Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 11:5 - પવિત્ર બાઇબલ C.L.

5 યબૂસીઓએ દાવિદને કહ્યું કે તું નગરમાં પ્રવેશી શકવાનો નથી; પણ દાવિદે તેમનો સિયોનનો કિલ્લો જીતી લીધો. તે પછી તે “દાવિદનગર” કહેવાયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 યબૂસના રહેવાસીઓએ દાઉદને કહ્યુ, “તારાથી કદી પણ અંદર આવી શકાશે નહિ.” તો પણ દાઉદે સિયોનનો કિલ્લો જીતી લીધો. તે જ દાઉદ નગર છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 યબૂસના રહેવાસીઓએ દાઉદને કહ્યું, “તારાથી અંદર આવી શકાશે નહિ.” તો પણ દાઉદે સિયોનનો કિલ્લો જીતી લીધો. તે જ દાઉદ નગર છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 યબૂસના રહેવાસીઓએ તેઓને નગરમાં પ્રવેશવા દીધા નહિ. તો પણ દાઉદે સિયોનનો કિલ્લો જીતી લીધો. તે પાછળથી દાઉદનગર તરીકે ઓળખાયો.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 11:5
26 Iomraidhean Croise  

કિલ્લો જીતી લીધા પછી દાવિદ તેમાં રહ્યો અને તેને ‘દાવિદનું નગર’ એવું નામ આપ્યું. પર્વતની પૂર્વ બાજુએ જ્યાં જમીનમાં પૂરાણ કરવામાં આવ્યું હતું ત્યાંથી શરૂ કરીને તેણે તેની આજુબાજુ નગર બાંધ્યું.


તે દિવસે દાવિદને પ્રભુનો ડર લાગ્યો અને તેણે કહ્યું, “હવે હું પ્રભુની કરારપેટી મારે ત્યાં કેવી રીતે લઈ જાઉં? તેથી તે પ્રભુની કરારપેટી યરુશાલેમ લઈ જવા માગતો નહોતો અને પાછા વળીને ગાથ નગરના નિવાસી ઓબેદ-અદોમના ઘેર લઈ ગયો.


દાવિદે સાંભળ્યું કે ઈશ્વરની કરારપેટીને લીધે પ્રભુએ ઓબેદ-અદોમના કુટુંબને અને તેના સર્વસ્વને આશિષ આપી છે ત્યારે તે કરારપેટીને મહોત્સવ સહિત યરુશાલેમ લઈ આવવાને નીકળ્યો.


પછી શલોમોન રાજાએ દાવિદના નગર સિયોનમાંથી પ્રભુની કરારપેટી મંદિરમાં લાવવા માટે ઇઝરાયલનાં બધાં કુળો અને ગોત્રોના આગેવાનોને યરુશાલેમમાં બોલાવ્યા.


દાવિદ રાજાએ અને સર્વ ઇઝરાયલીઓએ યરુશાલેમ પર ચડાઈ કરી. ત્યારે તે યબૂસ તરીકે ઓળખાતું હતું અને દેશના મૂળ રહેવાસી યબૂસીઓ તેમાં રહેતા હતા.


દાવિદે કહ્યું, “જે કોઈ યબૂસીઓ પર પ્રથમ ત્રાટકે તે સેનાપતિ બનશે!” યોઆબે સૌ પ્રથમ હુમલો કર્યો અને સેનાપતિ બન્યો. તેની માનું નામ સરૂયા હતું.


દાવિદ એ કિલ્લામાં રહેવા ગયો તેથી તે ‘દાવિદનગર’ તરીકે ઓળખાયો.


પછી શલોમોન રાજાએ દાવિદનગર સિયોનમાંથી કરારપેટી મંદિરમાં લઈ આવવા માટે ઇઝરાયલનાં સર્વકુળો અને ગોત્રોના આગેવાનોને યરુશાલેમમાં એકઠા કર્યા.


અહીં ઇઝરાયલના દાવિદવંશી રાજવીઓ રાજ્યાસન પર બિરાજતા, અને નેકીપૂર્વક રાજ કરતા.


પ્રભુએ સિયોનનગરને પસંદ કર્યું છે, અને તેને પોતાનું નિવાસસ્થાન બનાવવા ઇચ્છયું છે.


પ્રભુ કહે છે, “મારા પવિત્ર પર્વત સિયોનમાં મેં મારા રાજાનો રાજ્યાભિષેક કર્યો છે.”


તે અત્યંત રમણીય અને ઉન્‍નત છે, અને સમસ્ત પૃથ્વી માટે આનંદકારક છે. સિયોન પર્વત સાફોન પર્વત સમો ઊંચો અને કેન્દ્રસ્થાને છે; તે રાજાધિરાજનું નગર છે.


તેને બદલે તેમણે યહૂદાના કુળને અને પોતાના પ્રિય સિયોન પર્વતને પસંદ કર્યો.


યાકોબના વંશજોનાં સર્વ નિવાસસ્થાનો કરતાં પ્રભુને સિયોન નગરના દરવાજાઓ વિશેષ પ્રિય છે.


સિયોન વિષે એમ કહેવાશે કે, “આ માણસનો અને પેલા માણસનો જન્મ તેમાં થયો.” કારણ, સર્વોચ્ચ ઈશ્વર પોતે તેને પ્રસ્થાપિત કરશે.


સિયોનમાં બિરાજનાર પ્રભુનાં ગુણગાન ગાઓ; પ્રત્યેક દેશના લોકોને તેમનાં અદ્‍ભુત કાર્યો જાહેર કરો.


શાસ્ત્રમાં આ પ્રમાણે લખેલું છે: “જુઓ, હું સિયોનમાં એક પથ્થર મૂકું છું, જેના ઉપર લોકો ઠોકર ખાશે; એક એવો ખડક કે જેનાથી લોકો પડી જશે. પણ જે કોઈ તેના ઉપર વિશ્વાસ કરશે, તે કદી નિરાશ થશે નહિ.”


એને બદલે, તમે સિયોન પર્વત પાસે અને જીવંત ઈશ્વરના નગરમાં, એટલે કે સ્વર્ગીય યરુશાલેમ જ્યાં લાખો દૂતો છે ત્યાં તમે આવ્યા છો.


પછી મેં જોયું તો હલવાન સિયોન પર્વત પર ઊભું હતું. તેની સાથે એક લાખ ચુમ્માળીસ હજાર લોકો હતા, જેમના કપાળે હલવાનનું નામ અને ઈશ્વરપિતાનું નામ લખવામાં આવ્યાં હતાં.


પણ પેલો માણસ ત્યાં રાત રહેવા ઇચ્છતો નહોતો, તેથી તે તથા તેની ઉપપત્ની પોતાને રસ્તે પડયાં. તેમની પાસે જીન બાંધેલાં બે ગધેડાં હતાં. જ્યારે તેઓ યબૂસ (એટલે યરુશાલેમ) પહોંચ્યાં ત્યારે દિવસ ઘણો નમી ગયો હતો. તેથી નોકરે પોતાના માલિકને કહ્યું, “આપણે આ યબૂસીઓના નગરમાં જ રાત રોકાઈ જઈશું?”


પોતાની પાસે ઊભેલા માણસોને દાવિદે કહ્યું, “આ પરપ્રજાના પલિસ્તીને મારી નાખનાર અને ઇઝરાયલના આ અપમાનને દૂર કરનાર વ્યક્તિને શું મળશે? જીવંત ઈશ્વરના સૈન્યનો તિરસ્કાર કરનાર આ પરપ્રજાનો પલિસ્તી કોણ છે?”


મેં સિંહ અને રીંછ માર્યા છે અને જીવંત ઈશ્વરના સૈન્યને પડકારનાર એ પરપ્રજાના પલિસ્તીના હું એમના જેવા જ હાલ કરીશ.


Lean sinn:

Sanasan


Sanasan