Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 11:6 - પવિત્ર બાઇબલ C.L.

6 દાવિદે કહ્યું, “જે કોઈ યબૂસીઓ પર પ્રથમ ત્રાટકે તે સેનાપતિ બનશે!” યોઆબે સૌ પ્રથમ હુમલો કર્યો અને સેનાપતિ બન્યો. તેની માનું નામ સરૂયા હતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 દાઉદે કહ્યું, “જે કોઈ યબૂસીઓને પ્રથમ મારશે તે સેનાપતિ થશે.” સરુયાનો પુત્ર યોઆબ પ્રથમ ચઢી ગયો, ને સેનાપતિ બન્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 દાઉદે કહ્યું, જે કોઈ યબૂસીઓને પ્રથમ મારશે તે સેનાપતિ થશે.” સરુયાના દીકરા યોઆબે પ્રથમ હુમલો કર્યો, તે સેનાપતિ બન્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 દાઉદે કહ્યું, “જે કોઇ યબૂસીઓને મારવામાં પહેલ કરશે તેને સરસેનાપતિ બનાવવામાં આવશે.” યોઆબ બીન સરૂયાએ સૌથી પહેલો હુમલો કર્યો અને તેથી તેને સરસેનાપતિ બનાવવામાં આવ્યો.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 11:6
13 Iomraidhean Croise  

યોઆબ, જેની માતાનું નામ સરુયા હતું, તે અને દાવિદના માણસો તળાવ આગળ સામસામે આવી ગયા. ત્યાં તેઓ સૌ બેસી ગયા; એક જૂથ તળાવની એક તરફ અને બીજું જૂથ તળાવની બીજી તરફ.


સરુયાના ત્રણ દીકરા યોઆબ, અબિશાય અને અસાહેલ ત્યાં હતા. અસાહેલ જંગલી હરણના જેટલી ઝડપથી દોડી શક્તો.


યોઆબ ઇઝરાયલના લશ્કરનો સેનાપતિ હતો. યહોયાદાનો પુત્ર બનાયા કરેથી અને પલેથી અંગરક્ષકોનો ઉપરી હતો.


પણ દાવિદ એ વિષે જાણતો નહોતો. આબ્નેર હેબ્રોન આવ્યો એટલે યોઆબ તેની સાથે અંગત વાતચીત કરવા માગતો હોય તેમ તે આબ્નેરને દરવાજા આગળ એક બાજુએ લઈ ગયો અને પોતાના ભાઈ અસાહેલના ખૂનનું વેર લેવા ત્યાં તેને પેટમાં ખંજરના ઘા માર્યા અને એમ તેને પેટમાં ખંજર ભોંકી દઈને મારી નાખ્યો.


યોઆબ જેની માતાનું નામ સરુયા હતું તે લશ્કરનો સેનાપતિ હતો. અહિલૂદનો પુત્ર યહોશાફાટ મંત્રી હતો.


તેણે યોઆબ (જેની માતાનું નામ સરુયા હતું) અને યજ્ઞકાર અબ્યાથાર સાથે મસલત કરી અને તેઓ તેને ટેકો આપવા સંમત થયા.


યબૂસીઓએ દાવિદને કહ્યું કે તું નગરમાં પ્રવેશી શકવાનો નથી; પણ દાવિદે તેમનો સિયોનનો કિલ્લો જીતી લીધો. તે પછી તે “દાવિદનગર” કહેવાયો.


દાવિદ એ કિલ્લામાં રહેવા ગયો તેથી તે ‘દાવિદનગર’ તરીકે ઓળખાયો.


અબિશાયનો ભાઈ યોઆબ સેનાપતિ હતો; અહિલૂદનો પુત્ર યહોશાફાટ ઇતિહાસકાર હતો.


અહિથોફેલના મરણ પછી બનાયાના પુત્ર અબ્યાથાર અને યહોયાદા રાજાના સલાહકાર બન્યા. યોઆબ રાજાનો સેનાપતિ હતો.


હે ઈશ્વર, મને કિલ્લેબંધ નગરમાં કોણ લઈ જશે? અદોમ સુધી મને કોણ પહોંચાડશે?


તેઓ એકબીજાને કહેવા લાગ્યા, “પેલા યોદ્ધાને જોયો? તે ઇઝરાયલને પડકારવા ચઢી આવ્યો છે. તેને મારનારને રાજા સમૃદ્ધ બનાવશે, પોતાની પુત્રી સાથે તેનું લગ્ન કરાવશે અને તેના પિતાના કુટુંબને સર્વ રાજસેવા અને વેરામાંથી મુક્તિ આપશે.”


Lean sinn:

Sanasan


Sanasan