Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઝખાર્યા 6:8 - પવિત્ર બાઈબલ

8 અને યહોવાએ મને બોલાવ્યો અને કહ્યું, “જેઓ ઉત્તરમાં ગયા છે તેઓએ ત્યાં મારા ન્યાય ચુકાદાનો અમલ કર્યો છે, અને મારા ગુસ્સાને શાંત પાડ્યો છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 પછી તેણે હાંક મારીને મને કહ્યું, “જો, ઉત્તર પ્રદેશ તરફ જનારાઓએ ઉત્તર પ્રદેશમાં મારા આત્માને શાંત પાડયો છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 પછી દૂતે મને બૂમ પાડીને કહ્યું, “બેબિલોન તરફ ગયેલા ઘોડાઓએ પ્રભુનો રોષ શમાવી દીધો છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 પછી તેમણે હાંક મારીને મને બોલાવ્યો અને મારી સાથે વાત કરીને કહ્યું, “ઉત્તર દેશ તરફ જનારાઓને જો; તેઓએ ઉત્તર દેશમાં મારા આત્માને આરામ આપ્યો છે.”

Faic an caibideil Dèan lethbhreac




ઝખાર્યા 6:8
15 Iomraidhean Croise  

જ્યારે તારો શાશક તારા પર ગુસ્સે થાય તો તું ત્યાંથી નાસી ન જતો. કારણ કે તું જે સાંત્વન લાવે છે તેનાથી મોટા પાપો વડે થયેલો ગુસ્સો પણ ઠંડો પડી જાય છે.


તેથી, સૈન્યોના દેવ યહોવા, ઇસ્રાએલના સૈન્યોનો દેવ, કહે છે! “તમે મારા શત્રુ બન્યા છો. તમારા ઉપર વૈર વાળીને હું સંતોષ પામીશ.


“તમે બધા એકઠા થાઓ અને સાંભળો, તમારી સર્વ મૂર્તિઓમાંથી કોણે તમને આ પ્રમાણે કહ્યું, યહોવા કોરેશ ઉપર પ્રેમ કરે છે. બાબિલનાં સામ્રાજ્યનો અંત લાવવા યહોવા તેનો ઉપયોગ કરશે. તે ખાલદીઓના સૈન્યનો વિનાશ કરશે.


ત્યારે મારો રોષ શમી જશે અને તારા ઉપરથી દાઝ ઊતરશે. પછી હું શાંત પડીશ અને તારા પર રોષે ભરાઇશ નહિ.


જ્યારે હું તને તારાં બધાં કૃત્યોની માફી આપીશ ત્યારે તને તે બધાં યાદ આવશે અને તું શરમની મારી બોલી પણ નહિ શકે.” આ યહોવા મારા માલિકના વચન છે.


“‘હે યરૂશાલેમ, તારા વ્યભિચારની અશુદ્ધિ દૂર કરવા મેં પ્રયત્ન કર્યો હતો પણ તું ચોખ્ખી ન થઇ. એટલે તારા પર હું મારો પૂરો રોષ ઉતારી નહિ રહું ત્યાં સુધી તું ફરી ચોખ્ખી થનાર નથી.


એ રીતે મારો ક્રોધ શમી જશે. હું તેમના પર મારો રોષ વરસાવીશ, ત્યારે જ મને શાંતિ વળશે. મારો ક્રોધ હું તેમના પર પૂરેપૂરો ઉતારીશ ત્યારે એમને ખબર પડશે કે, હું યહોવા પુણ્યપ્રકોપથી આ બોલ્યો હતો.”


જે બીજી પ્રજાઓ સુરક્ષિત પડેલી છે તેઓના પર હું ખૂબ રોષે ભરાયો છું, મેં મારા લોકો પર થોડો ક્રોધ કર્યો અને એનો લાભ ઉઠાવી તે પ્રજાઓએ ખૂબજ અત્યાચારો કર્યા.”


સામસૂને તેઓને કહ્યું, “જો તમે આ રીતે વર્તશો તો હું ચોક્કસ કહું છું કે, હું બદલો લીધા વિના છોડવાનો નથી,”


દેવે તમાંરા જ હાથમાં મિદ્યાનીઓના સરદારો ઓરેબ અને ઝએબને સુપ્રત કર્યા તેની તુલનામાં મેં શું કર્યું છે?” ત્યારે જ તેઓ શાંત થયા.


Lean sinn:

Sanasan


Sanasan