Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઝખાર્યા 10:10 - પવિત્ર બાઈબલ

10 હું મિસરમાંથી અને આશ્શૂરમાંથી તેમને પાછા લાવી ઘરભેગાં કરીશ; હું તેમને ગિલયાદ તથા લબાનોનની ભૂમિમાં લાવીશ; અને ત્યાં પણ તેઓ એટલા બધા હશે કે ત્યાં પૂરતી જગ્યા નહિ હોય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 વળી હું તેમને મિસર દેશમાંથી પાછા લાવીશ, અને તેઓને આશૂરમાંથી ભેગા કરીશ. હું તેઓને ગિલ્યાદ તથા લબાનોનની ભૂમિમાં લાવીશ. અને તેમને માટે [પૂરતી જગા] મળશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 હું તેમને ઇજિપ્તમાંથી અને આશ્શૂરમાંથી તેમના વતનમાં પાછા લાવીશ અને તેમને ગિલ્યાદ અને લબાનોનમાં વસાવીશ. આખો દેશ વસ્તીથી ભરપૂર થઈ જશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 વળી હું તેઓને મિસર દેશમાંથી પાછા લાવીશ અને આશ્શૂરમાંથી તેઓને એકત્ર કરીશ. હું તેઓને ગિલ્યાદ તથા લબાનોનની ભૂમિમાં લાવીશ અને ત્યાં પણ તેઓની એટલી બધી વૃદ્ધિ થશે કે તેઓને પૂરતી જગ્યા મળશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac




ઝખાર્યા 10:10
16 Iomraidhean Croise  

છેક નાનું કુટુંબ પણ સંખ્યામાં વૃદ્ધિ પામીને કુળસમૂહ બનશે. ને જે નાનકડું ટોળું છે તે વૃદ્ધિ પામીને પરાક્રમી પ્રજા બનશે. હું યહોવા, સમયની સંપૂર્ણતાએ તે સર્વ પૂર્ણ કરીશ.”


યહૂદિયાના રાજમહેલ વિષે યહોવાએ કહ્યું છે કે, “તું મારે મન ગિલયાદ જેવો, લબાનોન પર્વતના શિખર જેવો છે. તેમ છતાં હું સમ ખાઉ છું, તને વેરાન અને વસ્તીહિન સ્થળ જેવું બનાવી દઇશ.


“‘હું ઇસ્રાએલને પાછો એના ચરાણમાં લઇ આવીશ, તે કામેર્લ પર્વત અને બાશાન પર ચઢશે. તેની ભૂખ એફ્રાઇમ અને ગિલ્યાદના ડુંગરો પર સંતોષાશે.’”


મારા લોકો અનુસરસે યહોવા સિંહની જેમ ગર્જના કરશે. હાં તે ગર્જશે અને તેના બાળકો પશ્ચિમમાંથી ધ્રુજતા આવશે.


તેઓ મિસરમાંથી પંખીઓનાં ટોળાની જેમ વેગથી આવી પહોંચશે. કબૂતરની જેમ તેઓ આશ્શૂરમાંથી આવશે. અને હું તેઓને ફરીથી તેઓનાં ઘરમાં વસાવીશ.” યહોવાએ આ વચન આપ્યું છે.


ઇસ્રાએલનું સૈન્ય જે દેશવટે છે. કનાનથી સારફત સુધીના લોકો વચ્ચે, અને યરૂશાલેમના તે લોકો જેઓ સફારાદમાં દેશવટે છે, તેઓ દક્ષિણના પ્રદેશોનો કબજો લેશે.


હે યહોવા, આવો અને તમારા લોકો ઉપર અધિકાર ચલાવો, તમારા વારસાનાં ટોળાને દોરવણી આપો; તેઓને કામેર્લના જંગલમાં એકલા રહેવા દો. ભલે અગાઉના દિવસોની જેમ બાશાન અને ગિલયાદમાં તેઓ આનંદ પ્રમોદ કરે.


જુઓ, સૈન્યોનો દેવ યહોવા કહે છે, “હું મારા લોકોને પૂર્વના તથા પશ્ચિમના દેશમાંથી બચાવી લાવીશ;


યરૂશાલેમમાં શાંતિથી રહેવા માટે હું તેઓને ફરી પાછા ઘરે લાવીશ. તેઓ મારી પ્રજા થશે અને હું તેઓનો સત્યથી તથા ન્યાયી દેવ થઇશ.”


Lean sinn:

Sanasan


Sanasan