


Sanasan