Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઝખાર્યા 8:9 - પવિત્ર બાઈબલ

9 સૈન્યોનો દેવ યહોવા કહે છે, “હિંમત રાખો! મારા મંદિરનો પાયો નંખાયો અને બાંધકામ શરૂ થયું ત્યારે હાજર હતા તે પ્રબોધકોને મુખેથી તમે જે વચનો સાંભળ્યાં હતા તે આજે પણ પાળો છો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે કે, સૈન્યોના [ઇશ્વર] યહોવાનું ઘર, એટલે તેમનું મંદિર, બાંધવા માટે તેનો પાયો નાખવામાં આવ્યો, તે સમયે પ્રબોધકોએ કહેલાં વચનો આ વખતે સાંભળનારાઓ, તમારા હાથ બળવાન થાઓ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 “હિંમતવાન થાઓ! મારા મંદિરને ફરી બાંધવા માટે પાયો નાખવામાં આવ્યો ત્યારે સંદેશવાહકો જે શબ્દો બોલ્યા હતા તે જ શબ્દો તમે અત્યારે સાંભળો છો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 સૈન્યોના ઈશ્વર યહોવાહ કહે છે કે: ‘જ્યારે સૈન્યોના યહોવાહનું સભાસ્થાન બાંધવા સારુ તેનો પાયો નાખવામાં આવ્યો, ત્યારે પ્રબોધકોએ કહેલા વચનો સાંભળનારાઓ, તમારા હાથ બળવાન કરો.

Faic an caibideil Dèan lethbhreac




ઝખાર્યા 8:9
18 Iomraidhean Croise  

યહોવાએ ઇસ્રાયેલને માટે મૂસાને જે નિયમો અને કાનૂનો જણાવેલાં છે તેનું તું કાળજીપૂર્વક પાલન કરશે તો જ તું સફળ થશે. બળવાન થજે, મક્કમ રહેજે. હિંમત હારીશ નહિ કે ગભરાઇશ નહિ.


વળી દાઉદે પોતાના પુત્ર સુલોમાનને કહ્યું, “બળવાન અને નિર્ભય બન અને કામ શરૂ કર. આવું જંગી કામ જોઇને ગભરાઇ જતો નહિ. કારણકે જ્યાં સુધી યહોવાના મંદિરનું બાંધકામ તું પૂરું કરે ત્યાં સુધી. યહોવા મારા દેવ તારી સાથે રહેશે, અને તને છોડેશે નહિ અને તારો ત્યાગ નહિ કરે.


પણ હવે તમે બળવાન બનજો અને હિંમત હારશો નહિ. તમને તમારા કાર્યોના ફળ મળશે.”


યહૂદીયાઓના વડીલોએ પણ પ્રબોધકો હાગ્ગાય અને ઇદ્દોના પુત્ર ઝખાર્યાના વચનોથી પ્રેરાઇને મંદિરનું બાંધકામ ફરીથી ચાલુ કર્યુ અને તેમનું ઉદેશ્ય પુરું કર્યુ. તેઓએ ઇસ્રાએલના દેવના ફરમાન મુજબ તથા કોરેશ, દાર્યાવેશ અને આર્તાહશાસ્તા અને ઇરાનના રાજાઓના ફરમાન મુજબ બાંધકામને પૂરું કર્યુ.


જેઓ હારેલા છે તેમને હિંમત આપો, જેઓ ડગમગી રહ્યા છે તેઓને સ્થિર કરો, ભયભીત થયેલાઓને કહો કે, હિંમત રાખો!


જેઓ ચિંતાતુર છે, “તેઓને કહો દ્રઢ થાઓ, ડરશો નહિ;” જુઓ, તમારા દેવ! તમારો ઉદ્ધાર કરવા અને તમારા શત્રુઓને સજા કરવા આવે છે.


દાર્યાવેશ રાજાના બીજા વર્ષના છઠ્ઠા મહિનાની પહેલી તારીખે પ્રબોધક હાગ્ગાય મારફત યહોવાનો સંદેશો આવ્યો. આ સંદેશો યહૂદાના સૂબા શઆલ્તીએલના પુત્ર, ઝરુબ્બાબેલની, તથા પ્રમુખ યાજક યહોસાદાકના પુત્ર યહોશુઆ માટે હતો.


ત્યારે ઝરુબ્બાબેલ અને યાજક યહોશુઆએ બાકીના લોકો સાથે મળીને તેમના દેવ યહોવાના તથા હાગ્ગાયનાં વચનો પર ધ્યાન આપ્યું. તેઓએ યહોવાની આજ્ઞાનું પાલન કર્યુ અને તેમનો ભય રાખ્યો.


“‘પણ સાંભળો, આજ પછીથી, નવમાં મહિનાની ચોવીસમી તારીખે, મંદિરનો પાયો નાખવામાં આવ્યો છે, તે દિવસ પછીથી શું થનાર છે તેનો વિચાર કરો.


યહૂદાના રાજ્યપાલ ઝરુબ્બાબેલને કહે કે, “હું આકાશોને તથા પૃથ્વીને હચમચાવી નાખીશ.


હે યહૂદિયા અને ઇસ્રાએલના વંશજો અત્યાર સુધી વિદેશી પ્રજાઓ શાપ દેવા માટે તમારા નામનો ઉપયોગ કરતી હતી, પણ હવે હું તમને ઉગારી લઇશ, અને તમારા નામ આશીર્વાદ આપવામાં વપરાશે. ડરશો નહિ. હિંમત રાખો.”


મને સૈન્યોનો દેવ યહોવાની વાણી આ મુજબ સંભળાઇ;


મારા પત્રને પૂરો કરતાં હું તમને પ્રભુમાં અને તેના સાર્મથ્યના બળમાં શક્તિમાન થવા કહું છું.


તિમોથી, મારા માટે તો તું દીકરા સમાન છે. ખ્રિસ્ત ઈસુમાં આપણને જે કૃપા છે તેમાં બળવાન થા.


“યહોશુઆ બળવાન અને હિમ્મતવાન થા. કારણ, તારે આ લોકોને જે દેશ તરફ દોરી જવાના છે જે મેં તેઓના પૂર્વજોની આગળ તેમને આપવા માંટે વચન આપ્યું હતું.


એ નિયમ શાસ્ત્ર તારા મોંમાંથી જાય નહિ પણ રાતદિવસ તારે એનું મનન કરવાનું છે જેથી એમાં જે લખેલું છે તેનું તું કાળજીપૂર્વક પાલન કરી શકે: કારણકે તો જ તું સફળ થશે અને સમૃદ્ધિ પામશે.


Lean sinn:

Sanasan


Sanasan