૧ કાળવૃત્તાંત 10:14 - પવિત્ર બાઇબલ C.L.14 પણ પ્રભુની સલાહ મેળવી નહિ. તેથી પ્રભુએ તેને મારી નાખ્યો અને તેનું રાજ્ય યિશાઈના પુત્ર દાવિદને સોંપ્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 તેથી યહોવાએ તેને મારી નાખ્યો, ને રાજ્યને યિશાઈના દીકરા દાઉદના હાથમાં આપ્યું. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 આમ ઈશ્વરે તેને મારી નાખ્યો અને રાજયને યિશાઈના દીકરા દાઉદના હાથમાં આપ્યું. Faic an caibideilપવિત્ર બાઈબલ14 આથી યહોવાએ તેનો વધ કર્યો અને તેનું રાજ્ય યશાઇના પુત્ર દાઉદને સોંપી દીધું. Faic an caibideil |
પ્રભુએ આપેલા સંદેશ પ્રમાણે શાઉલને સ્થાને દાવિદને રાજા બનાવવા ઘણા તાલીમબદ્ધ સૈનિકો તેને હેબ્રોનમાં આવી મળ્યા હતા. તેમની સંખ્યા આ પ્રમાણે છે: યહૂદાના વંશના: ઢાલ અને ભાલાધારી એવા 6,800 સુસજ્જ સૈનિકો; શિમયોનના વંશના: 7,100 તાલીમબદ્ધ સૈનિકો; લેવીના વંશના: કુલ 4,600 સૈનિકો; આરોનના વંશજ યહોયાદાના હાથ નીચેના 3,700 સૈનિકો; યુવાન પરાક્રમી યોદ્ધા સાદોકના સંબંધીઓ: 22 શૂરવીરો. બિન્યામીનના વંશના (શાઉલના પોતાના કુળના): 3,000 સૈનિકો. (બિન્યામીન કુળના મોટા ભાગના લોકો શાઉલને વફાદાર રહ્યા હતા); એફ્રાઈમના વંશના: પોતાના ગોત્રના 20,800 શૂરવીર સૈનિકો; પશ્ર્વિમમાં વસેલા મનાશ્શાના વંશના: દાવિદને રાજા બનાવવા પસંદ કરીને મોકલાયેલ 18,000 સૈનિકો; ઇસ્સાખારના વંશના: 200 આગેવાનો અને તેમના હાથ નીચેના માણસો (ઇઝરાયલે ક્યારે શાં પગલાં ભરવાં એનો નિર્ણય કરવામાં એ આગેવાનો બાહોશ હતા.); ઝબુલૂનના વંશના: સર્વ પ્રકારનાં શસ્ત્રો વાપરવામાં તાલીમ પામેલા 50,000 વફાદાર લડવૈયા; નાફતાલીના વંશના: 1000 આગેવાનો અને તેમની સાથેના ઢાલ અને ભાલાધારી 37,000 સૈનિકો; દાનના વંશના: 28,600 તાલીમબદ્ધ સૈનિકો; આશેરના વંશના: યુદ્ધને માટે સુસજ્જ 40,000 સૈનિકો; યર્દનની પૂર્વ તરફના રૂબેન, ગાદ અને પૂર્વમાં વસેલા મનાશ્શાના વંશના: સર્વ પ્રકારનાં શસ્ત્રો વાપરવામાં તાલીમ પામેલા 1,20,000 સૈનિકો.