Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઝખાર્યા 3:7 - પવિત્ર બાઈબલ

7 આ સૈન્યોનો દેવ યહોવાના વચન છે: “જો તું મારા માર્ગ પર ચાલશે અને મારી આજ્ઞા માથે ચડાવશે, તો તું મારા મંદિરનો તથા તેના ચોકનો મુખ્ય વહીવટદાર થશે અને જેઓ મારી આગળ ઊભા છે, તેમની જેમ તું મારી પાસે છૂટથી આવી શકશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 “સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે કે, ‘જો તું મારા માર્ગોમાં ચાલશે, ને જો તું મારી આ ઓ પાળશે, તો તું મારા ઘરનો ન્યાય કરનાર પણ થશે, ને મારાં આંગણાં પણ સંભાળશે, ને હું તને આ પાસે ઊભેલાઓની મધ્યે જવા આવવાની છૂટ આપીશ.’

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 સૈન્યોના યહોવાહ એવું કહે છે: ‘જો તું મારા માર્ગોમાં ચાલશે અને મારી આજ્ઞાઓ પાળશે, તો તું મારા ઘરનો નિર્ણય કરનાર પણ થશે અને મારાં આંગણાં સંભાળશે; કેમ કે હું તને મારી આગળ ઊભેલાઓની મધ્યેથી જવા આવવાની પરવાનગી આપીશ.

Faic an caibideil Dèan lethbhreac




ઝખાર્યા 3:7
30 Iomraidhean Croise  

આ હું એટલા માંટે કરીશ, કારણ કે તારા પિતા ઇબ્રાહિમે માંરી આજ્ઞાનું પાલન કર્યું અને મેં જે કહ્યું તે તેણે કર્યુ છે, માંરા આદેશો માંરા વિધિઓ અને માંરા નિયમોનું પાલન કર્યુ છે.”


તમાંરા દેવ યહોવાએ તમને જેનું પાલન કરવા કહ્યું છે તેનું પૂર્ણ પાલન કરજે. મૂસાના નિયમશાસ્રમાં લખેલી દેવ યહોવાના પ્રત્યેક કાનૂન અને આજ્ઞાને આધીન થજે, જેથી તું જે કામ કરે ને જયાં જાય ત્યાં તેમાં તને સફળતા પ્રાપ્ત થાય.


અને, જો તું તારા પિતાની જેમ માંરે માંગેર્ ચાલશે અને માંરી આજ્ઞાઓ, અને વિધિઓનું પાલન કરશે તો હું તને દીર્ઘાયુ આપીશ.”


લેવીઓએ મુલાકાત મંડપની અને પવિત્રસ્થાનની સંભાળ રાખવાની હતી. તેઓ તેમના હારુનવંશી સંબંધીઓને યહોવાનાં મંદિરની સંભાળ રાખવામાં મદદ કરવાની હતી.


પરંતુ ધાન્ય લણનારા જ તે ખાઇને મારી સ્તુતિ કરશે, અને દ્રાક્ષને ભેગી કરનારા જ મારા મંદિરના ચોકમાં તેનો દ્રાક્ષારસ પીશે.”


મારા મંદિરમાં જાતે ઉપાસના કરવાને બદલે તમે એ માણસોને એ કામ સોંપી દીધું છે.’”


“આ પવિત્રભૂમિ સાદોકના વંશના યાજકો માટે રહેશે. ઇસ્રાએલીઓ આડે માર્ગે ગયા હતા ત્યારે બીજા લેવીઓની જેમ તેઓ આડે માર્ગે ગયા નહોતા પણ તેમણે વફાદારીપૂર્વક મારી સેવા બજાવી હતી.


પછી મૂસાએ હારુનને કહ્યું, “યહોવાએ એમ કહ્યું હતું કે, ‘જે યાજકો માંરી સેવા કરે છે તેમણે માંરી પવિત્રતા જાળવવી જોઈએ; સર્વ લોકોની સંમુખ હું માંરો મહિમાં પ્રગટ કરી ગૌરવવાન મનાઈશ. તેનો અર્થ આ છે.’” હારુન મૌન થઈ ગયો.


તમાંરે સાત દિવસ અને સાત રાત સુધી મુલાકાત મંડપના પ્રવેશદ્વાર આગળ યહોવાની આજ્ઞાનું પાલન કરતા રહેવાનું છે. અને ચેતવણી આપતાં કહ્યું, “જો તમે તેના આદેશ નહિ માંનો તો તમે મૃત્યુ પામશો. આ યહોવાની આજ્ઞા છે.”


ત્યારબાદ યહોવાના દૂતે યહોશુઆને જણાવ્યું કે,


પછી તેણે મને કહ્યું, “તેઓ તો દેવે અભિષેક કરેલા બે માણસો છે. તેઓ સમગ્ર પૃથ્વીના દેવ યહોવાની સેવા કરે છે.”


દૂરદૂરથી માણસો આવીને યહોવાનું મંદિર બાંધવામાં મદદ કરશે, અને ત્યારે તમને ખાતરી થશે કે સૈન્યોનો દેવ યહોવાએ મને તમારી પાસે મોકલ્યો છે. જો તમે તમારા દેવ યહોવાની આજ્ઞાનું પાલન કરશો તો આ બધું સાચું પડશે.


તે દેવદૂતે મને જવાબ આપ્યો, “આ ચાર રથો સમગ્ર પૃથ્વીના યહોવા સમક્ષ ઊભા રહે છે. આ ચારે સ્વર્ગના દિવ્ય વાયુઓ છે.


ઈસુએ તેને કહ્યું, “હું તમને સત્ય કહું છું કે જ્યારે નવા યુગમાં માણસનો દીકરો તેના મહિમાના રાજ્યાસન પર બિરાજશે તે વખતે તમે પણ બાર રાજ્યાસન પર બેસશો. અને મારી પાછળ આવનારા ઈસ્રાએલના બારે કુળનો ન્યાય કરશો.


મારા રાજ્યમાં તમે મારી સાથે ખાશો અને પીશો. તમે ઈસ્ત્રાએલના બાર કુળોનો ન્યાય કરવા રાજ્યાસનો પર બિરાજશો.


મારા પિતાના ઘરમાં ત્યાં ઘણાં ઓરડાઓ છે. જો તે સાચું ના હોત તો હું તમને આ કહેત નહિ. હું તમારા માટે જગ્યાની તૈયારી કરવા જાઉં છું.


“જે વ્યક્તિ વિજય પ્રાપ્ત કરે છે તેને હુ મારી સાથે મારા રાજ્યાસન પર બેસવા દઈશ. મારી સાથે પણ એમ જ હતું. મેં વિજય મેળવ્યો અને મારા બાપ સાથે તેના રાજ્યાસન પર બેઠેલો છું.


Lean sinn:

Sanasan


Sanasan