Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઝખાર્યા 10:2 - પવિત્ર બાઈબલ

2 જ્યારે મૂર્તિઓ અર્થ વગરનું બોલે છે. અને જોષીઓ જૂઠા જોષ જુએ છે, સ્વપ્ન જોનારાઓ ખોટાં સ્વપ્નો વર્ણવે છે અને અવાસ્તવિક ભરોસો આપે છે, આથી લોકો બકરાઁની જેમ રખડે છે, તેઓ દુ:ખી છે કારણ, હુમલા સામે તેઓનું રક્ષણ કરનાર કોઇ પાળક નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 કેમ કે તરાફિમ [મૂર્તિઓએ] મિથ્યા વાત કહી છે, ને શકુન જોનારાઓએ જૂઠો વરતારો કર્યો છે. સંદર્શનિકો અસત્ય બોલે છે, તેઓ ખોટો દિલાસો દે છે; માટે લોકો ઘેટાંની જેમ આમતેમ ભટકે છે, તેઓ દુ:ખી થાય છે, કેમ કે કોઈ પાળક નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 લોકો મૂર્તિઓ અને જોશ જોનારા પાસે જાય છે, પણ તેમને મળતા જવાબો તો જૂઠાણાં અને અર્થહીન વાતો છે. કેટલાક સ્વપ્નોનું અર્થઘટન કરે છે, પણ તે માત્ર તમને ગેરમાર્ગે દોરવા માટે જ તેમ કરે છે. તેમનું આશ્વાસન નિરર્થક છે. એમ ખોવાયેલાં ઘેટાંની જેમ લોકો ભટકે છે. તેમનો કોઈ દોરનાર ન હોઈ તેઓ સંકટમાં આવી પડેલા છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 કેમ કે મૂર્તિઓ જૂઠું બોલે છે, અને ભવિષ્ય ભાખનારાઓ જૂઠાં ભવિષ્ય કથન કરે છે; સ્વપ્ન જોનારાઓ ખોટાં સ્વપ્નો વર્ણવે છે અને ખોટો દિલાસો આપે છે; તેથી લોકો ટોળાંની જેમ રખડે છે, તેઓ દુ:ખી છે કેમ કે તેઓને દોરનાર કોઈ પાળક નથી.

Faic an caibideil Dèan lethbhreac




ઝખાર્યા 10:2
44 Iomraidhean Croise  

તે સમયે લાબાન પોતાનાં ઘેટાંનું ઊન કાપવા ગયો હતો. તે દરમ્યાન રાહેલે તેના ઘરમાં ધૂસી જઈને પોતાના પિતાના કુળદેવતા ચોરી લાવી.


મીખાયાએ કહ્યું, “મેં બધા ઇસ્રાએલીઓને એક ઘેટાપાળક વગરનાં ઘેટાંના ટોળાની જેમ પર્વતો પર વેરવિખેર થઈ ગયેલા જોયા છે, અને મેં યહોવાને એમ બોલતા સાંભળ્યા છે કે, ‘એ લોકોનો કોઈ ધણી નથી, તેથી તેઓ ભલે શાંતિથી ઘેર જાય.’”


તમે ત્રણ જણા તમારી અજ્ઞાનતાને જૂઠાણાથી છૂપાવવાની કોશિશ કરો છો. તમે બધાં ઊંટવૈદ જેવા છો. જે કોઇને સાજા કરી શકતા નથી.


“અને તમે! શા માટે મને ખોટા આશ્વાસન આપો છો? તમારા એક એક જવાબ સદંતર જૂઠા છે.”


તેઓ સર્વ સાચે જ વ્યર્થ છે; જુઓ, એ દેવો કેવા નકામા છે! એમનાં કામોમાં કોઇ ભલીવાર નથી; તેમની મૂર્તિઓ તો ખાલી હવા છે.


હું દંભી પ્રબોધકોને જુઠ્ઠા પાડું છું અને તેઓ જે બનાવો વિષે કહે છે તેના કરતાં જુદા જ બનાવો દઇને હું તેઓને ખોટા પાડું છું. હું જ્ઞાનીઓના વચન પાછા ખેંચાવું છું અને તેમના જ્ઞાનને મૂર્ખાઇ ઠરાવું છું.


જેઓ મૂર્તિ બનાવે છે તે બધા કેવા તુચ્છ છે? તેઓ જેને મોંધીમૂલી ગણે છે તે મૂર્તિઓ કશા કામની નથી, તેમના સાક્ષીઓ કંઇ દેખતા નથી અને જાણતાં કંઇ નથી કે સાક્ષી આપી શકે. એટલે આખરે એમની ફજેતી થાય છે.


“આ કોની સાથે તમે મારી તુલના કરશો? કોણ મારો બરોબરિયો છે? મારા જેવો બીજો કોણ છે?


મૂર્તિઓની પૂજા કરનારા બન્ને અક્કલ વગરના અને મૂર્ખ છે. તેઓ મૂર્તિઓ પાસેથી શિખામણ મેળવે છે જે માત્ર લાકડાનાં ટુકડા છે.


પણ મેં કહ્યું, “અરે મારા પ્રભુ યહોવા, અહીયાં પ્રબોધકો તો તેમને એમ કહે છે કે, ‘તમારે યુદ્ધ જોવું નહિ પડે કે દુકાળ વેઠવો નહિ પડે. આ દેશમાં સદા શાંતિ અને સલામતી રહેશે.’”


બીજી પ્રજાઓમાંના જૂઠા દેવોમાંથી કયો વિદેશી દેવ વરસાદ લાવી શકે? અથવા આકાશ પોતાની જાતે ઝાપટાં વરસાવી શકે, હે યહોવા, અમારા દેવ, માત્ર તમે જ તેમ કરી શકો છો. તેથી મદદ માટે અમે તમારી જ આશા રાખીશું.”


જેઓ મારી વાણીનો તિરસ્કાર કરે છે તેમને કહેવાય છે કે, ‘તમારી સાથે બધું સારું થશે,’ જેઓ પોતાની ઇરછા મુજબ વતેર્ છે તેમને કહે છે, કોઇ પણ આફતથી તમારે ગભરાવાની જરૂર નથી,


જુઓ હું તે બધા પ્રબોધકોની વિરુદ્ધમાં છું જેમના સ્વપ્નો કેવળ નિર્લજ્જ જૂઠાણાં છે અને જેઓ મારા લોકોને જૂઠાણાં દ્વારા અને મોટી મોટી વાતો દ્વારા પાપમાં દોરી જાય છે. મેં તેઓને મોકલ્યા નથી. અને મારા લોકને માટે તેઓની પાસે કોઇ સંદેશો નથી, જેઓ તેમના માટે કઇક છે.” એમ યહોવા કહે છે.


કેમકે તેઓએ તમને જૂંઠુ કહ્યું છે, જો તમે તેમની સલાહ માનશો અને બાબિલના રાજાના શરણે નહિ જાવ તો તમને તમારી ભૂમિમાથી હાંકી કાઢવામાં આવશે. હા, હું તમારો પીછો પકડીશ. અને તમે નાશ પામશો.


“તેણે કહ્યું છે, ‘પ્રબોધકોની વાત ના સાંભળશો, જેઓએ તમને કહ્યું છે કે, તમારે બાબિલના રાજાની સેવા ન કરવી, કારણ કે તેઓ જૂઠા છે.


માટે તમારા પ્રબોધકો, જોશીઓ, ભૂવાઓ અને જાદુટોણા કરનારાઓ જેઓ તમને કહે કે, તમે બાબિલના રાજાની સેવા કરશો નહિ, તો તેની તરફ ધ્યાન ના આપશો.


ત્યારબાદ યર્મિયાએ પ્રબોધકને કહ્યું, “સાંભળ હનાન્યા, યહોવાએ તને મોકલ્યો નથી, અને તારે કારણે આ લોકો જૂઠાણામાં માને છે,


હું ઇસ્રાએલનો દેવ, સૈન્યોનો દેવ યહોવા, તમને કહું છું કે, “તમારામાંના પ્રબોધકોથી કે જોશીઓથી છેતરાશો નહિ, તેઓનાં સ્વપ્નો પર ધ્યાન આપશો નહિ,


જે પ્રબોધકોએ તમને કહ્યું હતું કે, ‘બાબિલનો રાજા તમારા પર કે તમારા દેશ પર હુમલો નહિ કરે, તેઓ ક્યાં ગયા?’


“ઇસ્રાએલની પ્રજા તો એવાં ઘેટાં જેવી છે કે જેની પાછળ સિંહ પડ્યો હોય, પ્રથમતો આશ્શૂરનો રાજા તેઓને ખાઇ ગયો. પછી બાબિલના રાજા નબૂખાદરેસ્સારે તેઓનાં હાડકા ચાવ્યાં.”


ઘેટાંપાળકોને તથા ઘેટાબકરાનાં ટોળાંને, ખેડૂતોને તથા બળદોને, કપ્તાનોને તથા અધિકારીઓને હું કચડી નાખીશ.


તેઓ મારા લોકોના ઘાને સામાન્ય ઉઝરડા હોય એમ ઉપચાર કરે છે, તેઓ કહે છે કે, ‘બરાબર છે, બધું બરાબર છે.’ પણ લગારે બરાબર નથી.


તેઓ મારા લોકોના ઘા નો સામાન્ય ઉઝરડા હોય એમ ઉપચાર કરે છે. તેઓ કહે છે કે, “બરાબર છે, બધું બરાબર છે.” પણ લગારે બરાબર નથી.


તમારા પ્રબોધકોએ કહ્યું કે તેમને સંદર્શન થયું હતું પણ તેઓ જુઠું બોલી રહ્યા છે અને તને છેતરે છે, અને તને તારા અપરાધો વિષે ન કહીને તેણે તને સુધરવાની તક જ નહોતી આપી.


બાબિલનો રાજા જ્યાં રસ્તો ફંટાય છે ત્યાં નિશાન આગળ ઊભો છે. કયે રસ્તે જવું તે જાણવા માટે તે બાણ હલાવે છે, મૂર્તિઓને પ્રશ્ર્ન કરે છે અને વધેરેલા પ્રાણીનું કાળજું તપાસે છે.


“‘તમારાં દર્શન જૂઠાં છે. ભવિષ્યવાણી ખોટી છે. તમે દુષ્ટ છો, અધમ છો; તમારા દિવસો ભરાઇ ચૂક્યા છે, કારણ કે તમારી શિક્ષાનો અંતિમ દિવસ આવી પહોંચ્યો છે. તરવાર તમારી ડોક પર પડનાર છે.


“‘તેથી પાળક વિના તેઓ વિખેરાઇ ગયા અને જંગલી પ્રાણીઓનો શિકાર બન્યા છે.


“મારાં ઘેટાં જંગલી પ્રાણીઓનો શિકાર બન્યા છે, તેમનો કોળિયો બન્યા છે, કારણ, તેમનો કોઇ પાળક નથી. મારા પાળકોને ઘેટાંની કશી પડી નથી. ઘેટાંને ખવડાવવાને બદલે તેઓ પોતાનું પેટ ભરવાની જ કાળજી રાખે છે.”


એ જ રીતે ઇસ્રાએલી પ્રજા, લાંબા સમય સુધી રાજા કે, આગેવાન વગર, યજ્ઞ વગર, મૂર્તિ કે, શુકન જાણવાની પૂતળી વગર રહેશે.


હું ચોક્કસપણે તમને બધાને, યાકૂબના લોકોને ભેગાં કરીશ. હું કાળજીપૂર્વક ઇસ્રાએલના બચેલાઓને ભેગાં કરીશ. હું તેમને વાડાના ઘેટાંની જેમ તથા ગૌચરના ઘેટાંના ટોળાંની જેમ ભેગાં કરીશ. ચારેબાજુથી બધા લોકોના આવાજથી ત્યાં ઘોંઘાટ મચી જશે.


માણસે બનાવેલી મૂર્તિઓનો શો ઉપયોગ છે? એ તો માત્ર ધાતુમાંથી બનાવેલી પુતળીઓ છે, જે કેવળ જૂઠુ ભાખે છે. માણસ જે એક મૂર્તિ બનાવે છે તેમાં શા માટે વિશ્વાસ રાખે છે? તે એવા દેવ બનાવે છે જે બોલી પણ શકતાં નથી.


એ ઘેટાંને છોડી જનાર નકામા પાળકને ચિંતા! દેવની તરવાર તેની જમણી આંખ અને તેના હાથ પર ઘા કરો! તેનો હાથ સૂકાઇ જાઓ અને તેની જમણી આંખ આંધળી થઇ જાઓ.


જે એમની આગળ રહે અને બધી જ બાબતોમાં માંર્ગદર્શન આપે, જેથી તમાંરા લોકો ભરવાડ વગરનાં ઘેટાં જેવા ન રહે.”


ઈસુએ ઘણા લોકોને જોયા અને તેઓ પર તેને કરૂણા ઉપજી કારણ કે તેઓ થાકેલા અને અસહાય હતા. તેઓ પાળક વિનાના ઘેટાં જેવા હતા.


જ્યારે ઈસુ ત્યાં આવ્યો, તેણે ઘણા માણસોને વાટ જોતાં જોયા. ઈસુને તેમના માટે દુ:ખ થયું, કારણ કે તેઓ સંભાળ રાખનાર ભરવાડ વિનાના ઘેંટા જેવા હતા. ઈસુએ લોકોને ઘણી વસ્તુઓ શીખવી.


કદાચ તેણે કરેલી આગાહી સાચી પણ પડે, અને જો તમને તે કહે ‘આવો, આપણે અન્ય પ્રજાના દેવોનું પૂજન કરીએ.’


આ પાંચ જણ જેઓ “લાઈશ” ની આજુબાજુના પ્રદેશમાં લોકો વિશે જાણવા ગયા હતાં તેમણે પોતાના ભાઈઓને કહ્યું, “ત્યાં બધામાંથી એક ઘરમાં ચાંદીની એક મૂર્તિ તથા એક એફ્રોદ અને થોડા ઘરબારના દેવો છે! તમે શું વિચારો છો? આપણે શું કરવું જોઈએ?”


Lean sinn:

Sanasan


Sanasan