Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઝખાર્યા 9:4 - પવિત્ર બાઈબલ

4 પણ યહોવા તેનો કબજો લેશે, તેની બધી સંપત્તિ દરિયામાં ડુબાડી દેશે અને એ શહેર સુદ્ધાંને આગ ભરખી જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 જુઓ, પ્રભુ તેની સંપત્તિ છીનવી લેશે, ને તેના બળને સમુદ્રમાંનાખી દેશે; અને તે અગ્નિથી ભસ્મ થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 પણ પ્રભુ તેનું સઘળું લઈ લેશે. તે તેની સંપત્તિને સમુદ્રમાં ફેંકી દેશે, અને શહેરને બાળીને જમીનદોસ્ત કરી દેવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 જુઓ! પણ પ્રભુ તેની સંપત્તિ છીનવી લેશે અને તેના બળને સમુદ્રમાં નાખી દેશે, તે અગ્નિથી ભસ્મ થઈ જશે.

Faic an caibideil Dèan lethbhreac




ઝખાર્યા 9:4
14 Iomraidhean Croise  

કુમાર્ગે પ્રાપ્ત કરેલી સંપત્તિથી કશો લાભ નથી. પરંતુ સદાચારી જીવન વ્યકિતને મોતથી ઉગારે છે.


જ્યારે દેવ કોપાયમાન થાય ત્યારે સંપત્તિ કામ નહિ આવે, પણ પ્રામાણિકતા વ્યકિતને મોતથી ઉગારે છે.


યહોવાએ સમુદ્ર વિરુદ્ધ પોતાનો હાથ ઉગામ્યો છે; તે પૃથ્વીના સામ્રાજ્યોને ધ્રૂજાવે છે. આ મહાન વેપારી નગર અને તેના સાર્મથ્યનો વિનાશ કરવા તેમણે આજ્ઞા આપી છે,


તેઓ તારે માટે આ મરશિયા ગાશે: “‘ઓ વિખ્યાત નગરી! આ તે તારો કેવો વિનાશ તું સમુદ્રમાંથી સાફ થઇ ગઇ! તું અને તારા વતનીઓ સમુદ્ર પર ગવિર્ષ્ઠ હતાં. અને આખા સાગરકાંઠાના વતનીઓ તારાથી ડરતા રહેતા હતા.


તારો વધતો જતો વ્યાપાર તને હિંસામાં અને પાપમાં ખેંચી ગયો. આથી મેં તને દેવના પવિત્ર પર્વત પરથી હાંકી મૂક્યો. જે દેવ દૂત તારું રક્ષણ કરતો હતો તેણે તને ઝળહળતાં રત્નોમાંથી તગેડી મૂકયો.


તારા વેપારમાં તેં એટલાં બધાં પાપો અને ષ્ટતા આચર્યા કે તારા મંદિરો પણ ષ્ટ થઇ ગયા. આથી, હે તૂર, મેં તને આગ ચાંપી અને તને બાળીને ભોંયભેગો કરી દીધો. આજે તને જોનારા સૌ કોઇ તને ભસ્મીભૂત થયેલો જુએ છે.


“હે મનુષ્યના પુત્ર, તું તૂરના રાજવીને કહે કે, ‘આ યહોવા મારા માલિકના વચન છે: “‘તું અભિમાનથી ફુલાઇ ગયો છે અને દેવ હોવાનો દાવો કરે છે, તું કહે છે, “દેવની જેમ હું સમુદ્રોની મધ્યે આસન પર બેસું છું.” “‘તું દેવના જેવો જ્ઞાની હોવાનો દાવો ભલે કરે, પરંતુ તું નાશવંત મનુષ્ય છે, દેવ નહિ.


તેઓ તારા પ્રાણ લેશે અને તને નરકના ખાડામાં ધકેલી દેશે. અને સાગરને તળિયે પહોંચાડી દેશે.


હું તમારા પુત્ર અને પુત્રીઓને યહૂદાના વંશજોને વેંચીંશ અને તેઓ તેમને દૂરના દેશ શેબાના લોકોને વેંચી દેશે.” કેમકે આ યહોવાનું વચન છે.


તેને માટે હું તેઓને જરૂર શિક્ષા કરીશ, હું તૂરની દીવાલોને આગ લગાડીશ અને આગ શહેરના સર્વ કિલ્લેબંધી કરેલા ઘરોને નષ્ટ કરી નાખશે.”


આશ્કલોન તે જોઇને થથરી જશે, ગાઝા પણ ભયથી ફફડશે, અને એક્રોનની આશાઓ ખોટી પડશે. ગાઝામાં રાજા નહિ રહે અને આશ્કલોન નિર્જન થઇ જશે.


Lean sinn:

Sanasan


Sanasan