Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઝખાર્યા 11:8 - પવિત્ર બાઈબલ

8 એક મહિનામાં તો મેં ત્રણ ભરવાડોને રજા આપી, કારણ, મારી ધીરજ ખૂટી ગઇ હતી અને તેઓ પણ મને ધિક્કારતા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 મેં ત્રણ પાળકોને એક માસમાં નષ્ટ કર્યા; કેમ કે હું તેમનાથી કાયર થયો હતો, ને તેઓ પણ મારાથી કંટાળ્યા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 મારો તિરસ્કાર કરનાર ત્રણ ઘેટાંપાળકોના સંબંધમાં મારી ધીરજ ખૂટી ગઈ, અને એક જ માસમાં હું તેમનાથી છૂટો થઈ ગયો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 એક મહિનામાં મેં ત્રણ પાળકોનો નાશ કર્યો. હું ઘેટાંના વેપારીઓથી હું કંટાળી ગયો હતો અને તેઓ મારાથી કંટાળ્યા હતા.

Faic an caibideil Dèan lethbhreac




ઝખાર્યા 11:8
25 Iomraidhean Croise  

સુલેમાંન જીવ્યો ત્યાં સુધી રઝોન તે ઇસ્રાએલનો દુશ્મન રહ્યો. તેણે હાદાદ અને ઇસ્રાએલ માંટે મુશ્કેલીઓ ઉભી કરી.


તેથી યહોવાનો કોપ પોતાના લોકો સામે સળગી ઊઠયો; અને પોતાના વારસોથી કંટાળી ગયા, ને તેમના પર ધૃણા થઇ.


તમે ઉદ્ધત લોકોનો અસ્વીકાર કરો છો, અને અનિષ્ટ કરનારાને ધિક્કારો છો.


એફ્રાઇમના લોકો શસ્રસજ્જ હતાં છતાં તેઓએ યુદ્ધ દિને પીછેહઠ કરી.


જેને લોકો ધૃણાની નજરે જુએ છે, જેનો તિરસ્કાર સર્વ પ્રજાઓ કરે છે, જે અન્યાયી શાસકોનો ગુલામ છે, તેને ઇસ્રાએલનો ઉદ્ધારક પવિત્ર દેવ કહે છે, “તને જોઇને રાજામહારાજાઓ માનપૂર્વક ઊભા થઇ જશે, અને સરદારો પગે પડશે,” એકવચની, અને તને પસંદ કરનારા ઇસ્રાએલના પવિત્ર દેવને પ્રતાપે આ થશે.


મારા લોકો જંગલમાંના સિંહની જેમ મારી સામે થયા છે. અને મારી સામે ભયંકર ગર્જનાઓ કરે છે, તેથી હું તેમનો તિરસ્કાર કરું છું.


તારા નામની ખાતર અમારો ત્યાગ ના કરીશ, તારા ગૌરવ પ્રતાપી સિંહાસન યરૂશાલેમને બેઆબરૂ ના કરીશ. અમારી સાથેના તારા કરારનું સ્મરણ કર, તેનો ભંગ કરીશ નહિ.


તેઓ નકારેલી ચાંદી એમ કહેવાય છે. કારણ કે યહોવાએ તેમનો નકાર કર્યો છે.”


તેમનાં મનમાં એમ ઠસાવવાનો પ્રયત્ન કરું છું કે, તેઓ તેમની અશુદ્ધ મૂર્તિઓને લીધે મારા માટે અજાણ્યા જેવા બની ગયાં છે.’


સાચે જ તું તારી માની દીકરી છે. જેણે તેના પતિને અને તેના સંતાનોને ધિક્કાર્યા હતાં. તું તારી બહેનોની સાચી બહેન છે, જેઓએ પોતાનાં પતિને અને સંતાનોને ધિક્કાર્યા હતાં. તમે બધી જ હિત્તી મા અને અમોરી પિતાની પુત્રીઓ છો.


મારા લોકો જ્ઞાનને અભાવે નાશ પામતા જાય છે. તમે જ્ઞાનને ફગાવી દીધું છે તેથી હું પણ તમને મારા યાજક પદેથી ફગાવી દઇશ. તમે મારો નિયમ ભૂલી ગયા છો એટલે હું પણ તમારા વંશજોને ભૂલી જઇશ.


તેઓએ યહોવાને દગો દીધો હતો. કારણકે તેઓએ બીજા કોઇના સંતાનોને જન્મ આપ્યો છે. તેથી તે ચંદ્રદર્શનનો દિવસ તેમનો અને તેમની ભૂમિનો નાશ કરશે.


યહોવા કહે છે, “ગિલ્ગાલમાં તેઓના બધા ખરાબ કાર્યો જાણીતા થયા. ત્યાં હું તેમને ધિક્કારવા લાગ્યો. તેમના દુષ્કૃત્યોને કારણે હું તેમને મારા ઘરમાંથી હાંકી કાઢીશ. હવે પછી હું તેમના પર પ્રેમ નહિ રાખું. તેમના બધા શાષકો મારી વિરૂદ્ધ થઇ ગયા છે.


હું તમાંરી વચ્ચે માંરું નિવાસ કરીશ. હું તમાંરો ત્યાગ કરીશ નહિ.


હું તમે જયાં તમાંરી મૂર્તિઓની પૂજા કરો છો તે ટેકરીઓ ઉપરનાં મુલાકાતમંડપનો નાશ કરીશ અને તમાંરી મૂર્તિઓના ભંગાર ઉપર હું તમાંરાં મૃતદેહો ખડકીશ. હું તમને તિરસ્કૃત કરી નાખીશ.


છતાં, તેઓ તેમના દુશ્મનોના દેશમાં હશે ત્યારે પણ હું તેમનો સંપૂર્ણ નાશ નહિ કરું. તેમનો પૂરેપૂરો ત્યાગ પણ નહિ કરું અને માંરો જે કરાર તેઓની સાથે છે તેનો ભંગ કરીશ નહિ, કારણ કે હું યહોવા તેમનો દેવ છું.


મારે જુદા જ પ્રકારના બાપ્તિસ્મા સાથે બાપ્તિસ્મા પામવું જોઈએ અને તે પૂરું થતાં સુધી હું ઘણી ચિંતામાં છું.


પણ રાજ્યના લોકો તે માણસને ધિક્કારતા હતા. તેથી લોકોએ એક સમૂહને તે માણસની પાછળ બીજા દેશમાં મોકલ્યા. બીજા દેશમાં આ સમૂહે કહ્યું કે, ‘અમે આ માણસ અમારો રાજા થાય એમ ઈચ્છતા નથી!’


“જો જગત તમને ધિક્કારે છે તો, યાદ કરજો કે જગતે મને પ્રથમ ધિક્કાર્યો છે.


જગત તમને ધિક્કારી શકશે નહિ. પરંતુ જગત મને ધિક્કારે છે. શા માટે? કારણ કે હું જગતમાં લોકોને કહું છું કે તેઓ ભૂંડા કામો કરે છે.


“આ જોઇને યહોવા રોષે ભરાયા, તેનાં પુત્રો અને પુત્રીઓએ તેને ગુસ્સે કર્યા.


ન્યાયી માણસ મારામાં વિશ્વાસ રાખીને જીવશે. જો તે ભયનો માર્યો પાછો હટી જશે તો પછી તેનામાં મને આનંદ થશે નહિ.”


Lean sinn:

Sanasan


Sanasan